________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૧૧)
દેહુ સુંદર દેખાય તે માટે, તેમજ બીજા કોઈ કારણવશે પણ વસ્ત્રાદિ કોઈ પરિગ્રહુ ખપે નહિ.
જ્યાંલગી પૂર્ણ વીતરાગ સ્થિતિ પ્રગટી નથી ત્યાં લગી અ૫રાગ હોય છે, અને આહાર લેવાની વૃત્તિ આવે છે, પણ વૃત્તિનું સ્વામીપણું નથી.
દેહે પણ કિંચિત મૂચ્છ નવ જોય જો” એવી દશા હોય છે ત્યાં અંશ માત્ર દેહાસક્તિ કે મમતા નથી. કોઈ કહે કે-કેવળજ્ઞાન થયા પછી આહાર હોય તો ? તે જૂઠી વાત છે. સાતમે ગુણસ્થાને ધ્યાન-સમાધિદશા છે ત્યાં આહારની વૃત્તિ નથી, તો તેથી ઉપલી ભૂમિકામાં કેમ હોય ? ન જ હોય. જિનશાસનમાં (મોક્ષમાર્ગમાં) કેવી દશા હોય તે અહીં જણાવી દીધું છે, ચારિત્ર ભાવના (મનોરથ) વડે પુરુષાર્થની ખીલવટ થતાં ગૃહસ્થપણું છોડી મુનિપણું ગ્રહણ કરવાનો વિકલ્પ આવે જ. ૧૬, ૧૭, ૧૮ મા તીર્થકર ભગવાન એમ બબ્બે પદવી ધારક હતા. તેઓ પણ ગૃહસ્થદશામાં ભગવતી જિનદીક્ષાની ભાવના ભાવતા, અને તે ભાવનાના ફલરૂપે સંસાર છોડી મુનિપણું ધારણ કરી જંગલ ક્ષેત્રમાં નગ્ન દેહપણે ચાલી નીકળ્યા. જેમની સોળ હજાર દેવી સેવા કરતા હતા અને બત્રીસ હજાર મુગટ બંધી રાજા જેમને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com