________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
(૩૪)
કયાં થાય છે તેનું તેને ભાન નથી તેને કોણ સમજાવે ? એવા જીવો (વ્યવહારમૂઢ) ઘણા જોયા તેથી શ્રીમદ્દે આત્મસિદ્ધિમાં કહ્યું છે કે
''
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યું વ્રત અભિમાન; ગ્રહે નહિ ૫૨માર્થને લેવા લૌકિક માન.
99
તેવા જીવોને સમ્યગ્દર્શન શું તેનું ભાન નથી, અને માત્ર શુભભાવને (મંદ કષાયને ) ધર્મ માને છે, સંવર માને છે, નિર્જરા માને છે. પણ ખરી રીતે શુભપરિણામ રાખે તો પુણ્ય છે, ધર્મ નથી. અમે વ્રતધારી છીએ, ત્યાગી છીએ, એવું અભિમાન હોય ત્યાં તો મંદ કષાય પણ નથી, તો સંવર, નિર્જરા કય ાંથી હોય? ન જ હોય. જેને જ્ઞાનીને ઓળખવા છે તેણે મધ્યસ્થતા તથા આદર સહિત તેમના પ્રત્યે અવલોકન કરવું, તેમની વાત ઉપર મધ્યસ્થતાથી વિચાર કરવો, ને મતાર્થ, માનાર્થ, સ્વચ્છંદ આદિ દોષો ટાળીને અતીન્દ્રિય આત્મધર્મનો નિર્ણય કરવો.
· પંચ વિષયમાં રાગ-દ્વેષ વિરહિતતા’ પાંચ પ્રકારના વિષય-નિંદા-પ્રશંસાના શબ્દ, સુંદર અસુંદર રૂપ, ખાટો મીઠો વગેરે રસ, સુગંધ દુર્ગંધ ગંધ, સુંવાળો-કર્કશ વગેરે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com