Book Title: Aptavani 05 06
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 216
________________ ૨૨૮ આપ્તવાણી-૬ આપ્તવાણી-૬ ૨૨૯ નિકાચિત કર્મ બે પ્રકારનાં હોય : એક કડવું અને બીજું મીઠું. મીઠું કર્મય બહુ આવે એટલે ફસામણ થાય. આઈસ્ક્રીમ અતિશય આપે તો, તમે કેટલો ખાવ ? છેવટે એનોય કંટાળો આવે ને ? અને કડવામાં તો બહુ જ કંટાળો આવે. તેમાં તો પૂછવાનું જ ના રહ્યું ને ? પણ ભોગવ્યે જ છૂટકો થાય. શ્વાસ દબાઈ ગયો તો ભમરડો પડી જશે ! અને આપણા મહાત્માઓ તો પુરુષ થયેલા, તે આ શ્વાસ ના ચાલ્યો તો મહીં ગુંગળામણ થાય. એટલે પછી પોતાની ગુફામાં પેસી જાય કે ચાલો, આપણે આપણી “સેફસાઈડ વાળી જગ્યામાં. એટલે પોતે અમરપદનું ભાનવાળા છે આ ! નિકાચિત કર્મ એટલે ભોગવ્યે જ છૂટકો. ને બીજાં બધાં ઊડી જાય એવાં કર્મ કહેવાય. જે ઉદીરણા કહે છે, તેને તપ કહીએ તો ચાલી શકે. એ તપ પણ નૈમિત્તિક તપ છે. જો તપ એ જાતે કરી શકતો હોય તો તો એ કર્તા થયો કહેવાય. એટલે એ નૈમિત્તિક તપ છે. એટલે કે ઉદયમાં તપ આવે તો પેલાં કર્મ ઊડી જાય, નહીં તો તેમ થાય નહીં. એ તપ કરવા જાય કે કાલે કરીશું. તો તે ના થાય ને એમ કરતાં કરતાં નનામી નીકળી જાય ! ને પાછાં કો'કના ખભે ચઢીને જવું પડે. ઉદીરણા ના થાય તો ઋણ વાળવા આવવું પડે. ઉદીરણાનો અર્થ શો કે વિપાક ના થયો હોય એવાં કર્મને વિપાક કરીને ઉદયમાં લાવવાં. તે ચરમ શરીરી હોય તે લાવી શકે. જો ચરમ શરીરીને કર્મો વધારે હોય તો, તે આ ઉદીરણા કરી શકે. પણ તે કેવો હોવો જોઈએ ? સત્તાધીશ હોવો જોઈએ. પુરુષાર્થ સહિતનો હોવો જોઈએ. પુરુષ થયા વગરના બધા ભમરડા કહેવાય. નામધારી માત્ર ભમરડા કહેવાય. આ ભમરડાને અહીંથી શ્વાસ પેઠો કે ભમરડો ફર્યો, પછી એની દોરી પ્લતી જાય. તે આપણને દેખાય હઉ કે દોરી ખૂલે છે. એટલે તો અમે આખા વર્લ્ડને ભમરડા છાપ કહ્યું છે. એનો ખુલાસો જોઈતો હોય તો કરી આપીએ. અમે જેટલા શબ્દો બોલીએ છીએ, એ બધાના ખુલાસા આપવા માટે બોલીએ છીએ. આ દાદાએ જે જ્ઞાન જોયું છે, એ જ્ઞાન ને અજ્ઞાન, બેઉ જુદે જુદું જોયું છે. પુરુષાર્થ ઉદય આધીન ના હોય, પુરુષાર્થ તો જેટલો કરો એટલો તમારો. આપણા મહાત્માઓ પુરુષ થયા એમને મહીં નિરંતર પુરુષાર્થ થઈ રહ્યો છે. પુરુષ, પુરુષ ધર્મમાં આવી ગયેલો છે ને તેથી જ પ્રજ્ઞા ચેતવે છે ! જગત આખાને અમે ભમરડો કહીએ છીએ. ભમરડાને એનો શો પુરુષાર્થ ? આ અહીંથી શ્વાસ પેઠો એટલે ભમરડો ફર્યા કરશે અને જો પરાક્રમભાવ પ્રશ્નકર્તા: ‘ચાર્જ પોઈન્ટ’ સિવાયની પેલી સર્જક શક્તિ છે, એ શું છે ? પુરુષાર્થ છે ? દાદાશ્રી : સર્જક શક્તિ એટલે શું કહેવા માંગીએ છીએ કે સૂર્યોદય ક્યારે થાય કે “સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' ઊભા થાય ત્યારે ઉદય થાય. આ ઘડિયાળ ચાર વગાડે, પેલાનાં ઘડિયાળમાં ચાર વાગે, મુંબઈના મોટા ઘડિયાળમાં ચાર વાગે ને અહીં સૂર્યનારાયાણ આવે એવું બને નહીં. સૂર્યનારાયણને ઉતાવળ હોય તોય એમનાથી અહીં અવાય નહીં ! એમનો સૂર્યોદય ક્યારે થાય ? જ્યારે બધા જ ‘એવિડન્સ” ભેગા થાય ત્યારે ! એટલે ઉદયકર્મ છે તે સર્જક શક્તિના આધીન છે. સર્જક શક્તિ એને અમે ‘ચાર્જ' કહીએ છીએ. એને પુરુષાર્થ નથી કહેતા. પ્રશ્નકર્તા: ભાવને જ પુરુષાર્થ કહેવાય ને ? આપણો સાચો ભાવ જાણ્યો, સ્વભાવને ગુણોથી જાણ્યો, એ જ પુરુષાર્થ ને ? દાદાશ્રી : ભાવાભાવ આપણે બધું ભમરડાછાપમાં ઘાલી દીધું અને આપણે તો સ્વભાવ-ભાવ છે. ભાવાભાવ એ કર્મ છે. અને સ્વભાવભાવમાં જ્ઞાતા-દ્રષ્ટા ને પરમાનંદ હોય. આપણા મહાત્માઓ સ્વભાવ ભાવમાં રહે છે, તેથી મહીં આનંદ એમને રહ્યા જ કરે. પણ એ ચાખતા નથી. એ ચાખવાનું આવે ત્યારે એ ગયા હોય બીજે હોટલમાં, તેથી ખબર ના પડે. પ્રશ્નકર્તા : એટલે મહાત્માઓ એ ક્યા લક્ષણથી ચાખે છે ? વગર જાણે ચાખે છે, એ પુરુષાર્થ લક્ષણથી કે ઉદય લક્ષણથી ? દાદાશ્રી : પુરુષાર્થ તો એમને ચાલુ જ છે, પણ પરાક્રમની દૃષ્ટિથી ચાખે છે.

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222