Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 146
________________ આપ્તવાણી-૧૧ ૨૬૧ દાદાશ્રી : પ્લાનીંગ થઈ જાય તે ય ખોટું નથી. ના થાય તો ય ખોટું નથી. પ્રશ્નકર્તા: ‘વ્યવસ્થિત’ કરે છે એટલે ચિંતા નહીં, ભાંજગડ નહીં કશી. દાદાશ્રી : હા, ભવિષ્યકાળની ચિંતા જ બંધ થઈ ગઈ. અને ભવિષ્યની ચિંતા બંધ થાય એવું કોઈ કાળે બનેલું નહીં. એ છેલ્લા અવતારમાં જ બંધ થાય. છેલ્લે એને કેવળજ્ઞાન થયા પછી. અને એક આ અક્રમ વિજ્ઞાનનો પ્રતાપ જુઓને ! બધાં ય કહે છે, મને કશી ચિંતાબિંતા કશું જ નથી. પ્રશ્નકર્તા : પણ ‘એ ચિંતા નથી', એ તો વ્યવસ્થિતનો પ્રતાપને ! દાદાશ્રી : હા. વ્યવસ્થિતના જ્ઞાનનો પ્રતાપ. અને એકલા વ્યવસ્થિત પર નહીં, અનુસંધાન છે આ. તમે શુદ્ધાત્મા થયાને એટલે શુદ્ધાત્માને ચિંતા હોય જ નહીં ને ! આ વ્યવસ્થિત તમને એમાં હેલ્પ કરે છે અને નહીં તો પેલું જરા ગૂંચવાડો રહ્યા કરત. સંપૂર્ણ શુદ્ધાત્માને ચિંતા કેવી ? ચિંતા તો ક્યાં આગળ ? એંસી ટકા શુદ્ધ થયા અને વીસ ટકા બાકી. તો વીસ ટકા ચિંતા રહી. અહીં તમે સો ટકા શુદ્ધ થઈ જાવ છો, ચિંતા કોને રહી પછી ! આ વ્યવસ્થિત એમાં હેલ્પ કરે. મોટામાં મોટી શોધખોળ છે વ્યવસ્થિત તો ! ૨૬૨ આપ્તવાણી-૧૧ દાદાશ્રી : હા. નહીં તો ચિંતા વગર માણસ કોઈ રહી શકેલો નહીં. કારણ કે ક્રમિક માર્ગમાં છેલ્લા અવતારમાં ચિંતારહિત થાય. અહંકાર જાય ત્યારે ચિંતા જાય. આ એક અજાયબી લોકોએ ચાખીને ! આપણા જ્ઞાનનો દરેક અંશ ચિંતાને બંધ કરનારો છે. એક તો જો વ્યવસ્થિત સમજી ગયો તો ચિંતા બધી બંધ થઈ ગઈ. એટલે જે બને એને વ્યવસ્થિત સમજે. એટલે બધી રીતે આપણું જ્ઞાન, દરેક વસ્તુમાં ચિંતારહિત બનાવનારું છે. કારણ કે અહંકાર ઊડી ગયો છે માટે ચિંતા કરનારો જે અહમ્ છે ને, તે ગયો એટલે પછી એની વંશાવળી એની પાછળ ગઈ બધી, કાંણ કરનારી ! કાંણ, કાંણ, રાતદહાડો કાંણ કરાય કરાય કરે, એ બધી વંશાવળી એની જોડે ગઈ બધી. અને વ્યવસ્થિતને એક્ઝક્ટ મૂકી દીધેલું છે ! અને ભવિષ્યકાળને યાદ આવે તો ય એ શેના ઉપર રાગ છે કે દ્વેષ છે, તે ય આપણને જડે. એટલે આ બધું આના પરથી શોધખોળ કરે તો જડે આપણને ! ભવિષ્યમાં પડે તો ખોવે સુખ ! ચિંતારહિત દશા અક્રમ જ્ઞાત થકી ! ભવિષ્યકાળની ચિંતા બંધ થઈ ગઈ. અને આ કાળમાં એવું કોઈ જ્ઞાન હોતું કે ભવિષ્યકાળની ચિંતા બંધ કરે. આ એકલું જ, આ અમારી વ્યવસ્થિતની શોધખોળ છે. વ્યવસ્થિત શક્તિ આગળ મૂકાઈ જ નથી ને ! કોઈ જગ્યાએ વ્યવસ્થિત શબ્દ સાંભળ્યો નથી ને ! સાંભળ્યો હોત તો ભવિષ્યકાળની ચિંતા ના હોત. આ તો બધી ભવિષ્યકાળની ચિંતા સોંપીને સુઈ જાય છે નિરાંતે. અને બીજે દહાડે ફીટે ય થઈ જાય, નહીં ? તમારી વકીલાત, જો ચાલે છે ! પ્રશ્નકર્તા : એ મને બેસી ગયું, હવે સંકલ્પ-વિકલ્પ નથી આવતા. આ વર્તમાનમાં આપણને સુખ છે, જે પાર વગરનું સુખ છે, એ ભવિષ્યકાળનો વિચાર કરવા જતાં આ સુખ બગડી જાય છે. એટલે આ ય સુખ ભોગવાતું નથી, અને ભવિષ્ય ય બગડે છે. તે આપણે કહીએ કે આ ભવિષ્યકાળનું બધું વ્યવસ્થિતના તાબામાં ગયું. હવે જ્યાં આપણા તાબામાં નથી વસ્તુ, એની ભાંજગડ કરીને શું કામ છે ?! કેટલીક વસ્તુ મારા તાબામાં હોય અને તમે કહો કે દાદાના તાબાની વાત છે, મારે શું કરવા ભાંજગડ કરવી ? એવી રીતે ‘વ્યવસ્થિત’ના તાબાની આપણે ભાંજગડ કરવાની જરૂર શું ? તમને અનુભવમાં આવી ગયું બધાને ? એકઝેક્ટ વ્યવસ્થિત છે. હવે ઘડી પછી શું થશે એ વ્યવસ્થિતને તાબે છે. એટલે આ આગળની ચિંતા છોડી દો. આ બધાં તમારા મિત્રો-બિત્રોને, બધાને ભવિષ્યની ચિંતા ખરી, ખેંચ્યા કરે. આમ થઈ જશે તો આમ થશે ! લોક તો શું કહે છે કે, આગળનું જોવું તો પડેને ? અરે પણ, બે-ત્રણ દહાડાનું જોવાનું હોય. વીસ વરસનું જોવાનું હોતું હશે? હજી છોડી ત્રણ જ વરસની છે, બાવીસ

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155