________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(ર૬). હિમ પડયું માટે વિહાર ન કરું એવો વિકલ્પ ન આવે. તાપ પડે છતાં એવો ભય કદી ન ઉપજે કે મને આનાથી દુઃખ થશે, બહારથી સૂર્ય જો સખ્ત તપે અને તાપ પડે તો મુનિનો પુરુષાર્થ ફાટીને સ્થિરતા જલ્દી વધી જાય; એવી સાતા-અસાતાના નિમિત્તો આવે તો પણ મારી આત્મસ્થિરતાનો અંત ન આવો, એટલે કે એવી મારી નિશ્ચલસ્વરૂપ સમાધિ સાધકદશા જયવંતપણે ટકી રહો; અત્રે બાવીસ પરિષહ વિચારી લેવા. મહંતપુરુષોએ વિરુદ્ધ પ્રસંગોમાં નિશ્ચલ દશાવ! પરમ આશ્ચર્યકારી સંયમસમાધિ રાખી છે તેને ધન્ય છે. ગમે તે અગવડતાનો યોગ દેખાય પણ જ્ઞાનીને તે બાધા કરી શકે નહિ. જ્ઞાનમાં બધું દેખાય પણ જ્ઞાનમાં કાંઈ પેસી જાય નહિ.
ઉપસર્ગ ચાર પ્રકારના છે, દેવ અથવા વ્યંતરકૃત, તિર્યચકૃત, મનુષ્યકૃત અને અચેતનકૃત. કમઠે શ્રી પાર્શ્વનાથ ભગવાન પ્રત્યે ઉપસર્ગ કરેલો તથા શ્રી મહાવીર ભગવાનની છદ્મસ્થ દશામાં ઉપસર્ગ થયેલા છતાં અંતરમાં તેમને ક્ષોભ ન હતો, એમ જ દરેક ધર્માત્મા મુનિ આત્મસ્થિરતામાં અડોલ રહે છે. ઘાણીમાં પીલી નાખે છતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com