________________
આપ્તવાણી-૧૧
૧૬૭
૧૬૬
આપ્તવાણી-૧૧ સર્વસ્વ જાય.’ મન ફિઝિકલ છે, એ પ્રમાણે જો ચાલે તો એકદમ ખલાસ થઈ જાય ને !
જો જો પુરુષાર્થમાં અટકતા !
પ્રશ્નકર્તા : વધુ પડતી જે શ્રદ્ધા છે કે આ વ્યવસ્થિત કરાવે છે, એ આપણા પુરુષાર્થને કમ કરાવી નાખે છે, તો એ ત્યાં શું કરવું ?
દાદાશ્રી : ના, વ્યવસ્થિત કરાવે છે એવું ના બોલાય. એટલે પોતાની જ જવાબદારી છે બધી એ. કરાવનાર બીજું છે છતાં ય જવાબદારી પોતાની છે. અને જો પહેલેથી વ્યવસ્થિત કહીએને તો આગળ છે તે પ્રક્રિયા બંધ થઈ જશે. પ્રક્રિયા ચાલુ થઈ અને પછી પરિણામમાં છે તે ત્યાં ખોટ ગઈ દસ લાખ રુપિયાની એટલે કહેવાનું ‘વ્યવસ્થિત છે.” બાકી ખોટ જતા સુધી તો ઠેઠ સુધી પકડી રાખવું.
પ્રશ્નકર્તા : વ્યવસ્થિત પહેલાં બોલાય કે પછી ?
દાદાશ્રી : ખરી રીતે પહેલેથી જ છે, પણ પહેલેથી બોલે તો દુરુપયોગ થશે. કારણ કે હજી જ્ઞાન પ્રગટ થયું નથી. એવી જાગૃતિ ઉત્પન્ન થઈ નથી માટે ભૂલ થશે. અમને એમ લાગે કે આ આમ જ છે. પણ તમે એમ કહેશો તો ઉપાધિ થશે. તમને વ્યવસ્થિત એટલા માટે આપીએ કે તમને સંકલ્પ-વિકલ્પ ના થાય. બાકી આ જ્ઞાન, નહીં તો તીર્થકર ખુલ્લું ના કરત ? શું એ આ જ્ઞાન ન્હોતા જાણતાં ? જાણતા હતા, પણ ખુલ્લું નહોતું કર્યું. ફોજદાર પકડવા આવે તો ‘વ્યવસ્થિત’ કહો એટલે તમને સંકલ્પ-વિકલ્પ ના થાય. બાકી વ્યવસ્થિત તો પહેલેથી જ છે. તમને જાગૃતિ ના રહે માટે પહેલેથી વ્યવસ્થિત ના કહેવાય. લપસવાની જગ્યાએ કહેવું પડે કે ‘લપસાય તેમ છે માટે ચેતતા રહેજો.’
આપણી પાંચ આજ્ઞાઓ ત્રિકાળી સત્ય છે. પણ અપેક્ષાએ સમજવાની છે. સહુ સહુના ગજા પ્રમાણે સમજવાની છે.
પ્રશ્નકર્તા : બધું વ્યવસ્થિત ગોઠવાયેલું તો છે ને ?
દાદાશ્રી : ભૂખ લાગે છે ત્યારે કેમ વ્યવસ્થિત નથી કહેતો ? કૂવા ઉપર બેઠો હોય તો આમ કેમ જોઈને ચાલે છે ? વ્યવસ્થિત બોલાય નહીં. મહીં પડી ગયા પછી કહેવું કે વ્યવસ્થિત છે.
પ્રશ્નકર્તા ઃ હા, એટલે પુરુષાર્થ કરવો જ જોઈએ એનો અર્થ ?
દાદાશ્રી : નહીં, પુરુષાર્થ નહીં, પ્રયત્ન કહેવાય છે, વ્યવહારિક પ્રયત્ન, તે જાગૃતિ રાખવી જોઈએ, બીજું કશું ય નહીં અને ભૂલ થઈ ગયા પછી વ્યવસ્થિત અને હતું જ વ્યવસ્થિત, એવું જે હતું ને તે જ ખુલ્લું થયું.
એવું છે કે જે જાગૃત છે તેને કશું કરવાની શર્ત નથી. આ તો અજાગૃતોને મેં કહ્યું છે કે તું પ્રયત્ન કરજે, નહીં તો ઊંધું કામ કરશે. વ્યવસ્થિતનો અવળો ઉપયોગ કરશે.
એ વ્યવસ્થિત જ્ઞાની પુરૂષ એકલાં જ એને વ્યવસ્થિત માની શકે બધી રીતે. જ્યાં સુધી જ્ઞાન પુરેપુરું થયું નથી ત્યાં સુધી તમારે તો પ્રયત્ન કર્યા જ કરવાનાં. બાકી કરે છે બધું વ્યવસ્થિત. જ્ઞાની તો બધી રીતે વ્યવસ્થિત માને. જ્ઞાનીને જ્ઞાનમાં આ બધું દેખાય, કેવી રીતે ચાલી રહ્યું છે.
વ્યવહારમાં ‘થઈ જાય છે' એવુ એકલું માનનારા, ને ‘કરવું પડે છે.” એવું માનનારા બેઉ કાચા છે. આપણું આ બે આંખવાળુ જ્ઞાન છે. જગત આખાનું જ્ઞાન એક આંખવાળું છે, એકાંતિક જ્ઞાન છે. ‘આ કરવું પડે છે. એવું વ્યવહારમાં બોલવાનું ને “થઈ જાય છે', એ લક્ષમાં રાખવાનું છે. ‘કરવું પડશે” એ ભાવ છે ને “થઈ જાય છે તે વ્યવસ્થિત છે.
‘નિશ્ચિત છે' એવું નોધારું ના બોલાય. ‘અનિશ્ચિત છે એવું નોધારું ય ના બોલાય. જોખમદારી છે, ગુનો થાય, નિશ્ચિત-અનિશ્ચિતની વચ્ચે એ છે. બધી જ કાળજી રાખ્યા પછી ગજવું કપાય જાય. અને સમજે ‘વ્યવસ્થિત' છે, તે યથાર્થ છે. વ્યવસ્થિતનો અર્થ સમજાવો જોઈએ. પ્રયત્ન કરવો, પછી જે થાય તે, પરિણામ બને તે, “વ્યવસ્થિત'.
પ્રશ્નકર્તા તો કાર્ય છેઠ સુધી કરવાનું. પરિણામમાં જ વ્યવસ્થિત રાખવું.