________________
આપ્તવાણી-પ
પ0
આપ્તવાણી-પ
હતા. શિષ્યને કહી રાખ્યું હોય કે મારે હવે માંદગી છે. માટે નાળિયેર મારા ટાલકામાં ફોડજે. એ તો બહુ અધોગતિનું કહેવાય. અહીં રહીને આત્મા કાઢવા માટે પ્રયત્ન કર્યો. આ તાળવું એ તો દશમસ્થાન કહેવાય. ત્યાંથી સહજ સ્વભાવે આત્મા નીકળે તો તેનો પ્રકાશય જુદી જાતનો હોય. આખા બ્રહ્માંડમાં એ પ્રકાશ ફેલાય.
પ્રશ્નકર્તા : અજ્ઞાનીઓને પણ એ પ્રકાશ દેખાય ખરો ?
દાદાશ્રી : ના, ના. અજ્ઞાનીને એ ના દેખાય. જ્ઞાનીઓને બધું દેખાય. અજ્ઞાનીને તો આ જ દેખાય, મારી વાઈફ, મારી સાસુ, મારો મામો, આ જલેબી-લાડવા, એ જ બધું દેખાય.
પ્રશ્નકર્તા : સમાધિમરણમાં શરીરની પીડા ના હોય ?
દાદાશ્રી : આ શરીરની પીડા હોય તોય સમાધિમરણ થાય. પક્ષાઘાત થયેલો હોય તોય માણસને સમાધિમરણ થાય. સમાધિમરણ એટલે શું કે છેલ્લો કલાક આ દાદા દેખાવા માંડ્યા અને કાં તો ‘હું શુદ્ધાત્મા છું’ એવું ભાન રહ્યું, એ એનું સરવૈયું આવીને ઊભું રહ્યું.
પ્રશ્નકર્તા: તો એ અવસ્થામાં દુઃખ ના વર્તે ને ?
દાદાશ્રી : સમાધિમરણમાં પોતાને કોઈ જાતનું દુ:ખ જ ના હોય. છેલ્લો એક કલાક સમાધિ જ હોય. આપણા અહીં જ્ઞાન લઈને જેટલા માણસો અત્યાર સુધીમાં મર્યા છે એનાં સમાધિમરણ થયાં છે, પુરાવા સહિત.
પ્રશ્નકર્તા : છેલ્લા કલાકમાં જો રૌદ્રધ્યાન થાય તો માણસ બધું ચૂકી જાય ?
દાદાશ્રી : તો તો પછી બધું ખલાસ થઈ ગયું કહેવાય. રૌદ્રધ્યાન તો શું. પણ આર્તધ્યાન થાય તોય ખલાસ થઈ ગયું. ‘મારે હવે પાંચમી છોડી પૈણાવાની રહી ગઈ” એવું થાય તો એ આર્તધ્યાન થયું કહેવાય. તેનાથી જાનવરમાં જાય.
પ્રેતયોતિ પ્રશ્નકર્તા : આ અવગતિયો જીવ બીજામાં જાય ને પોતાની ઇચ્છા પૂરી કરે, એ શું છે ?
દાદાશ્રી : એવું છે આ ભૂતો હેરાન નથી કરતાં ? ભૂતો એ દેવલોક છે. એમની જોડે તમારે સવળું ઋણાનુબંધ હોય તો ફાયદો કરી આપે, ને અવળું હોય તો હેરાન કરે અને જે જીવોને મરણ પછી તરત જ બીજો સ્થૂળ દેહ મળતો નથી, તેને પછી ભટકભટક કરવું પડે. બીજો દેહ ના મળે ત્યાં સુધી પ્રેતયોનિ કહેવાય. હવે ખોરાક વગર ચાલે નહીં એટલે એને બીજાના દેહમાં પેસીને ખોરાક લેવો પડે.
પ્રશ્નકર્તા : કોઈ જપ, તપ, માળા એવું તેવું કરતા હોય તોય એને ભૂત વળગે ?
દાદાશ્રી : એવો કાયદો નથી, પણ તમારો હિસાબ હોય, તમે કોઈને છંછેડ્યા હોય ને એ જ અવગતિયો થાય તો એ તમને વેર વાળ્યા વગર રહે જ નહીં.
પ્રશ્નકર્તા : કોઈ હનુમાનચાલીસા, ગાયત્રી કે બીજા કોઈ જપ કરતું હોય, તો તેની અસર શું એના પર થાય ?
દાદાશ્રી : હા, એનાથી ફાયદો થાય. એનાથી એ દૂર રહે. આ નવકાર મંત્ર પણ જો પદ્ધતિસર બોલે તોય ખસી જાય.
પ્રશ્નકર્તા : અમને દેવલોક દેખાડોને ?
દાદાશ્રી : એમાં શું ફાયદો ? આપણે આપણા આત્માનું કરી લોને? એ જોવામાં મઝા નથી. અનંત અવતારથી ભટકમટક કરીએ છીએ. ત્યાંય ગયા છીએ ને અહીં આવ્યા છીએ. એમાં શું જોવાનું? દેવલોકને ઇન્દ્રિયસુખ પાર વગરનાં હોય. તે એ લોકો કંટાળી ગયા છે. તે લોકો પણ કયારે એમનો દેહ છૂટશે એની રાહ જુએ છે. લાખલાખ વરસનું એમને આયુષ્ય હોય તે શી રીતે દેહ છૂટે ? આપણે અહીં લગ્નમાં એક મહિનો તમને રાખે ને રોજ જમણ આપે તો તે