Book Title: Aptavani 11 U
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 104
________________ આપ્તવાણી-૧૧ ૧૭૯ એમ કેમ નથી કહેતો કે હવે બેસી રહોને, હવે જમવાનું મળે તો ઠીક છે, નહીં તો કંઈ નહીં, ‘વ્યવસ્થિત’ છે ! એવું નથી બોલતો ને ? ‘વ્યવસ્થિત'નો દુરુપયોગ કરે એ ગુનો છે. મતતાં શમે ઝાવાદાવા ત્યાં ! ૧૭૮ આપ્તવાણી-૧૧ બધાં ઉપચાર-બુપચાર બધા કરવાના. મહીં ભય લાગે, અંદર ભય લાગ્યા કરતો હોય તો કહેવું વ્યવસ્થિતમાં જે હશે એ થશે. પણ ભય લગાડવાની જરૂર નથી. વ્યવસ્થિત ક્યારે કહેવાય ? એ ટપ થયા. એટલે પછી આપણે કહેવું વ્યવસ્થિત છે. ટપ થયાની સાથે કહી દેવું વ્યવસ્થિત. ‘આ કોણે કર્યું ?” ત્યારે કહે, ‘વ્યવસ્થિત'. કોઈપણ વસ્તુ ભૂતકાળ થઈ ગયો એટલે વ્યવસ્થિત જ કહેવું. પણ ‘બનવાનું છે' એને વ્યવસ્થિત કહેવું નહીં. થયા પછી કહો, અને ભય લાગતો હોય તો નક્કી કરવું કે છે વ્યવસ્થિત પણ મારે તો ચોક્કસાઈ રીતે રહેવું જોઈએ. મારે ભય રાખવાનું કોઈ કારણ નથી. મારે તો ચોક્કસ રીતે જ ચાલવું છે. આટલું જ સમજવાની જરૂર છે. કારણ કે વૈજ્ઞાનિક હોય છે રીત. આ ગપ્પાં મારે એ રીતે ચાલે નહીં, સૈદ્ધાંતિક હોવી જોઈએ. ક્યારે પણ ન તૂટે એવું હોવું જોઈએ. ભઈ ઓફ થઈ ગયો, એ યોગ્ય બનવાનું હતું તે બની ગયું. હવે આમાં કશું અમારો દોષ નથી. ડૉક્ટરના હાથે મર્યો હોય તો ડૉકટરનો દોષ નથી. એ તો આપણાં લોકો ખોટા આરોપ માંડે છે દાવા માંડે છે. એ તો કંઈ રીત છે ? એ નિમિત્ત છે બધાં! પ્રશ્નકર્તા : અમારે ‘વ્યવસ્થિત'નું અવલંબન ક્યારે લેવું ? દાદાશ્રી : ગજવું કપાયા પછી, કારણ કે ‘વ્યવસ્થિત'નું સીધું. અવલંબન કોણ લે ? સંપૂર્ણ જ્ઞાન હોય તે જ લે. બીજા તો જરાક ડખો કરી નાખે, “વ્યવસ્થિત'નો દુરુપયોગ કરી નાખે. એટલે પતી ગયા પછી કમ્પ્લીટ’ ‘વ્યવસ્થિત' કહેવાનું અને ભવિષ્યનો વિચાર આવે ત્યારે ‘વ્યવસ્થિત' છે કહેવું પાછું. પ્રશ્નકર્તા : કેટલીક વખતે વાતચીતમાં અંદર ‘વ્યવસ્થિત છે, વ્યવસ્થિત છે', બોલે અને કામની શરૂઆતે ય ના કરી હોય. દાદાશ્રી : ના બોલાય એવું, જોખમ છે એ. એ તો જ્ઞાની પુરુષ ચાહે તો કરે, બાકી બીજા બધાને તો હજુ સંપૂર્ણ શુદ્ધ ઉપયોગ છે નહીં, એટલે જોખમ લાવે. ‘વ્યવસ્થિત’ કહીને, આંખો મીંચીને કંઈ ચાલતા નથી ?!! રસ્તામાં આંખો મીંચીને ચાલે ખરો ? કેમ ‘વ્યવસ્થિત’ કહીને ચાલતો નથી ? ત્યાં તો ઉઘાડી આંખે ચાલે છે અને ‘વ્યવસ્થિત’ કહીને પ્રશ્નકર્તા : વ્યવસ્થિત બોલવાનું જ છે, એ ઊઘાડી આંખે ગાડી ચલાવીએ, પછી એક્સિડન્ટ થાય, એને ‘વ્યવસ્થિત છે” એમ બોલવું તો એનો ખુલાસો આપની પાસે માંગું છું કે એને વ્યવસ્થિત ગણવું કે વ્યવસ્થિત માનવું કે શાબ્દિક રીતે બોલવું ? દાદાશ્રી : એ હું તમને ફોડ પાડું. જેનું મન હજી ઝાવાદાવા કરતું હોય ત્યારે આપણે બોલવું પડે કે ‘વ્યવસ્થિત છે'. એટલે મન ઝાવાદાવા કરતું બંધ થઈ જાય અને પછી ઘણાં કાળની પ્રેકટીસ પછી મન ઝાવાદાવા કરતું બંધ થઈ જાય એટલે તમારે માન્યા જ કરવાનું છે. પણ એમ ને એમ માને તો મન પેલું ઝાવાદાવા કરશે. એટલે ત્યાં સુધી બોલવાનું કહ્યું છે. ‘વ્યવસ્થિત છે” એવું બોલ્યા એટલે પેલું મન સમજી ગયું કે “આ શેઠ બોલ્યા. હવે આપણાથી કશું બોલાય નહીં. શેઠે મંજૂર કરી દીધું’ કહેશે. પ્રશ્નકર્તા : એટલે એ જીભેથી બોલાય એમ કહ્યું, નહીં તો મનથી પણ બોલાય. દાદાશ્રી : ના, એમ નહીં. જે બોલ બોલ્યાને તેને મન સમજી ગયું કે “આ વ્યવસ્થિત શેઠ બોલ્યા, હવે મારાથી તો કશું બોલાશે નહીં.” મન ઝાવાદાવા કરતું બંધ થઈ જાય. એટલા માટે અમે આ લખેલું છે. અમારે ‘વ્યવસ્થિત છે' એવું બોલવું ના પડે. તમારે ય કેટલી બાબતમાં વ્યવસ્થિત એમ બોલવું ના પડે. કેટલીક બાબતમાં મન ઝાવાદાવા કરે તેવી બાબતમાં તમારે બોલવું પડે અને તો ય ઝાવાદાવા કરતું હોય તો બે વખત બોલવું પડે ‘વ્યવસ્થિત જ છે, વ્યવસ્થિત છે.' કારણ કે બધું પરભાયું છે. આ એક નથી. બધા પોતપોતાનું લઈને બેઠેલા છે. દરેકનાં ઘર જુદા. પ્રશ્નકર્તા : કંઈ ઘટના બની ગઈ અને ઘરના ખૂણે બોલીએ ‘વ્યવસ્થિત છે? તો ચાલી જશે. પણ હું શેરીમાં બોલું વ્યવસ્થિત છે?

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155