________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨૨) પડ્યા, એ વિરહ ટળીને પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિનો અપૂર્વ અવસર ક્યારે આવશે એવી ભાવના કરી છે. કોઈ કહે તેઓ ધંધો કરતા હતા, રૂપીઆ ભેગા કરતા હતા, પણ ભાઈ રે! બાહ્યદષ્ટિ વડે એવા પવિત્ર ધર્માત્માનાં હૃદય પારખવાં કઠણ પડે, કારણ કે ગૃહસ્થ વેષ હતો. એમના અંતરની ઉજ્જવળતા ઓળખવી સાધારણ જીવોને કઠણ પડે. સમાજમાં સ્વચ્છેદ આદિનું જોર હતું, તેમાં સાચી વાત કોને કહેવા જાય? તેમના કાળજામાં સર્વજ્ઞ જ્ઞાનીનો મોક્ષમાર્ગ હતો પણ તે વખતનો સમાજ જોઈને બહુ જાહેરમાં ન આવ્યા; લોકોનાં પુણ્ય એવાં એમાં બીજું શું થાય? કાળની બલિહારી છે! તે વખતે લોકો આ જાતની વાત સાંભળવા તૈયાર ન હતા. તે કાળના કરતાં આ કાળ સારો છે કે હજારો ભાઈઓ વ્હેનો પ્રેમથી સાંભળે છે.
વર્તમાનમાં પંચમહાવિદેહ ક્ષેત્રમાં સાક્ષાત્ સર્વજ્ઞ પ્રભુ તીર્થકર ભગવાન બિરાજે છે, જ્યાં સનાતન વીતરાગ શાસન ચાલે છે, હજારો લાખો સંત મુનિઓના ટોળાં છે. ધન્ય છે તે ક્ષેત્ર કાળ ભાવને, એ વિરહુ કોને કહીએ? શ્રીમદ્દ એ મહત્ પુરુષ સર્વજ્ઞ ભગવાનનો વિરહ સંભારીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com