Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 130
________________ આપ્તવાણી-૧૧ ૨૨૯ નિશ્ચય વ્યવસ્થિતના તાબે નહિ ? દાદાશ્રી : ના, એ વ્યવસ્થિતના તાબે નહિ. એ ફક્ત નવો પુરુષાર્થ છે. આવતા ભવમાં પચ્ચે બંધાય એવો. એ ભવમાં ત્યાં આગળ પાછો પ્રભુની પાસે બેઠાં બેઠાં, તે ઘેર બેઠાં બેઠાં મહેનત કર્યા વગર મળી આવે બધું, સંજોગો એવું જોઈએ, બધું ? તેની બધી તૈયારી છે, અપર કલાસની. સમજ પડીને ! નિશ્ચય આપણે કરવો પડે. વ્યવસ્થિત નિશ્ચય ના કરે. પડે ફેર ભોગવટામાં ! પ્રશ્નકર્તા : વ્યવસ્થિતરૂપે થવાનું છે તે થાય છે. પણ આ જ્ઞાન થી વ્યવસ્થિતમાં જે થવાનું છે એમાં કંઈ ફેર પડે ખરો ? દાદાશ્રી : એ જ્ઞાનથી તો બધો ફેર ન પડી જાયને. એવું છે ને વ્યવસ્થિતમાં શું આવ્યું ? કે અજ્ઞાનીને વ્યવસ્થિત કેવું છે ? અજ્ઞાનતા સાથેનું છે અને જ્ઞાનીને વ્યવસ્થિત કેવું છે ? જ્ઞાન સાથેનું છે. અજ્ઞાનીને છે તે ખોવાઈ ગયા હોય રૂપિયા પાંચસો-સાતસો તો રો-કકળાટ કરે. એ અજ્ઞાનતા છે એની. અને જ્ઞાન સાથે તો શાંતિ સાથે રહે. ‘જ્ઞાની વેદે પૈર્યથી, અજ્ઞાની વેદે રોઈ.” પ્રશ્નકર્તા : પણ જે થવાનું છે એ તો થવાનું છે. દાદાશ્રી : એમાં ફેરફાર કશો થાય નહીં. પણ જ્ઞાનથી હલકું બહુ થઈ જાય. અજ્ઞાનથી આપણે ગાંઠ વાળેલી હોય પૂર્વભવની તો આમ છોડવા જઈએ તો પછી વધારે ઊલ્ટી બંધાય. અને આ જ્ઞાનથી, ગાંઠોમાં હાથ જ મારીએ ને તો છૂટી જાય. એટલું હલકું થઈ જાય. પ્રશ્નકર્તા આપણે જો જ્ઞાતા-દ્રષ્ટા રહીએ તો વ્યવસ્થિતમાં ફેરફાર થાય ખરો ? બદલાય ?. દાદાશ્રી : વ્યવસ્થિત તો બધું ફેરફારવાળું છેને, જ્ઞાતા-દ્રષ્ટા રહે તેને બધું ય વ્યવસ્થિત ફરી ગયું. પેલો ગાળો ભાંડે પણ આપણે જ્ઞાતા ૨૩૦ આપ્તવાણી-૧૧ દ્રષ્ટા રહ્યા, એ ગાળ ભાંડનાર કોણ, તેના જ્ઞાતા-દ્રષ્ટા રહ્યા. ગાળ કોને ભાંડે છે, તેના જ્ઞાતા-દ્રષ્ટા. ગાળ ભાંડનાર કોણ કોણ છે ? એકલો મૂઓ છે. એક-બે જણ છે. એક નિર્દોષ હોય અને બીજો દોષિત હોય. આ ગાળ કોને ભાંડે છે, એ તે પણ જાણતો હોય. એવી રીતે જેને આ ઉઘાડ થયેલો છે તેને વાર ના લાગે ને ! પ્રશ્નકર્તા : વાર ના લાગે, પણ એટલે વ્યવસ્થિતમાં ફેરફાર થાય ? દાદાશ્રી : વ્યવસ્થિતમાં ફેરફાર જ થઈ ગયો ને ! છો ને બારસો મણ ગાળો ભાંડતો હોય પણ વ્યવસ્થિતમાં ફેરફાર થયું. એ વ્યવસ્થિત અડ્યું જ નહીંને ! પ્રશ્નકર્તા: ‘ગાળો દીધી’ એ આપણે જોયું અને કોને ગાળો દીધી’ એ પણ આપણે જોયું ! દાદાશ્રી : વ્યવસ્થિત એટલે શાથી? વ્યવસ્થિત એટલે શું ? કે ભઈ, આ બનવા યોગ્ય હતું તે બન્યું છે અને તે એક્કેક્ટ છે. આપણને એવું કર્મફળ મળ્યું છે. પણ એ જેને ભોગવે તેને, પણ જ્ઞાતા-દ્રષ્ટા રહે તેને વ્યવસ્થિતનો શો હિસાબ છે ! આ અવલંબન કોને જરૂર છે ? વેદતો હોય તેને. આપણે ત્યાં પાંચ-સાત મહેમાન આવ્યા છે, પછી ત્રણ જણ પાછા બીજા આવ્યા. એટલે મનમાં છે તે ઉપાધિ થવા જાય, તો આપણે દાદાના જ્ઞાનમાં રહીએ કે વ્યવસ્થિત છે ને જે થયું તે ખરું. તે એને એ વ્યવસ્થિત હેલ્પ કરે છે, ત્યાં આગળ. પણ જે જ્ઞાતા-દ્રષ્ટા છે એને તો કોઈની હેલ્પની ય જરૂર નથી અને એને ના, હેલ્પની જરૂર નથી. પ્રશ્નકર્તા: એ તો જેમ છે તેમ જુઓ જ્ઞાતા-દ્રષ્ટામાં, એ જ થયુંને ! દાદાશ્રી : હા. અપવાદરૂપ ફેરફાર, જ્ઞાતીની આજ્ઞાથી ! પ્રશ્નકર્તા : આપને પૂછેલું કે, અમારી આ જે વાણી છે એ વાણી બરાબર નથી. વાણી સુધારવા માટે શું કરવું ? કે અમારી વાણી જે છે, એ તો આગળથી ચાર્જ થયેલી બેટરી છે. અને પછી “ડીસ્ચાર્જ થાય. તો

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155