________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
( ૩૭ )
હોય નહિ. (૩) કાળ પ્રતિબંધ વણ-શિયાળામાં અમુક ક્ષેત્ર મને અનુકૂળ પડે, ઉનાળામાં અમુક ઠેકાણે જવું એવો કાળનો પ્રતિબંધ હોય નહિ. (૪) ભાવ પ્રતિબંધ વણ-કોઈપણ એકાંત પક્ષનો આગ્રહ ન હોય. આ ઠેકાણે મને માનનાર ઘણા છે અથવા આ સ્થાને ઘણા મનુષ્યો છે, તેની ભક્તિ સારી છે માટે મારે ત્યાં રહેવું અથવા મને બધા ભક્તિભાવથી આગ્રહ કરે છે માટે રોકાવું એવો ભાવ (ઇચ્છા )
આદિ હોય નહિ. એવા ચાર પ્રકારના પ્રતિબંધ રહિત તથા ભાવ અપ્રતિબંધપણે મોક્ષમાર્ગમાં અપ્રતિહત ભાવે કયારે વિચરશું, એવી ભાવના અહીં ભાવી છે.
વળી ‘વિચરવું ઉદયાધીન પણ વીત લોભ જો' એક ગામથી બીજે ગામ જે વિહાર સ્થાન છે, તેમાં લોભ કષાય રહિત સંયમહેતુએ ઉદયાધીનપણે, પૂર્વપ્રકૃતિનો યોગ દેખાય તેમજ વર્તવું હોય.
,
ઉદયાધીનપણે ' પૂર્વપ્રકૃતિનો જેવો ઉદય આવે તેને વિવેક સહિત જાણે કે એમાં મારું કર્તવ્ય નથી, અને તેમાં મમત્વ રાગ ન કરે. પ્રકૃતિના ઉદયને જ્ઞાનભાવે જાણે. અને જ્ઞાનમાં જ્ઞાનપણે વર્તે, પણ તેમાં કોઈ ઇચ્છા, વિકલ્પ કે મમતા ન કરે. ત્યાં અપૂર્વ વીતરાગદશા
(
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com