________________
૧૯૨
આપ્તવાણી-૧૧
પછી ભક્તિ કરવામાં લાભ ખરો કે નહીં ?
દાદાશ્રી : આ આપણી પાંચ આજ્ઞા પાળો એ ભક્તિ જ છે ને. એની મહીં જે ભક્તિ આવે એ બધો જ પુરુષાર્થ છે. હવે છેવટે આત્માની ભક્તિ કરવાની છે, એ પુરુષાર્થ છે. અને પેલી ભક્તિ એ આપણે મંદિરમાં જતા હોય ને એ બધું છે તે પુદ્ગલને આધીન છે. ત્યાં ય આપણે વાંધો નથી. વ્યવસ્થિતમાં હોય તો જવું. ના હોય તો ના જવું. એટલે વ્યવસ્થિત કહેવાનો શું ભાવાર્થ કે આ પુરુષાર્થ કરજો. બીજું બધું તમારે ચિંતા કરવા જેવું નથી, વ્યવસ્થિત જ છે. ડોન્ટ વરી ફોર પુદ્ગલીક, એવું કહેવા માંગીએ છીએ ! આપને કંઈ ગેડ બેસે છે ?
શુદ્ધ ઉપયોગ એ જ પુરુષાર્થ !
(૮)
પુરુષાર્થ - કેવળજ્ઞાત સુધીનો
આત્મભાવે રિયલ પુરુષાર્થ !
પ્રશ્નકર્તા ઃ આપ કહો છો કે બધું વ્યવસ્થિત છે. તો પછી આપણે આ મોક્ષે જવાનો પ્રયત્ન શા માટે કરવો જોઈએ ?
દાદાશ્રી : મોક્ષે જવાનો તો પુરુષાર્થ છે, પ્રયત્ન નથી. તમે આત્મા સ્વરૂપ થયા એટલે પુરુષ થયા ને ! પુરુષ ને પ્રકૃતિ બે જુદી પડી ગઈ. અને પુરુષ ને પ્રકૃતિ જુદાં પડ્યાં પછી જ પુરુષાર્થ ચાર્જવાળો છે મોક્ષનો.
પ્રશ્નકર્તા : પણ વ્યવસ્થિત છેને બધું !
દાદાશ્રી : પુરુષાર્થ વ્યવસ્થિત નથી. આ પુદ્ગલ વ્યવસ્થિત છે. આ ખાવ, પીવો, એ બધું કરો એ પુદ્ગલની બાબત છે અને તે વ્યવસ્થિત છે, વ્યવસ્થિતમાં હોય તો થાય. નહીં તો ના ય થાય. અને આમ પુરુષાર્થ એટલે મારી આજ્ઞા પાળવી એ, આજ્ઞા પાળવાની ભક્તિ કરવી, એ સાચો પુરુષાર્થ.
પ્રશ્નકર્તા: આ જે પાંચ પ્રિન્સિપલ્સ છે એ અમે અનુસરીએ અને
પ્રશ્નકર્તા : આ જે હું પેલી વાત કરતો હતો, પુરુષાર્થની અને પૂર્વનિશ્ચિતની. એ વિજ્ઞાનમાં બરાબર નથી વાત બેસતી એટલે ડખાડખ અમને મનમાં થયા કરે છે.
દાદાશ્રી : એ ફીટ થાય ત્યારે જ આપણને સમાધાન રહે.
પ્રશ્નકર્તા : આપણે એકવાર નક્કી કરીએ કે બધું વ્યવસ્થિત છે અને બીજી બાજુ આપણે એમ કહીએ કે પુરુષાર્થ આપણા હાથમાં છે.
દાદાશ્રી : પુરુષાર્થ ધર્મ ખુલ્લો છે. પ્રશ્નકર્તા: હા, એટલે એ ક્યારેક વિરોધાભાસ લાગે.
દાદાશ્રી : એ વિરોધાભાસ લાગે કો'કને ! પણ પુરુષાર્થ એ ધર્મ છે. પુરુષ થયા પછી પુરુષાર્થ થયો.
પ્રશ્નકર્તા : હા, પણ એ પુરુષાર્થ પણ આપણા હાથમાં છે, એમ ?!
દાદાશ્રી : પુરુષાર્થ હાથમાં છે અને આ છે તે પ્રારબ્ધ છે એ વ્યવસ્થિતના તાબામાં છે. પુરુષાર્થ પોતાના હાથમાં છે.
પ્રશ્નકર્તા : તો તો હું એટલો બધો પુરુષાર્થ કરવા માંડું કે મારો આજે જ મોક્ષ થઈ જાય, પણ નથી થતો.