Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 142
________________ આપ્તવાણી-૧૧ ૨૫૩ કેરીઓ આવી હોય અને ઉનાળાની સિઝનમાં મળે ને, આ રોજ તો કેરીઓ મળે નહીં, તો એ કેરીઓ આવી હોય તો ખાવ નિરાંતે, મહીં ઘી લઈને ખાવ ! જોડે શું કહું છું કે આપણે છે ને રસ-રોટલી, કેરીઓ સરસ હોય હાફુસ અને રસ કાઢ્યો હોય તે ભેગું કરીને નહીં ખાવાનું. આ કેરીઓ ટેસ્ટથી ખાજો. ફાઈલનો સમભાવે નિકાલ કરજો. ટેસ્ટથી ખાજો, ભેગું ખાવાનું ન હોય આ. કારણ કે મનને એ થવી જોઈએ, શું થવું જોઈએ ? તૃપ્તિ થવી જોઈએ. હવે પછીની જે ફાઈલો હશેને તમારી, એનો નિકાલ એ તૃપ્તિ થવા માટેનો જ છે. એટલે આપણે કંઈ ભેગું કરવાનું નહીં, ખાજો નિરાંતે, આરામથી એમ. હું હઉ ખઉં છું. તે નિરાંતે, ને બોલો મેં સહેલું દેખાડ્યું છે કે અઘરું દેખાડ્યું છે ? કશું છોડવાનું કહ્યું નથી, છે કશી ભાંજગડ ? પ્રશ્નકર્તા : મૂળ જ છોડાવી દીધું, પછી હવે બીજું કયું રહ્યું ? દાદાશ્રી : બધું જતું રહ્યું, દુ:ખે ય નહીં ને કશું નહીં, એ ય નિરંતર સમાધિમાં, છોકરાઓ સમાધિમાં રહે છે ! અમે કેરી ખાતા હોઈએ અગર ખોરાક લેતા હોય, તે ઘડીએ આ સત્સંગ અમને યાદ ના રહે. તમે બહાર આવ્યા હોય ને, એ જ્ઞાન અમને કહ્યું હોય કે ચંદુભાઈ આવ્યા છે, તો અમે જમતા હોય, તે ઘડીએ યાદ આવે ને તમારું, તો અમે કહીએ પછી થોડીવાર પછી આવજો. હમણે જમી લેવા દો. એ તો તમે આવ્યા, એ તો ભૂતકાળ થઈ ગયો. એટલે અમે વર્તમાનમાં રહીએ. આ જમવાનું આવ્યું ને હે ય... હાફુસની કેરીઓ નિરાંતે ! ખાવું થોડુંક, પણ ચાવી ચાવીને.. પ્રશ્નકર્તા: ઉપયોગપૂર્વક. દાદાશ્રી : એ બીજું કશું નહીં, વર્તમાનમાં જ. અમે વર્તમાનમાં રહીએ. તેથી લોકો કહે, ‘દાદા, તમે ટેન્શનરહિત છો !” મેં કહ્યું, “શેનું ટેન્શન મૂઆ ' વર્તમાનમાં રહે તો ટેન્શન હોતું હશે ! ટેન્શન ભૂતકાળમાં ખોવાઈ જાય તેને હોય. ભવિષ્યનું ગાંડપણ કરે તેને હોય, અમારે ટેન્શન ૨૫૪ આપ્તવાણી-૧૧ શું ! અને મેં તમને એ જ પદ આપ્યું છે. આપ્યું છે કે નહીં આપ્યું ? પ્રશ્નકર્તા: આપ્યું છે ને, વ્યવસ્થિત પૂરેપૂરું જો સમજાઈ જાય, તો પછી કોઈ ટેન્શન છે જ નહીં. દાદાશ્રી : સમજવાની જ જરૂર છે. ભૂતકાળ તો ગયો ને વર્તમાનમાં રહેવાનું. વર્તમાનમાં રહેવાય કે ના રહેવાય ? પ્રશ્નકર્તા : રહેવાય. દાદાશ્રી : વર્તમાનમાં રહે, એને “જ્ઞાની' કહ્યા ભગવાને ! અને અજ્ઞાની ભવિષ્યકાળમાં રહે અને નહીં તો ભૂતકાળમાં રહે, વર્તમાનકાળમાં રહે નહીં કોઈ દહાડો ય ! અહીં ખાતી વખતે એ તો ક્યાંય ગયો હોય? તમારા તાબામાં શું કહ્યું ? વર્તમાનકાળ. અને વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાં ય ! એટલે નિરંતર વર્તમાન વર્યા કરે ! એટલે હું વર્તમાનમાં રહું છું ને તમને વર્તમાનમાં રહેવાનું શીખવાડું છું. વાંધો છે એમાં ? કાયદેસર છે પાછું. ભગવાને શું કહ્યું, વર્તમાનમાં રહેવાનું કહ્યું છે. મૂર્નો ઉભામે ભૂતકાળ ! વ્યવસ્થિત છે, તે શું કહે છે ? કે ભૂતકાળ ગોન. ભૂતકાળને તો કોઈ મુર્ખ ય ઉથામે નહીં. કોઈ એક મિનિટ પહેલાં દસ હજાર પાઉન્ડ કાપી ગયો, એ થઈ ગયું ભૂતકાળ. તે ભૂતકાળને ઉથામવું એ ભયંકર ગુનો છે. પ્રશ્નકર્તા : ઉથામાઈ જાય છે, આપે કહ્યું ને ભૂતકાળને ઉથામવો એ ભયંકર ગુનો છે, પણ ઉથામાઈ જાય છે. દાદાશ્રી : ઉથામાઈ જાય છે તેને ય આપણે જાણવું જોઈએ. એના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાનું છે. આત્મા આપેલો છે, એ આત્મા જેવો તેવો નહીં, નિરંતર એક ક્ષણ પણ સમાધિ ના જાય એવો આત્મા આપેલો છે. અને એવા કેટલાય મહાત્માઓ છે કે જેને એક ક્ષણ પણ સમાધિ જતી નથી. વકીલો હોય તેને ય જતી નથી. પંદર-વીસ હજાર માણસો મારી પાસે છે કે જે વ્યવસ્થિત સમજયા

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155