________________
૧૩૬
આપ્તવાણી-૧૧ પ્રશ્નકર્તા : ગૂંચાય.
દાદાશ્રી : ગૂંચાવવાનું તો મેં રાખ્યું નથી. મેં જ્ઞાન એવું આપ્યું છે કે ગૂંચાય નહિ. કોઈ પણ પરિસ્થિતિમાં ગૂંચાય નહિ એવું આ જ્ઞાન આપ્યું છે. હાથકડી લઈને આવે તો શું થાય, એ આપણે તપાસ કરવી ? અને લઈ જવાનો તો છે જ. આ તો લઈને આવ્યો છે, તે કંઈ એમ ને એમ જવાનો છે કંઈ પાછો ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : આપણે એને શેકહેન્ડ કરીને જઈએ, એ શું ખોટું ? આવ્યો છે તે તેડી ગયા વગર રહેવાનો નથી. હવે આપણું જ્ઞાને ય આપણને કહે કે ‘વ્યવસ્થિત છે, સમભાવે નિકાલ કરો, ફાઈલ આવી છે.” તે બધી રીતે આપણને જ્ઞાન મળી ગયું. એટલે આપણે એને કહીએ, ‘લાવો તમને શેકહેન્ડ કરીએ, નહીં તો ચા પીને જાવ'. વાંધો ?
આપ્તવાણી-૧૧
૧૩૫ હવે ત્યાં આપણી બુદ્ધિ આ ઊંધે રસ્તે આપણને દોરવે છે કે આ પોલિસવાળા જોડે આપણે શું લેવા દેવા ? આ કનેકશન આખી સાયકલ તોડવા માંગે છે. વ્યવસ્થિતની સાયકલ તોડવી ના જોઈએ. એ ત્યાં આગળ પોલીસ પકડવા આવે તો કે બરોબર છે કહીએ, હું જમી લઉં અને પછી લઈ જાય, જેલમાં ઘાલે પાછું તે ય વ્યવસ્થિત. પાછું જેલમાંથી કાઢે તે ય વ્યવસ્થિત. જો જેલમાં ઘાલે એ અવ્યવસ્થિત હોય તો કાઢે જ નહીં. પણ કાઢે જ છે ને !
પ્રશ્નકર્તા: હા, કાઢે છે. બરોબર છે. જેલમાં નાખ્યો એ ય વ્યવસ્થિત અને કાઢ્યો એ વ્યવસ્થિત.
દાદાશ્રી : આટલો જ જો એક જ શબ્દ સમજી જાયને, તો એ માણસ ઠેઠ મોક્ષે પહોંચી જાય.
મોક્ષે જતારાંઓને... પ્રશ્નકર્તા : મોક્ષમાં જવાનું સહેલું પડે એવી વાત હોય એ કહો. દાદાશ્રી : કોઈ વાત તને નથી પડતી અઘરી ? પ્રશ્નકર્તા : એ આપ બતાવો એટલે ખબર પડે ને !
દાદાશ્રી : ના, પણ અઘરી પડતી હશે ને, તને. ગૂંચાતો હોય તો અઘરી કહેવાય. બીજી વાર ક્યાં ગૂંચાતો નથી તું ?
પ્રશ્નકર્તા : એવું ગૂંચાતું નથી. એવું ક્યાંય ગૂંચાતું નથી.
દાદાશ્રી : થોડું ઘણું ગૂંચાયને ? હમણે પોલીસવાળા આવ્યા હોય અને હાથકડી લઈને પહેરાવતાં હોય ત્યારે... એકદમ ગૂંચાઈ જાય ? મોક્ષે જતાં આ તો સહેલું કરવું પડશેને ? એમાં ચાલતું હશે ? એ તો પોલીસવાળાને તો આપણે કહેવું જોઈએ કે ‘ભઈ, તમે બહુ મોડું કર્યું. શા હારું આવું મોડું કર્યું ?” પોલીસવાળા હાથકડી લઈને આવ્યા હોય, ખોળતા હોય કે ‘ભઈ, ચંદુભાઈ ક્યાં છે ?” એટલે પછી ચંદુભાઈના મનમાં શું થાય ?
પ્રશ્નકર્તા : બરોબર છે.
દાદાશ્રી : આ મને નથી લાગતું એટલું ટેસ્ટ થયેલું હોય ! ટેસ્ટેડ જોઈએ ને ! આમ કંઈ ચાલતું હશે ! અમે તો પેલા ફોજદારને કહ્યું'તું કે ‘સારું થયું. દોરડું લઈને આવવું'તું ને, વાંધો નહિ. ઉલ્ટા લોકો કહેશે, અંબાલાલભાઈ આવા છે. તે લોકોને આનંદ થાય બિચારાંને !' એટલે ફોજદાર તો ગભરાઈ જ ગયો.
એટલે બધી પરિસ્થિતિ માટે તૈયાર થાવ. ગમે તે પરિસ્થિતિ આવે. કારણ કે વ્યવસ્થિત છે ને ! વ્યવસ્થિતની બહાર નથીને કશું ? હવે સમભાવે નિકાલ તો કરવો પડે ને ! તો શું જવાબ આપીએ એ લઈને આવ્યો હોય તો ? એ જાતે લઈને આવ્યો છે. એને ય બાય ઓર્ડર ! કો’કના ઓર્ડરથી આવ્યો હતો ને !
પ્રશ્નકર્તા : એના હાથમાં ય કંઈ નથી.
દાદાશ્રી : અને પેલા ઓર્ડર કરનાર સાહેબનાં હાથમાં ય કંઈ નથી, બધું કર્માધીન. આપણે ય કર્માધીન.