Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 150
________________ આપ્તવાણી-૧૧ ૨૬૯ દાદાશ્રી : થઈ ગયેલા, કોઝિઝ થયા પછી ઈફેક્ટ શરૂઆત થાય. ઈફેક્ટ પહેલી ના હોય. કોઝિઝ પહેલાં હોય, એ ઈફેક્ટનું રટ કોઝ છે ! પ્રશ્નકર્તા : આપને આ અક્રમ વિજ્ઞાન મળ્યું એ કોઈની મદદથી મળ્યું કે એની મેળે મળ્યું, સમજવું જ હતું. દાદાશ્રી : હા, લોકો મને પૂછે છે કે આ તમને જ્ઞાન કેવી રીતે થયું ? ત્યારે મેં કહ્યું, ‘તમારે નકલ કરવી છે ?’ ધીસ ઈઝ બટ નેચરલ. મને તો ખબર નહોતી કે આ નેચરલ ઊભું થયું. તમારી પર્સેએ જોર કર્યું. હું તો ક્રમિકથી કરી કરીને થાક્યો હતો. પણ તમને બધાને જ આ અક્રમ મળ્યું ! પ્રશ્નકર્તા : એ પણ વ્યવસ્થિતનો એક ભાગ હતો ? દાદાશ્રી : હા, વ્યવસ્થિતનો ભાગ હતો. એ જ વ્યવસ્થિત તમને આપ્યું છે. જે વ્યવસ્થિત સંકલ્પ-વિકલ્પ ના કરાવડાવે એવું વ્યવસ્થિત આપ્યું છે તમને. પ્રશ્નકર્તા : આ તમને જ્ઞાન થયું, તો એ તમને પહેલેથી આમ આગાહી, આમ અંદર સંકેત થયા કરે ? કે જ્યારે થયું ત્યારે થયું, સ્પોન્ટેનીયસ થયું ? દાદાશ્રી : મને ખબર જ નહીં કે આવું જ્ઞાન થશે. મને તો આવું થશે એવું હતું જ નહીં ને ! આવું તો કલ્પનામાં ના આવેલું હોય. મેં જાણ્યું કે કંઈક થોડું અજવાળું થશે, કંઈ સાધારણ, તે શાંતિ રહેશે. પણ આ તો જાણે શુંનો શું ઉઘાડ થયો ! પણ અનંત અવતારનું કરેલું, તેનું ફળ આવ્યું છે આ. વ્યવસ્થિતની મારી આ બહુ મોટામાં મોટી શોધખોળ છે. કો'ક વખત જવલ્લે જ થાય. છેવટે જડ્યું આ અનુભવ જ્ઞાત ! ૨૭) આપ્તવાણી-૧૧ ને ! અને હું એકલો ફરેલો છું કારણ કે મારો સ્વભાવ નાનપણમાંથી એવો હતો કે એક રસ્તો, અહીંથી જે રસ્તો નીકળે તો આમ ફરીને આમ જતો હોય ને, તો મારી દ્રષ્ટિથી તરત સમજમાં આવી જાય છે, આ ખોટું છે, રસ્તો ઉધો છે. આ નાનપણથી આ ટેવ, લોકના રસ્તા ઉપર નહીં ચાલવું. પોતાના ધારેલ રસ્તે કરવું, તેનો મારે ય પડેલો કેટલીય વખત, કાંટા ય ખાધેલા. પણ છેવટે તો આ રસ્તે જવું એ નક્કી. તે આમાં આ રસ્તે ફાવ્યું અમારે. ઘણા અવતાર માર પડ્યા હશે પણ છેવટે ખોળી કાઢ્યું, એ વાત નક્કી. પ્રશ્નકર્તા : એટલે જીજ્ઞાસા તમારી પાસે પહેલેથી હતી. દાદાશ્રી : હા, પહેલેથી. પ્રશ્નકર્તા : ગયા જન્મની. દાદાશ્રી : એ ઘણા અવતારોની, ગયા જન્મની નહીં. અને એટલે સુધી જીજ્ઞાસા કે ભવિષ્યની ચિંતા ન હોવી જોઈએ ! જો જન્મ્યો છે તો ભવિષ્યની ચિંતા કેમ હોવી જોઈએ ? એટલે આ વ્યવસ્થિતની શોધખોળ કરી લાવ્યો છું. પ્રશ્નકર્તા : એટલે જીજ્ઞાસા ખૂબ તીવ્ર, એ એની માત્રા જેમ વધતી જાય એમ જ્ઞાનનો પ્રકાશ આવતો જાય. દાદાશ્રી : હા. જરૂર પ્રકાશ આવતો જાય. સૂઝ પડતી જાય, બધું જ થઈ જાય. પણ એકલો હોય તો. પ્રશ્નકર્તા : હા, એકલાની જ વાત છે. દાદાશ્રી : પાછી ભાઈબંધની કે બીબીની સલાહ લીધી તો બગડ્યું. આ અમારું અનુભવ જ્ઞાન છે બધું. અમારા અનુભવની શ્રેણીમાં આવેલું જ્ઞાન છે. નહીં તો કોઈ કહી શકે નહીંને, કે ભઈ હવે તમારે વ્યવસ્થિત છે, એવું કોઈ કહી શકે નહીં ! ચિંતા કરવાની બંધ કરાવે નહીંને ! કોઈએ કહેલું નહીં, વ્યવસ્થિત છે એવું. એવું છે ને પાડોશ કોઈ ના હોય, એકલો હોય ને, તો એને સૂઝ પાડનાર મહીં છે. પણ બધા સાથે હોય તો કોણ સૂઝ પાડે ? એકલો હોય તો સૂઝ પડે. એટલે આ જગત એકલું હોતું નથી, તેની જ ભાંજગડ છે

Loading...

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155