Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 151
________________ આપ્તવાણી-૧૧ ૨૭૧ ક્વળજ્ઞાત સિવાય, અન્ય બધું સંયોગાધીત ! ૨૭૨ આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : કોઈ પણ ક્રિયા વગર ?! દાદાશ્રી : એટલે બધો હિસાબ કાઢીને પછી જડ્યું કે ધીસ ઈઝ ધ ફેકટ. પછી એ ફેકટ આપ્યું છે તમને. એમ ને એમ તો આપીએ તો માર્યા જાય લોક. ઊંધે રસ્તે ચઢાવ્યા કહેવાય. આ પાછું જ્ઞાન આવરાઈ જવાનું. જ્ઞાન તો પ્રગટ થાય છે, પાછું આવરાઈ જાય. આવરાઈ જાય એ પાછું આમનું ચાલતું ચાલતું તેનું છે તે ઘસિયું ગાડું ચાલ્યા કરે પાછું. આમાં પુણ્યશાળી લોકો લાભ ઉઠાવી અને ચાલ્યા જશે. હંમેશા જ્ઞાન પ્રગટ થાય છે અને આવરાય છે, પ્રગટ થાય છે અને આવરાય છે. એવું નથી કે આ જ્ઞાન પ્રગટ થયું એટલે કાયમ રહેવાનું છે ! દરેક પ્રકારના જ્ઞાન પ્રગટ થાય છે, જાતજાતનાં જ્ઞાન. કેવળજ્ઞાન એક જ પ્રકારનું છે, પણ સમય સંજોગના આધીન જાતજાતનું જ્ઞાન છે. એટલે કાળને આધીન ફેરફાર થયા કરે છે. પ્રકાશ એક જ પ્રકારનો છે. પણ કાળને આધીન એ વાણી, શબ્દો, વાત, રીત, રસમ બધું જ જુદું. પ્રશ્નકર્તા : આ વ્યવસ્થિત છે. એનાં શું કોઝ પડેલા, દાદા કયાંથી વ્યવસ્થિત શોધી લાવેલાં ? દાદાશ્રી : આ અવતારોથી એ જ શોધતો હતો કે આ શેનાં આધારે ચાલી રહ્યું છે. લોક કહે છે કે મારા કર્મો ચલાવે છે ? તો મૂઆ, સૂર્યચંદ્ર કોણે ગોઠવ્યા, આ બધી મુશ્કેલી ઊભી થાય છે તો ખરેખર કોણ છે ? હુ ઈઝ ધ રિસ્પોન્સિબલ ? તે આ વ્યવસ્થિત એટલે ઘણાં અવતારની શોધખોળ છે. પ્રશ્નકર્તા : જ્ઞાન થતાં પહેલાં એ દેખાતું'તું ? દાદાશ્રી : પહેલેથી આ સત્ય જાણ્યા સિવાય મોક્ષે જવું નથી, એવું નક્કી કરેલું. કે આ જગત ચલાવનાર ખરેખર કોણ છે ? આપણા કર્મના ઉદય લોક કહે છે તે કર્મોના ઉદય તે મને એકલાને લાગું થાય. મૂઆ સૂર્ય-ચંદ્રને શું લેવાદેવા. આ તારા, ચંદ્ર એવા ને એવા જ રહે છે. આ બધી આવડી મોટી દુનિયા શી રીતે ચાલે છે ? માટે વ્યવસ્થિત નામની શક્તિ છે, જે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે અને તે અમે સમજ્યા પછી આપ્યું છે આ. અને તત્કાળ જ ફળદાયી છે, અવ્યવસ્થિત થતું જ નથી આ જગતમાં. પછી ભાંજગડ જ કયાં રહી ? બહુ ઊંચી શોધખોળ આપી છે આ કાળમાં તેથી અમે કહ્યું છે ને ૮૦ હજાર વર્ષ સુધી આનો પ્રભાવ રહેશે તે જ્ઞાનનો, પછી તીર્થંકરો થશે એટલે આ પ્રભાવ ઉડી જશે. તીર્થંકર હોય તો બીજાની જરૂર નહીં. જ્યાં સુધી એવાં પુરુષ ના હોય ત્યાં સુધી આ ગુંચવાડો શી રીતે કાઢે લોક ? દિવસ જ શી રીતે કાઢે ? મહીં વિચાર અવળો આવ્યો તે દહાડો શી રીતે કાઢવો ? અને અમને ય ખબર નહોતી કે આવું કોઈ જ્ઞાન પ્રગટ થવાનું છે. પણ આ વ્યવસ્થિત અમારી ઘણાં અવતારની શોધખોળ હતી. કેટલાય અવતાર તો અમે કોઈ પણ ક્રિયા વગર જ સંસારમાં રહ્યા છીએ. એને જોવા માટે, તપાસવા માટે કે ચાલે છે કે બંધ થઈ જશે. પ્રશ્નકર્તા : સાવ સાચી વાત, દાદા. દાદાશ્રી : એટલે આમાં એવું નથી કે આ દાદાએ શોધખોળ કરી તે કાયમને માટે છે. આવી તે બધી બહુ તીર્થકરોએ શોધખોળ કરી કરીને મૂકેલી પણ બધી આવરાઈ ગઈ, કેટલીએ. આ દાદાએ મૂકી છે તે ય એંસી હજાર વર્ષ સુધી ચાલીને અને પછી આવરાઈ જશે પાછી. એ પહેલાં તીર્થંકરો આવ્યા કે નવી જાતની વાત અને તે દહાડે મન-વચનકાયા બધા સારા થઈ ગયા હોય. પહેલાં તીર્થંકરના વખતે એવા ડહાપણવાળા થઈ ગયાં હોય. કાળ તો ચોથો આરો હોય, આ ત્રીજો ને ચોથો આરો આપણા ભારત ક્ષેત્ર માટે બેઉ બહુ સારામાં સારા કાળ હોય. તો જ પમાય મોક્ષમાર્ગ ! અને કોઈ ધર્મનું, કોઈ માર્ગનું ય બાકી નહીં રાખેલું, જોઈ લીધેલું બધાનું, કે કેટલી કરેક્ટનેસમાં છે. કોઈને ય ખરાબ નહીં કહેલું, બધાને

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155