Book Title: Aptavani 05 06
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 200
________________ આપ્તવાણી-૬ ૧૯૭ [૫] આરાધના કરવા જેવું ... અને જાણવા જેવું ... ! પ્રશ્નકર્તા : હવે જે ‘રિયલ’ જોઈએ છીએ, ત્યારે ‘રિયલ’ તરફ પ્રેમ ઉત્પન્ન થવો જોઈએ તે થતો નથી અને “રીલેટિવ' ઉપચાર સ્વરૂપે થઈ ગયું છે, તો આ શું કહેવાય ? દાદાશ્રી : જો પ્રેમ થાય તો સામો દ્વેષ ઉત્પન્ન થાય. પ્રેમ ઉત્પન્ન કરવાની જરૂર નથી. આરાધન કરવા જેવું, રમણતા કરવા જેવું આ ‘રિયલ’ એક જ છે ! ‘શુદ્ધાત્મા'ની રમણતા એટલે નિરંતર ‘શુદ્ધાત્મા'નું ધ્યાન રહે તે ! હવે સ્વરમણતા કરવાની, બીજું કશું કરવાનું નથી. પ્રશ્નકર્તા : “રીલેટિવ'ને જાણવાનું ને ‘રિયલને પણ જાણવાનું છે ? દાદાશ્રી : ના, “રીયલ’નું આરાધન કરવાનું છે અને “રીલેટિવ'ને જાણવાનું છે ! જાણવા જેવું એકલું “રીલેટિવ' જ છે. આ ‘રિયલ’ તો અમે તમને જણાવી દીધું છે ! હવે આ જગત આખું ‘ય’ સ્વરૂપે છે અને તમે ‘જ્ઞાતા’ છો. તમને ‘જ્ઞાયક’ સ્વભાવ ઉત્પન્ન થયો છે. પછી હવે બાકી શું રહ્યું ? ‘જ્ઞાયક’ સ્વભાવ ઉત્પન્ન થયા પછી ‘ય’ને જોયા જ કરવાનું છે ! - તમારે હવે શુદ્ધાત્મા તરફ પ્રેમ રાખવાની જરૂર નથી. કારણ કે તમે તે રૂપ તો થઈ ગયા છો, હવે કોની જોડે પ્રેમ કરશો ? તમને જ્ઞાન, દર્શન ને ચારિત્ર શરૂ થઈ ગયું છે ! નહીં તો જોવા-જાણવા પર રાગ-દ્વેષ થાય ! જુએ-જાણે તેની પર રાગ-દ્વેષ ના થાય એ વીતરાગ ચારિત્ર કહેવાય. - હવે તો તમારે ચારિત્ર પણ ઊંચું થઈ ગયું. આ તો અજાયબી થઈ ગયેલી છે !! પણ હવે એને સાચવી રાખો તો ખરું ! કોઈ ચોકલેટ આપીને કોઈ બંગડીઓ ના પડાવી લે તો સારું. હવે તો તમને જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ બધું જ ચાલ્યા કરવાનું. પણ તપની તમને ખબર ના હોય કે ક્યાં આગળ તપ થાય છે ! અમારી ‘આજ્ઞા” જ એવી છે કે તપ કરવું જ પડે ! અમે મોટરમાં ફરીએ પણ કોઈની જોડે વાત ના કરીએ, કારણ અમે ઉપયોગમાં જ હોઈએ. અમે સહેજ ઉપયોગ ના ચૂકીએ ! આવું સરસ વિજ્ઞાન હાથમાં આવ્યા પછી કોણ છોડે ? પહેલાં પાંચ મિનિટ પણ ઉપયોગમાં રહેવાતું નહોતું. એક ગુંઠાણું સામાયિક કરવું હોય તો મહા મહા કષ્ટ કરીને રહેવાય અને આ તો સહેજેય તમે જ્યાં જાવ ત્યાં ઉપયોગપૂર્વક રહી શકાય એવું થયું છે ! પ્રશ્નકર્તા : એ સમજાય છે દાદા. દાદાશ્રી : હવે જરા ભૂલોને આંતરો, એટલે કે પ્રતિક્રમણ કરો. આપણે નક્કી કરીને નીકળવું કે આજે આમ જ કરવું છે ! શુદ્ધ ઉપયોગમાં રહેવું છે. એવું નક્કી ના કરીએ તો પછી ઉપયોગ ચૂકી જવાય ! અને આપણું વિજ્ઞાન તો બહુ સરસ છે. નથી બીજી કોઈ ભાંજગડ !! તિજવસ્તુ રમણા પ્રશ્નકર્તા: ‘નિજવસ્તુ” રમણતા કેવી રીતે થાય ? દાદાશ્રી : રમણતા તો બે-ચાર રીતે થાય. બીજી કોઈ રમણતા ના આવડે તો હું શુદ્ધાત્મા છું', ‘હું શુદ્ધાત્મા છું' એવું કલાક-બે કલાક બોલે તોય ચાલે, એમ કરતાં કરતાં રમણતા આગળ વધે ! પ્રશ્નકર્તા : રમણતા તો બધી વિવિધ રીતે હોય ને ?

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222