Book Title: Aptavani 05 06
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 204
________________ ૨૦૪ આપ્તવાણી-૬ આપ્તવાણી-૬ ૨૦૫ દાદાશ્રી : એ એનો ભાવ છોડે નહીં ને ? એનો એ હક્ક છોડે કે ? એટલે આપણે એને સમજાવી સમજાવીને, પટાવી પટાવીને કામ લેવું પડે. કારણ એ તો ભોળું છે. પુદ્ગલનો સ્વભાવ કેવો છે ? ભોળો છે. તે એને આમ કળામય કરીએ તો તો એ પકડાઈ જાય. જીવ ને શિવ ભાવ બને જુદા જ છે ને ? હમણાં જીવભાવમાં આવશે, તે ઘડીએ બટાકાવડા બધું ખાશે અને શિવભાવમાં આવશે ત્યારે દર્શન કરશે !!! પ્રશ્નકર્તા : પણ જીવનું મન સ્વતંત્ર છે? દાદાશ્રી : બિલકુલ સ્વતંત્ર છે. મન તમારા સામું થાય તે જોયેલું કે નહીં તમે ? અલ્યા, “મારું” મન હોય તો, એ મારી સામું શી રીતે થાય ? એ સ્વતંત્ર છે કે નહીં એવું સામું થાય, ત્યારે ખબર ના પડી જાય ? પ્રશ્નકર્તા : વાણી ઉપર કંટ્રોલ નથી, એટલે મન ઉપરેય કંટ્રોલ નથી. દાદાશ્રી : જે સામું થાય એના પર આપણો કંટ્રોલ નથી. પહેલાં તો તમે, ‘હું જીવ છું” એવું માનતા હતા. હવે એ માન્યતા તૂટી ગઈ છે ને ‘હું શિવ છું’ એવી ખબર પડી ગઈ. પણ જીવ કંઈ એમનો ભાવ છોડે નહીં, એમનો હક-બક કશુંય છોડે નહીં. પણ એમને જો પટાવીએ તો એ બધુંય છોડે તેમ છે. જેમ કુસંગ અડે છે ત્યારે કુસંગી થઈ જાય છે ને સત્સંગ અડે ત્યારે સત્સંગી થઈ જાય છે, તેમ સમજણ પાડીએ તો એ બધું જ છોડી દે એવો ડાહ્યો છે પાછો ! હવે તમારે શું કરવાનું કે તમારે ચંદુભાઈ જોડે, ચંદુભાઈને બેસાડીને વાતચીત કરવી પડે. કે, ‘તમે સડસઠ વરસે રોજ સત્સંગમાં આવો છો, તેનું બહુ ધ્યાન રાખો છો તે બહુ સારું કામ કરો છો !' પણ જોડે જોડે બીજી સમજણ પાડવી, ને સલાહ આપવી કે, “દેહનું ધ્યાન શું કામ બહુ રાખો છો ? દેહમાં આ આમ થાય છે, તે છો ને થાય. તમે અમારી જોડે ટેબલ ઉપર આમ આવી જાવ ને ! અમારી જોડે પાર વગરનું સુખ છે.’ એવું તમારે ચંદુભાઈને કહેવું. ચંદુભાઈને આમ અરીસા સામે બેસાડ્યા હોય તો, તે તમને ‘એઝેક્ટ’ દેખાય કે ના દેખાય ! પ્રશ્નકર્તા : અંદર વાતચીત તો મારે કલાકો સુધી ચાલે છે. દાદાશ્રી : પણ અંદર વાતચીત કરવામાં બીજા ફોન લઈ લે છે, એટલે એમને સામા બેસાડીને મોટેથી વાતચીત કરીએ. એટલે કોઈ બીજો ફોન લે જ નહીં ને ? પ્રશ્નકર્તા : પોતાને સામે કેવી રીતે બેસાડવું ? દાદાશ્રી : તું “ચંદુભાઈ’ને સામે બેસાડીને વઢવઢ કરતા હોય તો ‘ચંદુભાઈ’ બહુ ડાહ્યા થઈ જાય. તું જાતે જ વઢું કે, ‘ચંદુભાઈ આવું તે હોય ? આ તમે શું માંડ્યું છે ? ને માંડ્યું તો હવે પાંસરું માંડોને ?” આવું આપણે કહીએ તે શું ખોટું છે ? કો'ક લપકા કરતું હોય, તે સારું લાગતું હશે ? તેથી અમે તમને ‘ચંદુભાઈને વઢવાનું કહીએ, નહીં તો હપુરું (સદંતર) અંધેર જ ચાલ્યા કરે ! આ પુદ્ગલ શું કહે છે કે તમે તો ‘શુદ્ધાત્મા’ થઈ ગયા, પણ અમારું શું ? એ દાવો માંડે છે, એ પણ હક્કદાર છે, એ પણ ઇચ્છા રાખે છે કે અમારે પણ કંઈક જોઈએ છે. માટે તેને અટાવી-પટાવી લેવું. એ તો ભોળું છે, ભોળું એટલા માટે કે મૂરખની સંગત મળે તો મૂરખ થઈ જાય ને ડાહ્યાની સંગત મળે તો ડાહ્યું થઈ જાય. ચોરની સંગત મળે તો ચોર થઈ જાય ! જેવો સંગ એવો રંગ ! પણ એ પોતાનો હક્ક છોડે તેવું નથી. તારે ‘ચંદુભાઈને અરીસા સામે બેસાડી આમ પ્રયોગ માંડવો. અરીસામાં તો મોટું બધું જ દેખાય. પછી આપણે ‘ચંદુભાઈને કહીએ, ‘તમે આમ કેમ કર્યું ? તમારે આમ નથી કરવાનું. પત્ની જોડે મતભેદ કેમ કરો છો ? નહીં તો તમે પૈણ્યા શું કરવા ? પૈણ્યા પછી આમ શું કરવા કરો છો ?” આવું બધું કહેવું પડે. આવું અરીસામાં જોઈને ઠપકો આપે એક-એક કલાક, તો બહુ શક્તિ વધી જાય. આ બહુ મોટામાં મોટું સામાયિક કહેવાય. તમને ચંદુભાઈની બધી જ ભૂલોની ખબર પડે ને ? જેટલી ભૂલો દેખાય એટલી આપણે અરીસા સામે ચંદુલાલને બેસાડીને એક કલાક સુધી કહી દીધી કે એ મોટામાં મોટું સામાયિક ! પ્રશ્નકર્તા: આપણે અરીસામાં ના કરીએ ને આમ મન સાથે એકલા એકલા વાતો કરીએ તો, તે ના થઈ શકે ? દાદાશ્રી : ના, એ નહીં થાય. એ તો અરીસામાં તમને ચંદુભાઈ

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222