________________
આપ્તવાણી-૧૧
૨૩૧
વાણીમાં મારે ફેરફાર કરવો છે. તો આપે કહ્યું કે, જ્ઞાનીની આજ્ઞા લો. જ્ઞાનીની આજ્ઞાથી ફેરફાર થઈ શકે. મૌન ધારણ કરવાનું અને મૌન ધારણ કરીને પછી ફેરફાર થઈ શકે.
દાદાશ્રી : તે આજ્ઞા મળે નહીં ને, એ તો કોઈ આપે નહીંને આજ્ઞા. આજ્ઞા આપે તો ફેરફાર થાય.
પ્રશ્નકર્તા : હા. પણ આજ્ઞા આપે તો ફેરફાર થાય ને ?
દાદાશ્રી : પણ આપે નહીંને કોઈ ને, એ તો કો'ક વખત મળી
જાય.
જાય.
પ્રશ્નકર્તા : હા. પણ જ્યારે પણ મળી જાય, કોઈક વખત મળી
દાદાશ્રી : મળી જાય, એ આપે નહીં. એ આજ્ઞા તો કૃપા ઊતરે તો થાય, નહીં તો થાય નહીં.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત એટલે બધું ડિસ્ચાર્જરૂપ જ ને ? તો કૃપા તો ડિસ્ચાર્જમાં લઈને આવેલાં હોય ને ! અત્યારની કૃપા તો કામમાં ના આવે ને ?
દાદાશ્રી : વ્યવસ્થિત એટલે શું ? કૃપા થયા પછીનું આવે તે વ્યવસ્થિત. અવકૃપા, વિરાધના થઈ હોય તેનું ય વ્યવસ્થિત આવે ને આરાધના થઈ હોય તેનું ય વ્યવસ્થિત આવે. બે વસ્તુનું વ્યવસ્થિત આવે. આ વિરાધનાનું ફળ અને આ કૃપાનું ફળ, બેનું ફળ વ્યવસ્થિત આવે.
પ્રશ્નકર્તા : પણ તમે તો અત્યારે બધાને સરખી કૃપા કરો છોને ? દાદાશ્રી : હા, એ સરખી દેખાય ખરી. પણ કોઈને સરખી હોય
નહિ.
પ્રશ્નકર્તા : એટલે કૃપા તો વ્યવસ્થિત પ્રમાણે જ હોય ?
દાદાશ્રી : ના, ના. વ્યવસ્થિત પ્રમાણે નહિ. કૃપા પ્રમાણે વ્યવસ્થિત
આવીને ઊભું રહે.
આપ્તવાણી-૧૧
પ્રશ્નકર્તા : તો તમને તમારા માટે તો બધાં સરખાં જ હોય ને ? દાદાશ્રી : અમને બધાં ય સરખાં, અને કૃપા જુદી જુદી ! પ્રશ્નકર્તા : તમને જો બધાં સરખાં હોય તો કૃપા કેવી રીતે જુદી જુદી હોય ?
૨૩૨
દાદાશ્રી : અમને સરખાં છે ય ખરાં. પણ બધાં જુદાં જ છે ને ! વાણી ય જુદી છેને બધાંની ?
પ્રશ્નકર્તા : તો પછી કૃપાનું મૂળ કારણ શું ?
દાદાશ્રી : સોગીયું મોઢું કરીને બેસી રહ્યો હોય એની પર કૃપા તો શી રીતે થાય ? સોગીયું મોઢું કરીને બેસી રહે અને કહેશે ‘મને કૃપા ઉતારો’. અરે, આવું ના ઉતરે ! બુદ્ધિ વાપરે ત્યાં કૃપા જરા ઓછી થાય.
પ્રશ્નકર્તા : તો એ સામેવાળાનું વ્યવસ્થિત જ થઈ ગયું ને, કારણ કે એને એટલી કૃપા ઓછી મળવાની હોય એટલે એ બુદ્ધિ વાપરે. કૃપા ઓછી મળવાની હોય એટલે સામેનો માણસ સોગીયું મોઢું લઈને જ બેસે.
દાદાશ્રી : ના, એવું નહિ. એણે ભાવ રાખવાનાં છે. ‘મારે કૃપા પ્રાપ્ત કરવી છે’ એવો ભાવ ! જેમ ચેતતો કેવો રહે છે ને કે ‘વિરાધના ના થાય, વિરાધના ના થાય !' અરે, કંઈ નહિ થઈ જાય. પણ ના, એ ચેતતો રહે. તમને નથી લાગતું, વિરાધના ના થાય એટલા માટે ખૂબ ચેતે લોકો ?! ભગવાનની કોઈ જગ્યાએ વિરાધના ના થાય. એવું આરાધના અવશ્ય કરો. એટલે કૃપા અવશ્ય પ્રાપ્ત થાય.
પ્રશ્નકર્તા : દાદા, આપની કૃપાથી વ્યવસ્થિત બદલાઈ જાય ? દાદાશ્રી : હા, વ્યવસ્થિત એ કૃપા પછી આવે. પહેલું વ્યવસ્થિત પછી કૃપા, એવું નહીં !
પ્રશ્નકર્તા : પણ વ્યવસ્થિત તો ગયા અવતારનાં બધા કોઝીઝના પરિણામરૂપે છે.
દાદાશ્રી : હા, પણ આ કૃપા આનો એક સંજોગ, સાયન્ટિફિક