________________
૨૧૪
આપ્તવાણી-૬
ન રહે, અટકણ તો દાદા ભૂલાડે. આત્મા ભૂલાડે અને મૂર્શિત કરી નાખે આપણને ! જાગૃતિ જ ના રહે. ‘દાદા' હાજર રહેતા હોય તો એને અટકણ ના કહેવાય, પણ નિકાચિત કહેવાય.
પ્રશ્નકર્તા : અટકણની પાછળથી ખબર પડે, તો તેનો ઉપાય શો કરવાનો ?
દાદાશ્રી : એ મૂર્છા છે, તે આપણે જોઈ લેવું. એની સામાયિક કરવી પડશે. અહીં આ બધા કરે છે ને, તેવી રીતે સામાયિકમાં સ્ટેજ ઉપર મૂકવું પડશે.
પ્રશ્નકર્તા: નાનાં છોકરાંને બેટ-બોલ ના મળે ત્યાં સુધી મનમાં એ રહ્યા કરે, તોફાન કરે તો એ એની અટકણ કહેવાય ?
દાદાશ્રી : ના, એ એની અટકણ ના કહેવાય. અટકણ તો અનાદિથી જેનાથી ભટક્યો છે તે ! આ બેટબોલ તો તત્પૂરતું છે, એ તો પાંચ-સાત વરસની ઉંમર છે ત્યાં સુધી એ રહેશે ! એ બાળક અવસ્થા છે ત્યાં સુધી જ એને રહે. અને પછી વેપારમાં પડ્યા એટલે એને એનું કશું જ નહીં હોય. અને અટકણ તો નિરંતર રહે, એ પંદર વર્ષથી તે ઘેડો ડોસો થાય તોય અટકણ રહે !
પ્રશ્નકર્તા : પુરુષાર્થથી, પરાક્રમથી અટકણનો નિકાલ થઈ શકે ને ?
દાદાશ્રી : હા, બધું થઈ શકે. તેથી તો આપણે ચેતવીએ છીએ કે જ્યાં આત્મા પ્રાપ્ત થયો, જ્યાં પુરુષ થયા છે, પુરુષાર્થ છે, પરાક્રમ કરી શકે તેમ છે, માટે હવે કામ કાઢી લો. ફરી અટકવાનું જોખમવાળું છે, ત્યાં ઉકેલ લાવી નાખો !
પોતાનું કોઈ જાતનું સુખ ના હોય ત્યારે ગમે તે અટકણ પડી જાય પણ હવે પોતાનું સ્વયંસુખ ઉત્પન્ન થયું, હવે તેમને બીજાં સુખનાં અવલંબનની જરૂર નથી. એટલે પેલાં સુખને બાજુએ મુકવાનાં. આ સુખને પેલું સુખ બેઉ સાથે ઉત્પન્ન ના થાય. માટે અટકણ ખોળી નાખો.
અનુભવ, લક્ષ અને પ્રતીતિ તો બધાને રહે છે. એ કંઈ પુરુષાર્થનું
આપ્તવાણી-૬
૨૧૫ ફળ નથી. એ તો ‘દાદાઈ’ કૃપાનું ફળ છે. હવે પુરુષાર્થ અને પરાક્રમ ક્યારે કહેવાય ? જેનાથી તમે લટક્યા છો એ લટક્યાની દોરી તૂટી જાય ત્યારે, હવે પરાક્રમ તમારે કરવાનું હોય. આ તો તમને જે પ્રાપ્ત થયું છે, એ તમારી પુણ્યના આધારે જ્ઞાનીની કૃપા પ્રાપ્ત થઈ ને કૃપાના આધારે આ પ્રાપ્ત થયું છે !
આ અટકણ તમને છૂટે તો તમારી વાત બધાને એટલી બધી ગમે ! વાત ખોટી હોતી નથી, વાત કેમ સારી નીકળતી નથી તો કે અટકણને લઈને ! વાણી અટકણથી ખેંચાયા કરે ! અટકણથી મુક્ત હાસ્ય પણ ઊભું ના થાય. અટકણ ગયા પછી વાણી સારી નીકળશે, હાસ્ય સારું નીકળશે. માટે અટકણ બધી કાઢી નાખીને જગતનું કલ્યાણ કરો !
આ ત્રણ ચીજ મનોહર થવી જોઈએ - વાણી, વર્તન ને વિનય. આ ત્રણ ચીજ આપણામાં મનોહર ઉત્પન્ન થઈ, એટલે કે સામાના મનનું હરણ કરે એવા થયા તો જાણવું કે ‘દાદા'ના જેવા થવા માંડ્યા. પછી વાંધો નથી. પછી “સેફ સાઈડ છે ! એટલે આ વાણી, વર્તન ને વિનય, આ પ્રત્યક્ષ લક્ષણ દેખાવાં જોઈએ. લક્ષણ વગર તો વસ્તુ સાચી ઓળખાય નહીં ને ?
અટકણનો અંત લાવો
નાસ્તા-બાસ્તા કરો, એ તો કરવાના જ હોય. નાસ્તાનો ‘દાદા'એ વાંધો નથી ઉઠાવ્યો. પણ શા આધારે લટક્યા'તા, એ અટકણની શોધખોળ કરો અને હજુ એ તાર હોય તો મને કહો અને ના કહેવાય એવી હોય તો તમે ખોળી કાઢીને એની પાછળ તમે પરાક્રમ કરશો તો ચાલશે. તેના માટે અહીં વિધિ કરીને મનમાં માગણી કરી લો, તો મહીં શક્તિ ઉત્પન્ન થઈ જાય. બીજુ કશું છે નહીં !
નિકાચિત તો છૂટકો જ નહીં થાય. નિકાચિતનો અર્થ એવો છે કે ન આપણી ઇચ્છા હોય, ઘણી-ઘણી ન ઇચ્છા હોય તોય ભોગવ્યે જ છૂટકો થાય. પોતાને મનમાં મારે હવે કશું જોઈતું નથી.” એવું હોય છતાં પણ કર્મ ઊંચકીને એને લઈ જાય. એનું નામ નિકાચિત. જેવા