________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૪૫) સરળતા એટલે વિભાવ સામે (મલિનભાવ સામે) વિરુદ્ધતારૂપ નિર્દોષ વિચિક્ષણતા કેળવું તો ગુણ વડે દોષ ટળે.
કોઈ કહે કે સંસારમાં શઠ પ્રત્યે શતા કરવી જોઈએ, તેમ ન કરીએ તો ચાલે નહિ; કંઈક સર્પ ફૂંફાડો રાખીએ તો જ ઘર વહેવાર સરખો ચાલે,
સ્ત્રી-પુત્રાદિક બધા કબજામાં રહે, માટે અમારે તો ઘરસંસાર નભાવવા માટે કષાય કરવો જ પડે; તેને જ્ઞાની કહે છે કે, એ માન્યતા ઊંધી છે, ભ્રમણા છે. પાપ કરું, ક્રોધ-કપટ કરું તો બધા ઠીક રહે. એટલે દોષ વડે ગુણ થાય એમ કેમ બને ? જેણે એવા ઊંધા સિદ્ધાંત માન્યા છે, તે ક્રોધ, કપટ છોડી શકે નહિ. માટે શઠ પ્રત્યે શઠતા કરવી તે સ્વયે અપરાધ છે. તેના પ્રત્યે પણ સરળતા-સજ્જનતા હોવી જોઈએ. પ્રયોજનવશ કોઈને સૂચના આપવા સંબંધી વિકલ્પ આવી જાય એ જાદી વાત છે; પણ કષાય કરવા જેવા છે એ માન્યતા તો મિથ્યા છે. થોડોઘણો ક્રોધમાન-માયા-લોભ કરું તો જ બધું ઠીક ઠીક બની રહે એવું માન્યું તેમાં એમ જ આવ્યું કે અવગુણ કરું, દોષ-દંભ કરું તો જ સારું રહે, વ્યવસ્થા રહે, એ બધી ઊંધી માન્યતા છે, દોષ કરવા જેવો માન્યો તેને દોષ રાખવાની બુદ્ધિ થઈ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com