________________
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
આત્મા જણાવી દઈશું. પછી તમને આનંદ આનંદ થઈ જશે અને આ કષાયો બધા મટી જશે !!
જ્યાં સુધી આત્મા અનુભવમાં ના આવે ત્યાં સુધી કશું વળે નહીં. લોકો કહે છે કે “સાકર ગળી છે, સાકર ગળી છે.' તે આપણે પૂછીએ કે ‘કેવી ગળી છે ?” ત્યારે એ કહે કે, “જાણતો નથી ! એ તો મોઢામાં મૂકીએ ત્યારે ખબર પડે.” એમ આત્માનું છે. આ બધી આત્માની વાતો કરે, પણ બધી વાતોમાં જ છે. એમાં કશું ફળદાયી નહીં. કષાય જાય નહીં ને દહાડો આપણો વળે નહીં. અનંત અવતારથી આવું ભટક ભટક કરે છે. જ્ઞાની પુરુષ'નાં દર્શન કયાં નથી, સત્ સુપ્યું નથી, સત્ શ્રદ્ધયું નથી. સત્ને જાણવું તો જોઈએને એક ફેરો ? - કષાયો બહુ દુ:ખદાયી છે ને ? અને પેલા સુખ આપે છે તે કષાયો, તે શું છે ?
પ્રશ્નકર્તા : એ તો આપે કીધું ત્યારે ખ્યાલ આવ્યો કે એ મહા દુ:ખદાયી છે, નહીં તો અનુકુળમાં કષાયો હોય એ સમજણમાં જ નહોતા આવતા.
દાદાશ્રી : ‘જ્ઞાનીપુરુષ’ના દેખાડ્યા સિવાય મનુષ્યને પોતાની ભૂલનો ખ્યાલ ના આવે, આવી અનંતી ભૂલો છે. આ એક જ ભૂલ નથી. અનંતી ભૂલો ફરી વળી છે.
પ્રશ્નકર્તા ઃ ભૂલો તો ડગલે ને પગલે થાય છે.
દાદાશ્રી : આ અનુકૂળ એ કષાયો કહેવાય. એવું તમે બરાબર સમજી ગયા છો ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : આ જે નિરંતર ગારવરસમાં રાખે, ખૂબ ઠંડક લાગે, ખૂબ મજા આવે. એ જ કષાયો છે તે ભટકાવનારા છે.
કષાયોનો આધાર પ્રશ્નકર્તા : આ કષાય શેના આધારે છે ?
દાદાશ્રી : અજ્ઞાનના આધારે છે.
અજ્ઞાનતા જ આ બધાનું ‘બેઝમેન્ટ' છે. અજ્ઞાનતા ગઈ કે બધો ઉકેલ આવ્યો. અજ્ઞાનતા અમારા સમજાવવાથી જાય. અજ્ઞાન જાય એટલે કષાય પડવા માંડે, એટલે રાગ-દ્વેષ પડવા માંડ્યા. પછી પ્રકૃતિ પડવા માંડે. છે ને સહેલો રસ્તો ?
“અક્રમ'ની બલિહારી ! પ્રશ્નકર્તા: દાદા, કંઈ પણ કિંચિત્માત્ર કર્યા વગર આ પ્રાપ્ત થવું, એ સમજાતું નથી.
દાદાશ્રી : “અક્રમ વિજ્ઞાન” હંમેશ જ્ઞાનીની કૃપાથી પ્રાપ્ત થાય. અને ‘ક્રમિક'માં પણ કૃપા તો ખરી જ, પણ એમાં ગુરુ કહે એવું કર કર કરવું પડે. “અક્રમ'માં કર્તાપદ ના હોય. અહીં તો જ્ઞાન જ, સીધું ‘ડાયરેક્ટ’ જ્ઞાન. એટલે બહુ સરળ થઈ પડે ! તેથી આને ‘લિફટમાર્ગ’ કહ્યો. ‘લિફટમાર્ગ એટલે મહેનત વગેરે કશું કરવાનું નહીં. આજ્ઞામાં રહેવાનું. એટલે નવું ‘ચાર્જ ના થાય. પછી તમારે વિસર્જન થયા જ કરે. જેવા ભાવે સર્જન થયેલું હતું, તેવા ભાવે વિસર્જન થયા કરે.
અનુભવ-લક્ષ-પ્રતીતિ પોતે અનાદિ કાળથી વિભ્રમમાં પડેલો છે. આત્મા છે સ્વભાવમાં, પણ વિભાવની વિભ્રમતા થઈ. તે સુષુપ્ત અવસ્થા કહેવાય. તે જાગ્યો ત્યારે તેનું લક્ષ બેસે આપણને. એ જ્ઞાન કરીને જાગે. ‘જ્ઞાની પુરુષ' જ્ઞાન કરીને બોલાવે. એટલે આત્મા જાગે પછી લક્ષ ના જાય. લક્ષ બેઠું એટલે અનુભવ, લક્ષ ને પ્રતીતિ રહે. આ લક્ષની મહીં પ્રતીતિ હોય જ. હવે અનુભવ વધતા જવાના. પૂર્ણ અનુભવને કેવળજ્ઞાન કહ્યું.
સામીપ્યભાવથી મુક્તિ અજ્ઞાનતાથી કષાય ઊભા થાય છે. જ્ઞાનથી કષાય ના હોય. સ્વરૂપજ્ઞાન થયા પછી ‘તમે’ ઉગ્ર થઈ જાવ, તો એ પેલા પાછલા કષાયો છે કે જે હવે ડિસ્ચાર્જ થાય છે. ડિસ્ચાર્જ થાય છે, એને ભગવાને ચારિત્ર