________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
( ૧૬ )
કર્મ હતું તેનો ક્ષય થાય છે. તે સમયે સંસારની સંતતિનું મૂળ જે મિથ્યાત્વભાવ હતો તેને ટાળીને “ દર્શનમોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ ” એમ કહેવાય છે. ૫૨ને પોતાનું માનવામાં નિમિત્તરૂપ જે દર્શનમોહ જે કર્મ છે તેનો નાશ કર્યો છે; એમ અહીં કહેવું છે.
શક્તિરૂપે જીવનો સ્વભાવ શુદ્ધ છે. તો પણ અહીં તો શુદ્ધ પર્યાય (પૂર્ણતાનો અંશ) પ્રગટ થયો છે તેને પૂર્ણ કરવાની ભાવના છે. આત્મા, જેવો સર્વજ્ઞ ૫૨માત્મા જાણે દેખે છે તેવો જ છે, એવો યથાર્થ બોધ દર્શનમોહ ક્ષય કરીને ઉપજે છે એમ અહીં કહેવું છે. માટે ‘ ઉપજયો' શબ્દ છે. ઉપજશે એમ લાંબી આશા નથી. આત્મબોધ પ્રગટ થયો છે તે શું છે તે હવે કહે છે.
แ
“દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો ” આઠ કર્મના રજકણો દ્રવ્યકર્મ, નોકર્મ અને ભાવકર્મથી ભિન્ન કેવલ આત્મા શુદ્ધ છે. જેમ શ્રીફળમાં ટોપરાનો ગોટો છુટો જણાય છે; તેમ સ્પષ્ટ, પ્રત્યક્ષ જ્ઞાનમાં નિઃસંદેહપણે ચિદ્દન આત્મા ભિન્ન જણાય છે. આત્મા ૫૨થી તદ્દન ભિન્ન નિરાળો છે. એવું કેવળ શુદ્ધ આત્મસ્વરૂપનું યથાર્થ ભાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com