________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩ર) પંચ વિષયમાં રાગ-દ્વેષ વિરહિતતા,
પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીત લોભ જો.
અપૂર્વ શા ૬ાા
ધન્ય ભાવના! ધન્ય એ અપૂર્વ સાધક સ્વભાવની નિગ્રંથદશા. એક દિવસ આ ભાવના બોલાતી હતી, તેમાં એક મતાગ્રહી બોલ્યા કે, એ આવી ભાવના ભાવતો હતો અને સાધુ કેમ ન થયો? અરેરે ! કેટલી અધમ મનોદશા! પંચમકાળની બલિહારી છે. નિંદા કરનારને એટલું પણ ભાન નથી કે આ તો ભાવના છે. સમ્યક્દર્શન થતાંની સાથે જ મુનિપણું આવે એવો નિયમ નથી, મુનિપણું કાંઈ હઠથી થતું નથી. અહીં તો લોકોત્તર પરમાર્થમાર્ગ છે, અપૂર્વ સાધકદશાની ભાવના છે. જેટલો પુરુષાર્થ ઉપડે તેટલું જ કાર્ય સહેજે થાય. કોઈ માને છે કે અમે બાહ્યત્યાગ કર્યો માટે સાધુ કહેવાઈએ, પણ આ કાંઈ નાટક ભજવવાનું નથી, આ તો અપૂર્વ વીતરાગચારિત્રની વાત છે. રાગ-દ્વેષ-કષાયની ત્રણ ચોકડીનો અભાવ થયે મુનિપણું પ્રગટે છે અને સહેજે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com