________________ આપ્તવાણી-૬ 239 જોઈએ અને દાદા હાજર ના હોય ત્યારે તો સૂક્ષ્મનો જ પ્રયોગ શરૂ કરી દેવો જોઈએ અને આ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમમાં જવાનો પ્રયોગ કરવો જોઈએ. અને આઘુંપાછું થતું જ નથી. રોજ રોજ આ રેકર્ડ વગાડવાની તે કંઈ સારું કહેવાય ? આ જે પરમાત્મયોગ મેં તમને આપ્યો છે તે યોગમાં, જેમ બને તેમ એ યોગમાં જ રહો. તમે પોતે પરમાત્મા બનો એવો યોગ આપ્યો છે ! વચ્ચે કોઈ અટકાવી શકે નહીં અને સંસારની બધી જ રામાયણ પૂરી થાય, અઢાર કોઠા યુદ્ધ જિતાય. કારણ કે શુદ્ધાત્મા એ જ કૃષ્ણ છે અને એ જ જિતાડનાર છે. અમારી આજ્ઞા એ “અમે' જ છીએ, ‘પોતે' જ છીએ. અમારી પાંચ આજ્ઞામાં રહેવાનો પ્રયત્ન કરો. સામાં આવ્યા છે મોક્ષ સ્વરૂપ કરોડો અવતારે ય ના થાય એવા આ ‘એક્સપર્ટ' મળ્યા છે, તો અહીં તમારું કામ થઈ જાય તેમ છે. આ તો ‘હું' કેવળ જ્ઞાનમાં નાપાસ થયો, તે તમારે માટે કામ લાગ્યો, મોનિટર તરીકે ! આ તમારું જ તમને આપું છું. જ્ઞાન તો તમારું જ છે. મારું જ્ઞાન નથી. હું તો નિમિત્ત છું. વચ્ચે. આ તમારું પોતાનું' જ જ્ઞાન છે. હવે આ ઠંડક વધે છે, તે ય તમારી જ. જાગૃતિ વધતી જશે તે ય તમારી પોતાની જ. આ મારી આપેલી જાગૃતિ ન હોય. આ બધું તમારું પોતાનું આ થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ છે ! આ સમજાય છે આપને, ના સમજાય તો ના કહી દો. આપણને ઉતાવળ નથી. આપણે સમજવા માટે બેઠા છીએ. આપણે કંઈ ‘થિયરી’ ‘એડોપ્ટ કરવા માટે નથી બેઠા. આ થિયરી એવી નથી કે જે તમને ‘એડોપ્ટ’ કરાવવાની હોય ! ‘સાચી વાત’ ‘સમજ'માં આવી જાય એ જ આપણી થિયરી ! - જય સચ્ચિદાનંદ