Book Title: Aptavani 05 06
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 193
________________ ૧૮૨ આપ્તવાણી-૬ આપ્તવાણી-૬ ૧૮૩ બેઠા હોય ત્યાં સુધી કશુંય મનમાં ખરાબ વિચાર નહોતા આવતા ને લગ્નમાં ગયા કે વિષયના વિચારો ઊભા થયા, સંયોગ ભેગો થયો કે વિચાર ઊભા થાય. આ ‘દેખત ભૂલી’ એકલા દિવ્યચક્ષુથી જ ટળે એમ છે. દિવ્યચક્ષુ સિવાય ટળે નહીં. પ્રશ્નકર્તા : આ તો સંયોગોને ટાળવાની વાત થઈ ને ? એટલે એક ઠેકાણે બેસી રહેવું ? દાદાશ્રી : ના, આપણું વિજ્ઞાન તો જુદી જ જાતનું છે, આપણે તો ‘વ્યવસ્થિત'માં જે હો તે ભલે હો. પણ ત્યાં આગળ આજ્ઞામાં રહેવું જોઈએ. જ્યાં દેવતા હોય, ત્યાં આજ્ઞામાં નથી રહેતા ? દેવતાને ભૂલચૂકથી અડતા નથી ને ? એવું એણે અહીં વિષયોમાં પણ સાચવવું જોઈએ કે આ દેવતા છે, પ્રગટ અગ્નિ છે. આકર્ષણવાળી વસ્તુ આ જગતમાં જે છે. તે પ્રગટ અગ્નિ છે, ત્યાં ચેતવું જોઈએ. પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે આપણે જે જોઈએ છીએ, તે આપણું નથી છતાં ત્યાં જો ભાવ થાય, તે ન થવું જોઈએ એમ ? દાદાશ્રી : આપણું તે છે જ નહીં, પુદગલ આપણું હોય જ નહીં. આ આપણું પુદ્ગલ ‘આપણું’ નથી, તો એનું પુદ્ગલ આપણું કેમ હોય? આકર્ષણ એ પ્રગટ અગ્નિ છે. ભગવાને આકર્ષણને તો મોહ કહ્યો છે. મોહનું મૂળિયું જ આકર્ષણ છે. આપણે તો સામામાં શુદ્ધાત્મા જોઈએ પણ પછી પાછો ભાવ ઉત્પન્ન થઈ ગયો હોય, ચોંટી ગયો હોય તો પ્રતિક્રમણ કરીએ તો ઉખડી જાય. એવું બધું જાણીને લક્ષમાં રાખવું જોઈએ ને ? આપણે દવા તો જાણી રાખવી જોઈએ ને કે આની શી દવા છે ? આ વિજ્ઞાન છે. સંપૂર્ણભાવે વિજ્ઞાન છે. દેવતાને કેમ અડતા નથી ? ત્યાં કેમ ચોક્કસ રહે છે ? કારણ કે એનું ફળ તરત જ મળે છે. અને વિષયમાં તો પહેલી લાલચ થાય છે, એટલે લાલચથી ફસાય છે. આ દેવતા અડેલો સારો, તેનો ઉપાય છે. પછી ગમે તે ચોપડીએ તો ઠંડું પડી જાય. પણ પેલું તો અત્યારે લાલચમાં ફસાવી અને પાછો આવતો ભવ દેખાડે. આ તો આપણા જ્ઞાનનેય ધક્કો મારનારું છે. આવું મોટું વિજ્ઞાન છે. એનેય ધક્કો મારે એવું છે, માટે ચેતવું. ખાવા-પીવાનાં આકર્ષણોનો વાંધો નથી. કેરી ખાવી હોય તો ખાજો. જલેબી, લાડવા ખાજો. એમાં સામો દાવો માંડનાર નહીં ને ? ‘વન સાઈડડ’નો વાંધો નથી. આ ‘ટુ સાઈડડ' થશે કે જવાબદારી રહેશે. તમે કહેશો કે મારે હવે નથી જોઈતું. તો એ કહેશે કે મારે જોઈએ છે. તમે કહો કે મારે માથેરાન નથી જવું, તો તે કહેશે કે મારે માથેરાન જવું છે. આનાથી તો ઉપાધિ થાય. આપણી સ્વતંત્રતા ખોવાઈ જાય. માટે ચેતતા રહેવું ! આ બહુ સમજવા જેવી ચીજ છે. આને ઝીણવટથી સમજી રાખે તો કામ નીકળી જાય ! પ્રશ્નકર્તા : આ પિકચર, નાટક, સાડી, ઘર, ફર્નિચર એનો મોહ હોય છે. એનો વાંધો નહીં ને ? દાદાશ્રી : એનું કશું નહીં. એનો તમને બહુ ત્યારે મારે પડે. ‘આ’ સુખ આવવા ના દે, પણ એ સામે દાવો માંડનાર નહીં ને ? અને પેલું તો ‘ક્લેઈમ” માંડે, માટે ચેતો. “વાહવાહ'તું “જમણ' ! પ્રશ્નકર્તા ઃ હું જે દાન કરું છું એમાં મારો ભાવ ધર્મ માટેનો, સારાં કામ માટેનો હોય છે. એમાં લોકો વાહવાહ કરે તો એ આખું ઊડી ના જાય ? દાદાશ્રી : આમાં મોટી રકમો વપરાય તે બહાર પડી જાય ને તેની વાહવાહ બોલાય. અને એવી રકમય દાનમાં જાય છે જેને કોઈ જાણે નહીં ને વાહવાહ કરે નહીં એટલે એનો લાભ રહે ! આપણે એની માથાકૂટમાં પડવા જેવું નથી. આપણા મનમાં એવો ભાવ નથી કે લોકો જમાડે ! આટલો જ ભાવ હોવો જોઈએ ! જગત તો મહાવીરનીય વાહવાહ કરતું હતું ! પણ એને એ ‘પોતે' સ્વીકારે નહીં ને ? આ દાદાનીય લોક વાહવાહ કરે છે, પણ અમે એને સ્વીકારીએ નહીં અને આ ભૂખ્યા લોકો તરત સ્વીકારે છે. દાન ઉઘાડું પડ્યા વગર રહે જ નહીં ને ? લોકો તો વાહવાહ કર્યા વગર રહે નહીં. પણ પોતે એને સ્વીકારે નહીં એટલે પછી શો વાંધો?

Loading...

Page Navigation
1 ... 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222