________________
આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા એટલે આ જીવનનો જે પ્રવાહ છે આખો, એ કમ્પલીટ ડિસ્ચાર્જ નથી, એમાં આ સૂઝનો પણ ભાગ ખરો, એવું કહી શકાય ને ?
દાદાશ્રી : ડિસ્ચાર્જ કમ્પ્લીટ હોઈ શકે નહીં ને ? આ તો આપણે જ્ઞાન લીધા પછી ડિસ્ચાર્જ કહ્યું છે. બાકી બીજા લોકોને કમ્પ્લીટ ડિસ્ચાર્જ નથી. અહંકાર જીવતો છે ત્યાં સુધી ડિસ્ચાર્જ કહી શકે નહીં જ્ઞાન લીધા પછી એનું જીવન કથ્વીટ ડિસ્ચાર્જ છે. તેથી અમે વ્યવસ્થિત કહીએ છીએ ને !
પ્રશ્નકર્તા : તો કમ્પ્લીટ ડિસ્ચાર્જ જો હોય, તો એ સૂઝ ત્યાં એ શું ભાગ ભજવે છે ?
દાદાશ્રી : સૂઝ તો હેલ્પફૂલ છે, સૂઝ તો ચાર્જ હોય કે ડિસ્ચાર્જ હોય, બેઉ જગ્યાએ હેલ્પ જ કરે છે. બીજું કશું નહીં કરતી. સૂઝ એટલે આગળના અનુભવોનો સ્ટોક !
પ્રશ્નકર્તા : એટલે જ્યાં અટક્યું ત્યાં સૂઝથી એ પછી આગળ ચાલે.
દાદાશ્રી : એ તો ભાગ ભજવે જ ને ! એ તો એનો પાર્ટ ભજવ્યા જ કરે. સૂઝ એટલે આગળના અનુભવ થયેલા. અનુભવ રસ સાથે. એટલે અટકે ત્યાં આગળ તરત સૂઝ પડી જાય.
એ તો આપણી પાસે જે હથિયાર હોય ને, વખતે બુદ્ધિ હોય ને, તે વપરાયા કરે, મન હોય તે વપરાયા કરે, હવે એવી આ સૂઝ વપરાયા કરે, બસ.
પ્રશ્નકર્તા : હવે સૂઝ વપરાઈ, અને પરિણામ સારું આવ્યું.
દાદાશ્રી : એ તો બુદ્ધિ વપરાય તો ય પરિણામ સારું આવે. પણ એ બધું જે એડજસ્ટમેન્ટ છે ને એની હઉ જોડે જોડે આ મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધા છેને, એના જેવું સૂઝ સ્વતંત્ર છે.
પ્રશ્નકર્તા : એ બરોબર છે, એક જાતની સૂઝ છે, પણ એનાથી જે પરિણામ આવે છે તે ડિસ્ચાર્જ છે. તો સૂઝ પણ એક ડિસ્ચાર્જ ભાવ જ થયો ને ?
આપ્તવાણી-૧૧
દાદાશ્રી : ડિસ્ચાર્જ શબ્દ શું કહે છે કે જે ચાર્જ થયેલું તે ડિસ્ચાર્જ થાય છે અને સૂઝ એવી વસ્તુ નથી કે ચાર્જ કરેલી ડિસ્ચાર્જ થાય છે. એ ડિસ્ચાર્જ થતી નથી.
પ્રશ્નકર્તા : પણ એને એપ્લાય કરવાથી અને પછી જે પરિણામ આવ્યું એ સમજો કે સારું આવ્યું કે ખરાબ આવ્યું. પણ એ સૂઝના કારણે આવ્યું અને એ વળી પાછું ડિસ્ચાર્જ છે, એ મેળ કેવી રીતે ખાય છે ? સૂઝના કારણે આવ્યું અને પાછું કહીએ કે આગળનાં ઉદયને હિસાબે આવ્યું, એ કેવી રીતે મેળ ખાય છે ?
દાદાશ્રી : સારી બુદ્ધિને કારણે કામ સારું થાય, ખરાબ બુદ્ધિથી ખરાબ થાય, તો ય બધું વ્યવસ્થિત છે. તે મહીં બુદ્ધિ ય વ્યવસ્થિત છે. અને આ ય બધું વ્યવસ્થિત છે.
પ્રશ્નકર્તા: એટલે એ તો પછી સૂઝ જે છે એ વ્યવસ્થિત જ થઈ ?
દાદાશ્રી : સૂઝ વ્યવસ્થિત નથી, વ્યવસ્થિત કોને કહેવાય ? વ્યવસ્થિત એ પોતે ચાર્જ થયેલું ડિસ્ચાર્જ થાય, એને વ્યવસ્થિત કહીએ છીએ આપણે. આ ડિસ્ચાર્જ થતું નથી. આ તો બધું ય ખેડીને પછી આગળ એનું એ જ રહે છે. સૂઝ આખે આખી રહે છે. એમાં કોઈ ભાગ તૂટતો નથી.
એટલે આ સૂઝને કશું ફેરફાર થાય જ નહીં. આ તો સૂઝ પોતે છે તે એને પોતાને કશું થાય નહીં. આ આને જો ઉપાદાનમાં લઈ જઈએ ને, તો ઉપાદાનમાં ગણાય. અને ડિસ્ચાર્જ શબ્દ કોને કહેવાય કે, આ વીંટ્યું એને પાછું ઉકેલીએ, એનું નામ ડિસ્ચાર્જ અને આ ઉકેલાવું કે વીંટવાનું નથી. આ તો સ્ટોક જ છે એક જાતનો.
પ્રશ્નકર્તા : એ તો બરોબર, હું “સૂઝ શું છે એ સમજવા નથી માંગતો, હું તો સૂઝના કારણે જે પરિણામ આવે છે.
દાદાશ્રી : એ વ્યવસ્થિત.
પ્રશ્નકર્તા : એ વ્યવસ્થિત. તો પછી સૂઝના કારણે પણ આમ આવ્યું અને આપણે એ સૂઝને વ્યવસ્થિત કહીએ તો એ કહેવાય ?