Book Title: Aptavani 05 06
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 221
________________ આપ્તવાણી-૬ ૨૩૭ ૨૩૮ આપ્તવાણી-૬ જશો ને ? દાદાશ્રી : પણ એના આધારે આપણે શું બેસી રહેવું? એ આપીને જાય, એના કરતાં અમે છીએ ત્યાં સુધી કામ કાઢી લો ને ? પાછળ તો વારસદારો ‘ઈન્ટેલિજેન્શિયા” હોય. એ મૂળ વાતને આઘીપાછી કરે ! માટે મૂળ પુરુષ હોય ત્યારે તેમની પાસે કામ કાઢી લેવું કે એને માટે સંસારને બાજુએ મૂકી દેવાનો ! આવું ‘રીયલ’ કો'ક ફેરો હોય ત્યાં સંપૂર્ણ પદ પ્રાપ્ત થાય ત્યાં સચ્ચી આઝાદી મળે. ભગવાન પણ ઉપરી નહીં, એવી આઝાદી પ્રાપ્ત થાય. પુરુષ થયા પછીનો પુરુષાર્થ એટલે એક ત્રાડ પાડે તો કેટલાય સિંહ ને સિંહણો ભાગી જાય ! પણ આ તો કૂરકૂરિયાં હલું મોટું ચાટી જાય તમારો હિસાબ છે. એને કોઈ ફેરફાર કરનારો નથી. માટે તાળો મેળવશો નહીં. તમે તમારું કામ કર્યા કરો. ‘વ્યવસ્થિત' તમને બધી જ વારી આપ્યા કરશે. હવે માયા દૂર રહેવી જોઈએ. માયા ઘેસવી ના જોઈએ. આ તો નાની નાની ચીજ આપી, તમને અજગરની પેઠે ગળે છે. જ્યારે મોટી બાબત આવે ત્યારે જ તમે શુદ્ધાત્મામાં પેસો છો ! એટલે બધી જ બાબતમાં જાગૃતિ રહેવી જોઈએ. આમાં ભૂલ થાય તે ચાલે નહીં. પ્રશ્નકર્તા : પણ દાદા, ફરીથી એ ભૂલો ના પડવો જોઈએ ને ? દાદાશ્રી : ભૂલો ના પડવો જોઈએ, પણ માયા હજુ એને મૂંઝવે. માયા ક્યાં સુધી મૂંઝવે ? ત્રણ વર્ષ સુધી. હવે આ ક્રોધ-માન-માયા-લોભ રૂપી માયા ત્રણ વર્ષ સુધી અંડરગ્રાઉન્ડ રહી શકે એમ છે ને ભુખી રહી શકે તેમ છે. અમે એમના હાથની સત્તા ઉડાડી દેવડાવીને તમારા હાથમાં સોંપી, એટલે એ બધાં અંડરગ્રાઉન્ડ ગયાં. હવે એ ફરી પાછાં તૈયારીઓ કર્યા કરે, એટલે ત્રણ વર્ષ સુધી આ યોગ રહે. દાદાથી આઘોપાછો ના થાય તો એ પેસે નહીં, જતાં રહે. પછી ‘સેફ સાઈડ’ થાય ! પછી તો અમારી આજ્ઞામાં સહેજે રહી શકાય. અમે જાણીએ કે શાથી આવું બને છે, એટલા માટે પહેલેથી ચેતવાનું કહીએ. પ્રશ્નકર્તા: દૈવીશક્તિ અને આસુરીશક્તિ, બેઉ હંમેશાં લડે જ છે? દાદાશ્રી : હા, એ લડે જ છે. પણ તેમાં તમારે કૃષ્ણ તરીકે કામ લેવું જોઈએ કે હું તારા પક્ષમાં છું. પ્રશ્નકર્તા : આપ અમને સુદર્શન આપી દો ને ? દાદાશ્રી : સુદર્શન તમને આપેલું જ છે. એક આંગળીનું નહીં, પણ દસેય આંગળીઓના આપેલાં છે. તે બધું કાપીને એક કલાકમાં તો આખો કૌરવવંશ નાશ કરી નાખે એમ છે ! મૂળ પુરુષની મહત્તા પ્રશ્નકર્તા : કોઈ યોગ્ય વ્યક્તિને તમે તમારી શક્તિઓ આપીને અમે જ્ઞાન આપીએ છીએ, પછી વાસ્તવિકતા ‘ઓપન થાય છે. પછી પોતે પુરુષ થાય છે. પછી તમને ‘હું પરમાત્મા છું' એવું ભાન થાય. અમે પાપો ભસ્મીભૂત કરાવડાવીએ છીએ, દિવ્યચક્ષુ આપીએ એટલે બધામાં પરમાત્મા દેખાય ! એટલે આવું પદ આપ્યા પછી, પરમાત્મયોગ આપ્યા પછી તમને પાંચ આજ્ઞા આપીએ છીએ. એટલે તમે પરમાત્મપદ, પરમાત્મસુખ બધું જોયેલું છે. એ તમારા લક્ષમાં છે, ત્યાં સુધી તમે ફરી પાછા અસલ સ્ટેજમાં આવી જશો. માટે ફરી આવો યોગ જમાવી લો. સંસારનું જે થવાનું હોય તે થાય. ‘વ્યવસ્થિત'ના તાબામાં બધું સોંપી દેવાનું. અને વર્તમાનયોગમાં જ રહેવું. ભવિષ્ય તો ‘વ્યવસ્થિત'ને તાબે છે. સ્થૂળ વટાવો, સૂક્ષમતમમાં પ્રવેશો ! પ્રશ્નકર્તા : આપની ગેરહાજરીમાં એકાગ્રતા આઘીપાછી થઈ જાય છે, તો શું કરવું ? દાદાશ્રી : જ્યાં સુદી દાદા જાતે હોય ત્યાં સુધી તે સ્થળ છે. ધૂળમાંથી સૂક્ષ્મમાં જવું જોઈએ. સ્થૂળ તો મળ્યું, પણ હવે સૂક્ષ્મમાં જવું

Loading...

Page Navigation
1 ... 219 220 221 222