Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 122
________________ ૨૧૪ આપ્તવાણી-૧૧ રાખવો પડે.હવે તે ઊંઘી જાય છે. ઊંઘમાંથી તે જાગે કે તુર્ત જ તેને પોતાને સહજ ભાવે ખ્યાલમાં આવે, સૌ પ્રથમ તેને લાકડી યાદ આવશે. એવો સહજ ખ્યાલ બેસવો એ છે ‘કેવળ દર્શન'. જગતના લોક કહે છે ‘કેવળ જ્ઞાન’ કરવાની ચીજ છે. ના, એ તો જાણવાની ચીજ છે ! કરવાની ચીજ તો કુદરત ચલાવી રહી છે. કરવું એ જ ભ્રાંતિ છે. આ શક્તિ કેટલી જાહોજલાલીથી તમારા માટે કરી રહી છે ! એ શક્તિ તો ઓળખો. આ તો ‘વ્યવસ્થિત’ શક્તિનું કામ છે. બિલિફ બદલાતાં, આચરણ ફરે સ્વયં ! આપ્તવાણી-૧૧ ૨૧૩ કારણ કે ચાવી મારી પાસે છે તો તમે શી રીતે ઊઘાડો તે ? પાંચ આજ્ઞા તમે પાળો છો ને. પ્રશ્નકર્તા : એ અપરાધી એટલે કોણ અપરાધી ? દાદાશ્રી : એ જે આત્માની શુદ્ધતા ગુમાવે છે તે. પ્રશ્નકર્તા : પણ અપરાધી એ જે થાય એ કોણ થાય ? દાદાશ્રી : જે ચારિત્રમોહવાળો અહંકાર ! પ્રશ્નકર્તા : પ્રતિષ્ઠિત આત્મા જ ને ? દાદાશ્રી : હા, પ્રતિષ્ઠિત આત્મા જ, બીજું કશું નહીં. પ્રશ્નકર્તા : અહંકાર જે અપરાધી થાય તે આવું જ્ઞાન હોવા છતાં એવું થઈ જાય ખરો અહંકાર ? દાદાશ્રી : અપરાધી થાય એટલે શું કે આપણે શુદ્ધાતા માટે મનમાં એમ થઈ જાય કે સાલું મારી શુદ્ધતા કાચી પડી ગઈ. એ અપરાધી. અમે કહ્યું કે શુદ્ધ જ છો, આમાં કશું ફેરફાર નહીં જ. એટલે એ તો મહીં ક્યારે પણ ન હોવું જોઈએ. કોઈ પણ સંજોગોમાં, ‘હું શુદ્ધ જ છું, આ ચંદુભાઈ જુદા છે' એવું કહેવા માંગીએ છીએ આપણે. પ્રશ્નકર્તા : એટલે એવી અવસ્થા કેવી રીતે બને ? દાદાશ્રી : એવું છે ને બહુ તિરસ્કાર જેવી વસ્તુ બની જાય. લોકો પણ તિરસ્કારે. આપણને તિરસ્કાર આવે એવું થઈ જાય. ત્યારે મનમાં એવું થાય કે મારું શુદ્ધતા ઓછી થઈ ગઈ. એવું એક બે માણસને થયેલું. તે મેં કહ્યું, ‘ના, નથી થઈ’ તારી તું મૂળ જગ્યા પર છું. મેં તને શુદ્ધ ર્યો, તું શુદ્ધ જ છું. એને છોડીશ નહીં, શુદ્ધતાને છોડીશ નહીં. જો પાંચ આજ્ઞા પાળું છું ને ? તો શુદ્ધતા છૂટતી નથી. પાંચે આજ્ઞા ય પળાય છે ને ? કે જરા કોઈ ફેરો એ કાચું પડી જાય છે ? એક શેઠ મોટરમાં જતા હોય. કોઈ ક્ષણે અકસ્માત થાય. દવાખાનામાં તેને લઈ જાય. પગ કાપવો પડે. અને પછી ચાલવા માટે લાકડીનો ટેકો ડેખા વગરનું જગત છે આ જ્ઞાન આપ્યા પછી, જ્ઞાન લેતાં પહેલાં તો ડખો જ હતો બધો. પણ જ્ઞાન લીધા પછી કંઈ પણ ડખો થયો તો આપણી વ્યવસ્થિત સમજવામાં ભૂલ થઈ રહી છે. પ્રોબ્લેમ વસ્તુ છે નહીં જગતમાં, પણ આપણી સમજવામાં ભૂલ થઈ છે. ડખો કેમ થાય ? અને થાય છે તો હિસાબ છે બધા !! તમને બિલિફમાં તો આવી ગયું છે ને કે દાદાનું જ્ઞાન સાયન્ટિફિક છે, અક્રમ વિજ્ઞાન છે આ તો ! જ્ઞાન સાયન્ટિફિક હોવું જોઈએ. આ તો ગમે તે માણસ, ગમે તેવું ભણેલું હોય, મોટો સાયન્ટિસ્ટ હોય કે બીજો હોય, તો ય પણ એને બધાને એક્સેપ્ટ થવું જ જોઈએ. અને ના કરે તો આપણે સમજીએ કે એનામાં કંઈક ગાફેલપણું છે, કંઈક ગફલત છે. આમાં. સાયન્ટિસ્ટો હઉ કબૂલ કરે. વિજ્ઞાન એટલે વિજ્ઞાન, ચોખ્યું. એની બિલિફમાં આવવું જોઈએ. બિલિફમાં આવશે એટલે અમે જાણ્યું કે આચરણમાં આવશે. એટલે આ જગત જેમ છે તેમ એકઝેક્ટ વ્યવસ્થિત જ છે, જે ચાલી રહ્યું છે તે જ કરેક્ટ છે. પણ કરેક્ટનેસમાં હજુ તો બુદ્ધિ બહુ કૂદાકૂદ કરે છે ને, ત્યાં સુધી વ્યવસ્થિત સમજવા ના દે. પ્રશ્નકર્તા : હા, બુદ્ધિ કૂદાકૂદ કરે છે. દાદાશ્રી : હં. આવું હશે ને તેમ હશે, કલ્પનાઓ કરાવે. જો કે આપણે કલ્પના રહી નહીં. પણ વ્યવહારિક રહ્યું ને વ્યવહાર, ડિસ્ચાર્જમાં. ચાર્જ-બર્જ ના રહ્યું.

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155