Book Title: Aptavani 05 06
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 211
________________ આપ્તવાણી-૬ તેમાંથીય મોહ પેસી જશે !!! માટે અહીં આવવામાં ફાયદો નથી.’ આનું નામ કૃપાળુદેવે શું પાડ્યું, ‘મોહમયી નગરી !’ એમાં મેં તમને આ જ્ઞાન આપ્યું છે. હવે શું એ મોહમયી કંઈ ઊડી ગઈ ? કંઈ બી-ઓ-એમ-બીએ-વાય બોમ્બે થઈ ગયું ? ના. મોહમયી જ છે એટલે અમે તમને કહીએ કે બીજા પાંચ ઇન્દ્રિયોના વિષયના નહીં, પણ સ્ત્રીઓને ને પુરુષોને એક જ કહીએ કે જ્યાં આગળ સ્ત્રીવિષય કે પુરુષવિષય સંબંધી વિચાર આવ્યો કે તરત જ ત્યાંને ત્યાં તમારે પ્રતિક્રમણ કરી નાખવાં. ‘ઓન ધ સ્પોટ’ તો કરી જ નાખવું. પણ પછી પાછાં એનાં સો-બસો પ્રતિક્રમણો કરી નાખવાં. ૨૧૮ વખતે હોટલમાં નાસ્તો કરવા ગયા હો ને તેનું પ્રતિક્રમણ નહીં કર્યું હોય તો ચાલશે. હું તેનું પ્રતિક્રમણ કરાવી લઈશ. પણ આ વિષય સંબંધી રોગ ના ઘૂસી જાય. આ તો ભારે રોગ છે. આ રોગ કાઢવાનું ઔષધ શું ? ત્યારે કહે કે દરેક માણસને જ્યાં અટકણ હોય, ત્યાં આગળ આ રોગ હોય. અમુક પુરુષને, અમુક સ્ત્રી જતી હોય તો એને એ જુએ ને તરત એને મહીં વાતાવરણ ફેરફાર થઈ જાય. હવે આ બધાં આમ છે તો તડબૂચાં જ, પણ એણે તો વિગતવાર એનું રૂપ ખોળી કાઢેલું હોય છે ! આ ચીભડાંના ઢગલા ઉપર એને કંઈ રાગ થાય છે ? પણ મનુષ્યો છે એટલે એને રૂપ ઉપર પહેલેથી આદત છે. ‘આ આંખ કેવી સરસ છે ! આવડી આવડી આંખ છે !' આમ કહે છે. અલ્યા, આવડી આવડી સરસ આંખ તો પેલા ભેંસના ભાઈનેય હોય છે ! કેમ ત્યાં રાગ નથી થતો તને ?” ત્યારે કહે કે, “એ તો પાડો છે ને આ તો મનુષ્ય છે. ’ અલ્યા, આ તો ફસામણની જગ્યાઓ છે ! કામ કાઢી લો માટે જ્યાં જ્યાં જે જે દુકાને આપણું મન ગૂંચાય, એ દુકાનની મહીં જે શુદ્ધાત્મા છે, તે જ આપણને છોડાવનાર છે. એટલે એમની પાસે માંગણી કરવી કે મને આ અબ્રહ્મચર્ય વિષયથી મુક્ત કરો. બીજે બધેથી એમને એમ તમે છૂટવા માટે ડાફાં મારો એ ચાલે નહીં, એ જ દુકાનના શુદ્ધાત્મા આપણને આ વિધિથી છોડાવનાર છે ! આપ્તવાણી-૬ હવે આવી આપણને બહુ ‘દુકાનો’ ના હોય. થોડી જ ‘દુકાનો’ હોય છે, જેને બહુ ‘દુકાનો’ હોય તેને વધારે પુરુષાર્થ માંડવો પડે. બાકી જેને થોડી જ ‘દુકાનો’ હોય તેણે તો ચોખ્ખું કરી ‘એક્ઝેક્ટલી’ કરી લેવું. ખાવાપીવામાં કશો વાંધો નથી. પણ આ વિષયનો વાંધો છે. સ્ત્રી-વિષય અને પુરુષ-વિષય, એ બે વેરને ઊભું કરનારાં કારખાનાં છે, માટે જેમ તેમ કરીને ઉકેલ લાવવો. ૨૧૯ પ્રશ્નકર્તા : આને જ તમે કામ કાઢી લેવાનું કહો છો ? દાદાશ્રી : ત્યારે બીજું શું તે ? આ બધા જે રોગો છે તે કાઢી નાખવા ! આમાંનું હું તમને કશું જ કરવાનું કહેતો નથી. ખાલી જાણવાનું જ કહું આ ‘જ્ઞાન’ જાણવા યોગ્ય છે, કરવા યોગ્ય નથી. જે જ્ઞાન જાણ્યું, તે પરિણામમાં આવ્યા વગર રહે જ નહીં. એટલે તમારે કશું કરવાનું નથી. ભગવાન મહાવીરે કહ્યું હતું કે, વીતરાગ ધર્મમાં કરોમિ, કરોસિ ને કરોતિ' ના હોય. આપણી આ અટકણ છે, તેની ખબર પડે કે ના પડે ? પ્રશ્નકર્તા : તરત જ ખબર પડે. દાદાશ્રી : જેમ લફરાને લફરું જાણીએ, ત્યારે એ છૂટું પડી જાય. તેમ અટકણને અટકણ જાણીએ ત્યારે એ છૂટું પડી જાય. ભગવાને કહ્યું કે ‘તેં અટકણને જાણી ?” ત્યારે કહે, ‘હા.’ ત્યારે ભગવાન કહે, ‘તો તું છૂટો.’ પછી આપણે કઈ ‘રૂમમાં’ બેસવું, એ આપણે જોવાનું ! બહાર કાંકરા ઊડતા હોય તો ‘આપણે’ આપણી ‘રૂમમાં બેસી જવું ને ‘કલીયરન્સ’નો બેલ વાગે ત્યારે બહાર નીકળવું. પ્રશ્નકર્તા : પુરુષાર્થ ભાગ જે છે તે, એમાં સૂક્ષ્મ સમજનો ભાગ, એ જ પુરુષાર્થ કહેવાય ? ઇન્દ્રિયોની લગામ છોડી દેવી, તે આ એમાં આવી જાય ? દાદાશ્રી : તમે સવારથી બોલો કે આજે ઇન્દ્રિયોના ઘોડાની લગામ છોડી દઈએ છીએ, એવું પાંચ વખત શુદ્ધભાવે બોલો. પછી એની મેળે લગામ છૂટેલી જુઓ તો ખરા, એક રવિવારનો દહાડો પસાર તો થવા દો !

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222