Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 139
________________ ૨૪ આપ્તવાણી-૧૧ ત્યાં જ એને નિકાલ કરી નાખવાનો. પ્રશ્નકર્તા : વર્તમાનમાં વર્તવું એક્કેક્ટલી, આમ દાખલાસહિત સમજાવો. દાદાશ્રી : અત્યારે તમે શેમાં છો ? કુસંગમાં છો કે સત્સંગમાં છો ? હોટલમાં છો કે શેરબજારમાં છો એ ના ખબર પડે તમને ? ક્યાં બજારમાં છો ? પ્રશ્નકર્તા : સત્સંગમાં છું. ૨૪૮ આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : જતું રહે. દાદાશ્રી : તે ઘડીએ, છોકરાનો વિચાર આવે તો ગેટ આઉટ, ઓફિસમાં આવજે. ના બોલાય એવું ? પ્રશ્નકર્તા : હા, કહેવાય. દાદાશ્રી : એવું ‘કેમ આવ્યું છે', એવું કહેવાય નહીં. એ તમે બોલાવ્યા એટલે આવ્યા છીએ. પણ આપણે કહેવું, ‘અહીં નહીં. કમ ઈન ધી ઓફિસ’. અને રસ-રોટલી ખાતી વખતે યાદ આવ્યું, અમુક જગ્યાએ જાત્રામાં જવાનું છે, ત્યાં મારું જમવાનું કંઈ ઠેકાણું પડશે નહીં ! અલ્યા મૂઆ, આ અહીં શું કરવા આવ્યું ? એવું વિચાર આવે મહીં, ના આવે ? પ્રશ્નકર્તા : આવે મહીં. દાદાશ્રી : તો આપણે શું કહેવાનું ? અહીંથી ગેટ આઉટ. એ ત્યાં જે હશે, ત્યાંનું જોઈ લઈશું અમે. ઓન ધી મોમેન્ટ કહી દેવું. એટલે લોકો તો ઓફિસોમાં ય એવો હિસાબ રાખે છે, ડૉકટરને મળવાનો ટાઈમ, ટાઈમ ટુ ગો. તો લોકો ગોઠવાઈ જાય છે નહીં ? અને ટાઈમ ન રાખ્યો હોય તો ? દાદાશ્રી : સત્સંગમાં છો. એટલે અત્યારે વર્તમાનમાં વર્તો છો તમે. હવે ચાર દહાડા પહેલા છસો રૂપિયા તમારા ખોવાઈ ગયા હોય, એ યાદ આવે એટલે ભૂતકાળ થઈ ગયું. એને યાદ કરો અહીં આગળ વર્તમાનમાં, તો ભૂતકાળ ખેંચી લાવ્યા. અને અહીં આવતાં અડચણ પડી હોય ને, વિચાર કરીએ કે સાલું અડચણ પડશે, હવે તો આમ કરવું છે ને તેમ કરવું છે, અહીં આગળ બેઠા બેઠા વર્તમાનમાં, ભવિષ્યકાળનું વિચાર કરીએ એ ભવિષ્યકાળ કહેવાય. એ વર્તમાનમાં વર્તવાનું કહીએ છીએ. શું ખોટું કહીએ છીએ ? સમજાઈ ગયું પૂરું ? પ્રશ્નકર્તા : હવે સમજાઈ ગયું. દાદાશ્રી : ગઈ સાલ છોકરો મરી ગયો હોય એ સત્સંગમાં યાદ આવેને તો એ મનનો સ્વભાવ છે, દેખાડે છે, તો પોતે ભૂતકાળમાં ખોવાઈ જાય. નહીં તો બાકી એમ ને એમ ખોવાય એવો માણસ નથી. આ કોઈ સળી કરનાર જોઈએ. કોઈ ડખલ કરનાર હોય તો તરત મન મહીં બૂમ પાડે, મન દેખાડે, ‘છોકરો મરી ગયો છે ને ! મારો છોકરો...’ ‘હવે એ તો ગયું. અમારે અહીં શું લેવાદેવા. અહીં કેમ લઈને આવ્યો, આ ફાઈલ તો, ઓફિસની ફાઈલ અહીં કેમ લઈને આવ્યો ?” હાંકીને, કાઢી મેલવું. એવું વિભાજન ના કરતાં આવડે તો શું થાય ? રસોડામાં ય છોકરો મરી ગયેલો લાગે, એટલે પછી હૈ.... રસ-પૂરી હોયને ! તો બળ્યું સુખ ના જતું રહે ? પ્રશ્નકર્તા : ગમે ત્યારે આવે. દાદાશ્રી : મારા જેવા તો ડૉકટરે ટાઈમ ન રાખ્યો હોય તો પેસી જ જાય ને ! પ્રશ્નકર્તા : હા, પેસી જાય. દાદાશ્રી : એટલે એ ટાઈમ રાખવો જોઈએ. એવું આપણે મહીંવાળા માટે ટાઈમીંગ રાખવો જોઈએ. એ ગમે ત્યારે આવે ને બૂમાબૂમ કરે. એ મૂઆ ખાવા ય ના દે પછી. તે પેસવા જ શું કરવા દીધું, એના બાપનું રાજ છે ? આપણે જીવતાં છીએ. ત્યાં તો એ બધા મરેલાં છે. અમારું આ બધું વિભાજન બરાબર છે ને ?! પ્રશ્નકર્તા : એકદમ બરાબર છે.

Loading...

Page Navigation
1 ... 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155