________________
આપ્તવાણી-૫
૧૭૭
૧૭૮
આપ્તવાણી-૫
આવી ગયું હોય. પેલું કેવળજ્ઞાન કહેવાય, અમારું કેવળદર્શન કહેવાય. એટલે અમે કહીએ છીએ કે આખા જગત વિશે અહીં આગળ પૂછી શકાય !
પ્રશ્નકર્તા : ‘કેવળજ્ઞાન’ વગર “કેવળદર્શન’ હોઈ શકે ?
દાદાશ્રી : ક્રમિક માર્ગમાં ‘કેવળજ્ઞાન’ વગર ‘કેવળદર્શન’ હોય નહીં. ‘અક્રમમાર્ગમાં ‘કેવળદર્શન’ થાય. પછી ‘કેવળજ્ઞાન” થતાં અમુક ટાઈમ લાગે. આ બધા બુદ્ધિના વિષય નથી, આ જ્ઞાનનો વિષય છે.
પ્રશ્નકર્તા : આપ સાક્ષાત્કારી પુરુષ છો, હવે આપ મંદિરોમાં જાવ, એનાથી મંદિરમાં જવા માટેની પ્રતિષ્ઠા નથી ઊભી થતી ?
દાદાશ્રી : અમે જ્યાં જઈએ ત્યાં બધે દર્શન કરવા જઈએ. દેરાસરોમાં, મહાદેવના મંદિરમાં, માતાજીના દેરામાં, મસ્જિદમાં બધે જ દર્શન કરવા જઈએ. અમે ના જઈએ તો લોકોય ના જાય. એનાથી ચીલો અવળો પડે. અમારાથી ચીલો અવળો ના પડે. એની અમારી જવાબદારી હોય. લોકોને કેમ શાંતિ થાય, કેમ સુખ થાય એવા અમારા રસ્તા હોય.
આ અક્રમ વિજ્ઞાન આટલું બધું ફળદાયી છે, એક મિનિટેય ટાઈમ કેમ ખોવાય ? ફરી આવો જોગ કોઈ અવતારમાં ના હોય. માટે આ ભવમાં પૂરું કરી લેવાનું.
પ્રશ્નકર્તા : દાદા, આ પૂરું કરી લેવાનું કહ્યું, તે કેવી રીતે ?
દાદાશ્રી : અમે જ્યાં સુધી છીએ ત્યાં સુધી ટાઈમ બીજે બગડવો ના જોઈએ. અમે વડોદરા જઈએ અને જેને એવા સંયોગ અનુકૂળ હોય અને પૈસા હોય તેણે ત્યાં આવવું જોઈએ. અમારો જેટલો બને એટલો વધારે ટાઈમ લેવો. ખાલી અમારા સત્સંગમાં આવીને બેસી રહેવાનું. બીજું કંઈ જ કરવાની જરૂર નથી !
પ્રશ્નકર્તા : આપનો પરિચય આપશો ? દાદાશ્રી : “મને તમે ઓળખી શકવાના નથી. ‘આ’ જે તમે
જુઓ છો, એ તો અંબાલાલ પટેલ છે - ભાદરણ ગામના ! મને તો તમે ઓળખી જ ના શકોને ! કારણ ‘હું' આમ દેખાઉં એવો છું જ નહીં !
આ જે વાણી બોલે છે, એ “ઓરિજિનલ ટેપરેકોર્ડર’ છે. તમારીય ‘ઓરિજિનલ ટેપરેકોર્ડર' છે. પણ તમને અહંકાર છે એટલે ‘હું બોલ્યો', ‘હું બોલ્યો” કર્યા કરો છો ! અમને અહંકાર ના હોય એટલે આ કશી ભાંજગડ ના હોય. આ દેખાય છે એ ભાદરણના પટેલ છે અને મહીં ‘દાદા ભગવાન” બેઠા છે ! અહીં વ્યક્ત થયેલા છે અને તમારામાં અવ્યક્તપણે રહેલા છે. એ વ્યક્તની જોડે વિનયપૂર્વક બેસવાથી તમારા પણ વ્યક્ત થયા કરે. આ પરમ વિનયનો માર્ગ છે. અહીં પૈસાની જરૂર ના હોય. અહીં સેવાની જરૂર ના હોય. અહીં કશાનીય જરૂર ના હોય, અહીં દ્રવ્યપૂજા હોય નહીં, આ તો મોક્ષનો માર્ગ છે.
અમારી પાસે અવિનય કરો તેનો અમને વાંધો નથી, પણ તમે તમારી જાત ઉપર અંતરાય પાડી રહ્યા છો, તમે અમને ગાળો ભાંડો છો તે તમે પોતાની જાતને જ નુકસાન કરી રહ્યા છો. અહીં તો બહુ વિનય જોઈએ ! પરમ વિનય જોઈએ ! અહીં અક્ષરેય આડુંઅવળું બોલાય નહીં. હમણાં પેલા મામલતદાર પાસે ગયા હોય તો તે ઘડીએ ચૂપ થઈને બેસી રહે, ત્યાં કેવા અક્ષરેય બોલે નહીં ! અને આ તો જ્ઞાની પુરુષ ! એમની પાસે તો બોલાતું હશે ? જ્ઞાની પુરુષ તો દેહધારી પરમાત્મા કહેવાય !!! ત્યાં બધી જ વસ્તુ પ્રાપ્ત થાય એવી છે !
પોતે પોતાની ભક્તિ પ્રશ્નકર્તા : આપણે “ઈન્વાઈટ’ ના કરીએ તોય એની મેળે વસ્તુ આવે છે. આ ઊંઘને લાવવી પડે છે ? એ એની મેળે જ આવે છે. તેવું આ જ્ઞાન એની મેળે જ આવશે ?
દાદાશ્રી : આ ‘રિલેટિવ વસ્તુ’ ‘ઈન્વાઈટ’ કરવા જેવી નથી. ઈન્વાઈટ” કરવા જેવી વસ્તુ શું ? કે આપણે જે ગામ જવાનું છે, તેનું જ્ઞાન જાણવા જેવું છે. બાકી બીજું બધું તો એની મેળે જ આવશે.