Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 153
________________ આપ્તવાણી-૧૧ ૨૭૫ પ્રશ્નકર્તા : એ જ જ્ઞાન કામ કરે છે. દરેક વ્યવહારમાં એ જ્ઞાન જ કામ કરે છે. દાદાશ્રી : એ વ્યવસ્થિત કેવી રીતે છે, એવું અમે એકલાએ જ્ઞાનમાં જોયેલું છે. એને શબ્દથી વર્ણવા માટે અમારે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ કહેવું પડ્યું કારણ કે ગુજરાતી શબ્દ જ નથી એને માટે. પ્રશ્નકર્તા : બરોબર. દાદાશ્રી : એટલે સાયન્સ માર્ગ છે. વૈજ્ઞાનિક કહું, તો વૈજ્ઞાનિક સમજાય નહીં. એ બે-ત્રણ વખત વાત કરું છું તો તરત સમજી જાય છે માણસ. કારણ કે નાના નાના દાખલા સાથે સમજણ પાડીએને અને અમારો હિસાબ જડી ગયોને એટલે. કારણ કે જે હિસાબ ખોળતો હતો તે જડ્યો એટલે પછી તો લોકોને આપ્યો આ. પ્રશ્નકર્તા : પણ દાદા, આ કર્મ બાંધ્યું હશે ને પાછું ? આ ઝાડુ મારવાનું કર્મ, લોકોને રીપેર કરવાનું, જગતકલ્યાણ કરવાનું કર્મ બાંધ્યું હશે ને ? દાદાશ્રી : હા, એ કર્મ બાંધેલું જ. પ્રશ્નકર્તા : એ વ્યવસ્થિત ને ? દાદાશ્રી : હા, વ્યવસ્થિત બંધું. પણ ઘણાં લોકોનું કલ્યાણ થઈ જવાનું છે. કારણ કે સહેજા સહેજ કલ્યાણ થાય એવો મોક્ષમાર્ગ કોઈ ફેરો નીકળ્યો હોય તો આ ફેરો નીકળ્યો છે. સહેજાસહેજ કલ્યાણ. પારસીઓ, મુસલમાનો, બધા ય ફાવ્યાને ! કોઈ એક કોમ ના ફાવે એવું નથી; ને બધાને માફક આવે એવું જ્ઞાન છે ! મોક્ષ અટકાવ્યો વ્યવસ્થિતતી શોધ કાજે ! ૨૭૬ આપ્તવાણી-૧૧ ને, વ્યવસ્થિત હતું જ નહીં. બધા લોકો તો ચિંતા કરી કરીને મરી ગયા, જ્ઞાનીઓ હ૩. અને કહ્યું, તમને હવે પછીનું બધું વ્યવસ્થિતના તાબે છે. મારી આજ્ઞામાં રહો. હજુ કોઈએ વ્યવસ્થિત આપેલું નથી. બધા ક્રમિક માર્ગના જ્ઞાનીઓ ચિંતા કરીને થાકી ગયેલા, તીર્થંકરો સિવાય. પ્રશ્નકર્તા : તીર્થંકરોએ શું કહેલું એ બાબતમાં ? દાદાશ્રી : એ બાબતમાં તો એમણે એમની રીતે કહેલું. અને મેં તો આ જમાનાને જ લાગુ થાય એવી રીતે કહ્યું છે. કારણ કે તે દાડે છે તે એમની રીતે હતું. એટલે બધા ડેવલપ થયેલાંને તૈયાર કરતા હતા. અને આ તો અહીં આગળ તો જે અહીં આવ્યા હોય, મીટ ખાતા હોય, દારૂ પીતા હોય, આમ કરતા હોય, ચાર છોડીઓ હોય, એમને સમા કરવાના. અને આ જગત કેવી રીતે ચાલે છે ? કેટલાંય અવતારની આ શોધખોળ લાવ્યો છું. નહીં તો લોક બૂઝે નહીં ને ! કેમ કરીને બુઝે ?! અને એક્ઝક્ટ વ્યવસ્થિત જ છે ! જ્યાંથી તમે જુઓ ત્યાંથી. બધા તાળા મળી રહે અને ત્રણેવ કાળ અવિરોધાભાસ, કોઈ કાળમાં વિરોધ નહીં આવે. આ જ્ઞાન એ જ્ઞાન કહેવાય, વિરોધાભાસ હોય તો એ જ્ઞાન ના કહેવાય ! આ વ્યવસ્થિત એક બહુ સમજવા જેવું છે અને એક્ઝક્ટ તેમ જ છે બધું ! થોડુ ઘણું આઘુંપાછું હોયને તો ગમે તે એક જણ બૂમ પાડતો આવે કે ‘વ્યવસ્થિત’ મને અહીં આંતરો પાડ્યો ! આ તો કાયમની ચિંતા ના થાય એવું જીવન કરી આપું છું. ‘એક ચિંતા થાય તો મારી ઉપર બે લાખનો દાવો માંડજો.' એવું હું કહું છું. શરત આમને હઉ કહેલી છે. આ બધાને કહેલી છે. તે એ વાત તો ઊંચી કહેવાય ને ! પ્રશ્નકર્તા : જ્ઞાની વ્યવસ્થિત શક્તિને પાર પામી શકે ખરાં ? દાદાશ્રી : હા. એને પાર પામીને મેં આ વ્યવસ્થિત શક્તિ આપી છે. છતાં અમારે હવે થોડી બાકી છે વ્યવસ્થિત શક્તિ, ચાર ડિગ્રીની એટલી જ બાકી રહી છે બધું પાર પામીને. વ્યવસ્થિત જ મેં આપ્યું છે પ્રશ્નકર્તા : દાદા, ત્યારે એ બતાવોને કે આ સમાધિ કેટલાક કાળથી છે, કેટલાં ભવથી ચાલી આવે છે ? - દાદાશ્રી : ઘણાં કાળની આ સમાધિ લઈને આવેલો છું, પણ હું ખોળતો'તો બીજું. આ જગતનો આધાર શો ? જ્ઞાન તો શુદ્ધાત્માનું થયું,

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155