________________
૧૪)
આપ્તવાણી-૧૧
આપ્તવાણી-૧૧
૧૩૯ હું કેવું સરસ બોલ્યો ! કારણ કે વ્યવસ્થિત બોલે છે, એમાં મારે શેનો લાભ ખોળવાનો ?! એ સામો ગાળો ભાંડે છે તો ય વ્યવસ્થિત છે, સામો મને માન આપે કે દાદા, તમારા જેવા દુનિયામાં પાક્યાં નથી. તે ય પણ મારે શું લેવા ? હું તો હું જ છું, મારે આના શબ્દ જોડે લેવાદેવા નથી, વર્તન જોડે લેવાદેવા નથી, હું તો ફક્ત કેવળજ્ઞાન સ્વરૂપ છું. બીજું કશું છું જ નહીં ત્યાં આગળ ! મને શું અડે જગતનું ?!
જે વીતરાગ થઈને બેઠા એને શું અડે ? અને છેવટે વીતરાગ થવાનું છે. પણ પ્રયોગમાં હાથ ઘાલીએ તો તો આપણે દઝાઈએ. એટલે એનાં ઉપરથી ખબર ના પડે કે મારી ભૂલ છે આ !
પ્રશ્નકર્તા : સમજાય, તરત સમજાય.
દાદાશ્રી : તરત સમજણ પડે કે આ મારી ભૂલ છે . હવે ‘જ્યારે ત્યારે એ ભૂલ કેમ થાય છે ?” ત્યારે કહે, “ભૂલ ના થાય તો અનુભવ જ્ઞાન થાય નહીં. એ ભૂલ થાય છે એ તપ છે મોટું, નહીં તો તપ ઉત્પન્ન થાય નહીં ને ! તપનાં પાયાની જરૂર છે જ.' અમને બહુ તપ થયેલાં એવાં જબરજસ્ત તપ થયેલાં. આ તમે તો શું જોયું છે ? તમે તો તપ જોયું જ નથી ! કારણ કે અમારે તો માથે કોઈ નહીં ને ! એટલે જાતે ને જાતે કરવા પડેલાં ને ! આખી રાત જાગવું પડે એવા તપ કરવા પડેલાં. કોઈએ કશો શબ્દ કહ્યો હોય ને તો આખી રાત જાગવું પડે એવાં ! એ તમારે તો બે-પાંચ મિનીટ તપ રહીને પછી બંધ થઈ જાય પાછું. કારણ કે તમને તો જ્ઞાન છે સાથે. કારણ કે પહેલાં અમારે તો જ્ઞાન વગર ચલાવાનું.
પ્રશ્નકર્તા : જ્ઞાન થતાં પહેલાં.
દાદાશ્રી : હં. તમારે તો રોફ છે, જ્ઞાન સાથે ને ! જુઓને, કેવા રોફથી સુઈ જાય છે ! ધડ દઈને ઓઢીને સૂઈ જાય છે. દાદા ઓઢ્યા વગર સૂઈ જાય તો ય વાંધો નહીં.
હું તપવાળો માણસ છું પહેલેથી. તમે હજુ તપમાં પડ્યા નથી, જોયું નથી તપ, તપ જોયું છે તમે ? જે આવી પડ્યા તે તપ કરો છો, પણ નથી આવી પડ્યા તે ? પ્રાપ્ત નથી તેને ? ઓઢોને નિરાંતે ! અને મારે તો આ બીજું ઓઢવાનું મૂકો છો, તો ય મેં કહ્યું, ‘બાજુએ મૂકી રાખો. બીજું છે, આ એક છે ને આ બીજું છે, તે બાજુએ મૂકી રાખો, લાંબા વખતે અડચણ પડશે, તો જરાક ઓઢીશું.”
પ્રશ્નકર્તા : બહુ વધુ ઠંડી હોય તો જ.
દાદાશ્રી : ઠંડી જબરજસ્ત પડે. શરીરમાં સવારમાં લોહી ફરતું બંધ ના થઈ જાય એટલું જોવું પડે આપણે. શું કરશો તો ? નાસ્તો કર્યા વગર ચાલવાનું છે કંઈ ? તો દાઢી-બાઢી નહીં કરવી પડે ?! એવી રીતે આ બધો વ્યવહાર છે ને !
પ્રશ્નકર્તા : કરવું પડે બધું.
દાદાશ્રી : અમે વ્યવસ્થિત શબ્દ આપેલો છે. વ્યવસ્થિત તો ઠેઠ મોક્ષ જ રાખે એવો છે. આ તો લોકોએ કહે છે ને, કે તમે વ્યવસ્થિત આપ્યું છે, એકલું વ્યવસ્થિતના જ્ઞાનમાં રહે તો મોક્ષમાં જાય ! કેવું સરસ વ્યવસ્થિત આપ્યું છે ને ! એકલું વ્યવસ્થિત સમજે એની પાછળ પડે કે આ ય વ્યવસ્થિત ને તે ય વ્યવસ્થિત. મને ગાળો ભાંડી તે ય વ્યવસ્થિત, ધોલ મારી તે ય વ્યવસ્થિત. ‘આવો, પધારો’ કહે તે ય વ્યવસ્થિત. કોઈ જગ્યાએ અમારે એમે ય કહેવું પડે, “અમારા ફલાણા ભાઈ છે અને અમારા ફલાણા ભાઈ આવા છે અને એ લાખો રૂપિયા આપે છે', એ બધું પણ વ્યવસ્થિત, આપણે શું લેવાદેવા ? આ તો ટેપરેકર્ડ બોલે અને હું ય એમ જાણે કે વ્યવસ્થિત છે. મારે કંઈ લેવાદેવા નથી. શું નીકળ્યું એ જોવું.
પ્રશ્નકર્તા : બરાબર છે.
દાદાશ્રી : સહેજ પણ, અમે સહેજ પક્ષમાં પડીએ ને તો બીજે દહાડે અમારાં દર્શન કરે ને તે ઘડીએ દ્રષ્ટિ બદલાયેલી હોય. દ્રષ્ટિમાં વીતરાગતા ના દેખાય. એ તો જોતાં આવડે, તમને બધાંને ના આવડે ?
પ્રશ્નકર્તા : ના, ના, દાદા. એમ ચાલે નહીં,
દાદાશ્રી : ના, એમ નહીં. પણ મારું કહેવાનું, મારે જરૂર નથી.