________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩૧). ભાવના ભાવનાર કાળક્ષેત્રને ન જુએ, પોતાની યોગ્યતા જાએ. “પૂર્ણતાના લક્ષે શરૂઆત” અહીં પૂર્ણ ઉપર મીટ છે. જેને જેનું પોસાણ થાય તેના વાયદા ન હોય. જેમાં ઉત્કૃષ્ટ રુચિ હોય તેમાં ક્ષણમાત્રનો વિલંબ સહ્યો ન જાય. આત્માનો સ્વભાવ આનંદસ્વરૂપ છે તેથી આનંદની હોંશો આવે તેમાં એકલો આત્મા જ ઘોળાય.
આત્મસ્થિરતા અને તે સ્થિરતાનો પુરુષાર્થ પોતાને સ્વાધીન છે; પણ મન, વચન, કાયાના યોગનું સ્થિર રહેવું કે પલટાવું તે ઉદયાધીન છે. સર્વથા તે યોગનું પ્રવર્તન ઘટીને અયોગીપણું તો ચૌદમે ગુણસ્થાને થાય છે. સાતમે ગુણસ્થાને અપ્રમત્તદશામાં “હું મને જાણનાર-દેખનાર' આદિ સર્વ વિકલ્પ છૂટીને આત્મસ્વરૂપમાં સ્થિરતા વર્તે છે, તેમાં બુદ્ધિપૂર્વક કોઈ વિકલ્પનો અવકાશ નથી. તેમાં થતા અતિ સૂક્ષ્મ વિકલ્પ કેવળજ્ઞાનગમ્ય છે; સાધકને તે વિકલ્પભેદોનું લક્ષ નથી. અપૂર્વ અવસરની બારમી ગાથા સુધી સાતમા ગુણસ્થાનક સુધીની ભાવના સમજવી. “અવસર” = તે તે ભાવની સ્થિરતાની અવસ્થા, એકાગ્રતા. અહીં મુખ્યપણે મુનિપણાની નિગ્રંથદશાને અવસર ગણ્યો છે. ૫.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com