Book Title: Aptavani 05 06
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 206
________________ આપ્તવાણી-૬ ૨૦૯ કારણ અટકણ પડેલી છે, તે વખતે એ સાન-ભાન, જ્ઞાન બધુંય ભૂલી જાય. તેને મારવા જાવ તો ઘોડાગાડી હઉ તે ઊંધી નાખી દે ! એવું મનુષ્યને કોઈ જગ્યાએ કંઈ મૂછિત થઈ ગયો, કશાકમાં મૂછિત થઈ ગયો કે અટકણ પડી ગયેલી હોય. તે અટકણ એની જાય નહીં, એટલે કોઈ જગ્યાએ મૂર્ણિત ના થાય એવો હોય, પણ તે અટકણની જગ્યા આવે કે ત્યાં આગળ તે પાછો મૂર્ણિત થઈ જાય. જ્ઞાન, ભાન બધું જ ખોઈ નાખે ને ઊંધું થઈ જાય. તેથી કવિરાજ કહે છે : અટકણથી લટકણ, લટકણથી ભટકણ, ભટક્સની ખટકણ પર, છાંટો ચરણ-રજણ.” હવે ભટકણમાંથી છૂટવું હોય તો છાંટો ‘ચરણ-રજકણ !' ચરણરજકણ છાંટીને એનો ઉકેલ લાવી નાખો હવે, કે ફરી એ અટકણનો ભો ના રહે. [૨૭] અટકણથી લટકણ તે લટકણથી ભટકણ.. દાદાશ્રી : કોઈ ફેર તમને ગલગલિયાં થઈ ગયેલાં કે ? પ્રશ્નકર્તા : રવિવાર આવે ને રેસ રમવાનો ટાઈમ થાય. એટલે મહીં ગલગલિયાં થઈ જાય છે. દાદાશ્રી : હા, કેમ શનિવારે નહીં ને રવિવારે જ તેવું થાય છે ? દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ, ચારેય ભેગાં થાય ત્યારે જ ગલગલિયાં થાય. અનંતકાળથી લટકેલા, તે સહુ સહુની અટકણથી લટકેલા ! અનાદિથી કેમ લટકી પડ્યો છે ? હજુ એનો નિકાલ કેમ નથી આવતો ? ત્યારે શું કહે છે કે આ અટકણ પોતાને પડી હોય છે, કંઈને કંઈ દરેકનામાં જુદી જુદી જાતની અટકણ હોય તેના આધારે લટકેલો ! આ અટકણ તમને સમજમાં આવી ? આ ઘોડાગાડી જતી હોય ને ઘોડો ફક્કડ હોય, ને રસ્તામાં મિયાંભાઈની કબર હોય, ને એ કબર ઉપર લીલું કપડું ઓઢાડેલું હોય તો, ઘોડો તેને દેખે ને ઊભો રહી જાય. તે શાથી ? કે કબર ઉપર લીલું કપડું દેખે, એ નવી જાતનું લાગે. એટલે ભડકાર ઊભો થાય, એટલે પછી એને ગમે તેટલું મારમાર કરે તોય એ ના ખસે. પછી ભલે મિયાં મારી-કરી, સમજાવી-પટાવી, આંખે હાથ દઈને પણ લઈ જાય, એ વાત જુદી છે. પણ બીજે દહાડે પાછો ત્યાં જ અટકે. અટકણ અતાદિતી !! એટલે દરેકને અટકણ પડી છે, તેથી જ આ બધા અટક્યા છે અને હવે શી અટકણ પડી છે, એ ખોળી કાઢવું જોઈએ. કબ્રસ્તાન આગળ અટકણ થાય છે કે ક્યાં આગળ અટકણ થાય છે ? એ ખોળી કાઢવું જોઈએ. અનંત અવતારનું ભટકણ છે. એ અટકણ એકલું જ છે, બીજું કોઈ નથી ! અટકણ એટલે મૂછિત થઈ જવું ! સ્વભાન ખોઈ નાખવું !! કંઈ બધે અટકણ નથી હોતી, ઘેરથી નીકળ્યો તે બધે કંઈ મારઝૂડ નથી કરતો. રાગ-દ્વેષ નથી કરતો. પણ એને અટકણમાં રાગ-દ્વેષ છે ! આ ઘોડાનો દાખલો તો તમને સમજણ પાડવા માટે કહું છું ! પોતાની અટકણ ખોળી કાઢે તો જડે પાછી કે ક્યાં મૂછિત થઈ ગયો છું, મૂર્શિત થવાની જગ્યા ક્યાં ? પ્રશ્નકર્તા : આ અટકણ એટલે પકડ ? દાદાશ્રી : ના, પકડ નહીં. પકડ એ તો આગ્રહમાં જાય. અટકણ તો મૂર્ણિત થઈ જાય. જ્ઞાન, ભાન બધું જ ખોઈ નાખે. જ્યારે આગ્રહમાં

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222