________________
આપ્તવાણી-૬
પ૭
૫૮
આપ્તવાણી-૬
પ્રશ્નકર્તા : બુદ્ધિને અસર થાય છે, તો મનને અસર નથી પહોંચતી ?
દાદાશ્રી : બુદ્ધિમાંથી મનને પહોંચે. જો બુદ્ધિ વચ્ચે ના હોય તો કોઈ કશી અસર ના થાત.
અમને બુદ્ધિ નહીં એટલે અમને કશી અસર ના થાય. અમને મથુરા'(?) મહીં જાતજાતના હોય, તે જાતજાતનું કહી જાય. પણ વચ્ચે બુદ્ધિ સ્વીકારનાર હોય તો ભાંજગડ થાયને ? બુદ્ધિ સ્વીકારે પછી મન પકડી લે ને મન કૂદાકૂદ કરી મૂકે !
પ્રશ્નકર્તા : બુદ્ધિએ ઝીલ્યું પછી વાગોળવાની ક્રિયા કોણ કરે છે ?
દાદાશ્રી : બુદ્ધિ ઝીલે છે ને મનને પછી પહોંચે છે. હવે મન જ કૂદાકૂદ કરે છે, તે વાગોળવાનું કામ પણ મન જ કરે છે. મન વિરોધાભાસી છે. તે ઘડીમાં આમ લઈ જાય ને ઘડીકમાં પેલે ખૂણે લઈ જાય. હલાય હલાય કરીને તોફાન કરી મૂકે !
બુદ્ધિ અને પ્રજ્ઞાતું ડિમાર્કેશન પ્રશ્નકર્તા : આ પ્રજ્ઞાએ કામ કર્યું કે બુદ્ધિએ કામ કર્યું, એ કઈ રીતે ખબર પડે ? બુદ્ધિ અને પ્રજ્ઞાની વ્યાખ્યા શી ? કંઈક વાત થાય તો બુદ્ધિ દોડાવી, બુદ્ધિ ઊભી થઈ કહે છે, તો બુદ્ધિ શું ?
દાદાશ્રી : અજંપો કરે તે બુદ્ધિ. પ્રજ્ઞામાં અજંપો ના હોય. આપણને સહેજ પણ અજંપો થાય તો જાણવું કે બુદ્ધિનું ચલણ છે. તમારે બુદ્ધિ નથી વાપરવી તોય વપરાય જ છે. એ જ તમને જંપીને બેસવા નથી દેતી. એ તમને ‘ઈમોશનલ’ કરાવડાવે. એ બુદ્ધિને આપણે કહેવું કે ‘હે બુદ્ધિબેન ! તમે તમારે પિયર જાવ. અમારે હવે તમારી જોડે કંઈ લેવાદેવા નથી.” સૂર્યનું અજવાળું થાય, પછી મીણબત્તીની જરૂર ખરી ? એટલે આત્માનો પ્રકાશ થયા પછી બુદ્ધિના પ્રકાશની જરૂર રહેતી નથી. અમને બુદ્ધિ ના હોય. અમે અબુધ હોઈએ.
પ્રશ્નકર્તા તો પછી મૌન રહેવું, તે બુદ્ધિ ના દોડાવી કહેવાય ? દાદાશ્રી : મૌન રાખ્યું રહે નહીં.
પ્રશ્નકર્તા : ના, પણ કોઈથી મૌન રહ્યું તો ?
દાદાશ્રી : શી રીતે રહે ? બુદ્ધિ ‘ઈમોશનલ' જ રાખ્યા કરે. મોશન'માં રાખે જ નહીં. શાંતિથી ઘડીવાર તમને બેસવા જ ના દે. બુદ્ધિ રાત્રે બે વાગ્યેય ઉઠાડે ! જો કૂદાકૂદ ! જો કૂદાકૂદ ! જંપીને આરામેય ના કરવા દે !
પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તો જ બુદ્ધિ ના વપરાય ?
દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટા રહે પછી બુદ્ધિનો વાંધો નહીં. પછી તો બુદ્ધિ વપરાય જ કેવી રીતે ? પછી તો છેલ્લું ‘સ્ટેશન’ આવે ! પણ બુદ્ધિ જ્ઞાતાદ્રષ્ટા રહેવા જ ના દે.
શાક લેવા માર્કેટ ગયા હો ને તમારે સત્સંગમાં જવાની ઉતાવળ હોય તોય એ બુદ્ધિ ચાર દુકાને ફેરવે ! ત્યારે એ છોડે ! બુદ્ધિ રખડાવ ૨ખડાવ કરે !
પ્રશ્નકર્તા : જ્યાં જે મળ્યું, પૈડા ભીંડા લાવીને ઘેર આવે. એટલે બુદ્ધિ ના દોડી એમ ?
દાદાશ્રી : તમને શી ખાતરી કે પૈડા આવશે કે જવાન આવશે ? કેટલાક તો દુકાને જઈને ખાલી બોલે જ ભીંડા તોલી આપજો ને સરસ ભીંડા આવે !
અને પૈડા આવે તોય શું બગડી ગયું ? સંસારમાં તો એવું ચાલ્યા જ કરે. રોજ પૈડા ના આવે. કો'ક ફેરો જ આવે. પણ પછી એનું પુણ્ય હોય ને ? ભલા માણસને તો બધી પુણ્ય ભલી જ હોય. તે આગળ આગળ તૈયાર જ હોય. ખટપટિયાને જ બધી પુણ્ય ખટપટી હોય.
અહંકારતા ઉદયમાં “એડજસ્ટમેન્ટ' ! પ્રશ્નકર્તા : આ અહંકાર, એ શી વસ્તુ છે ?
દાદાશ્રી : અહંકાર એ કશી વસ્તુ નથી. કોઈએ કહ્યું કે ‘તમે ચંદુભાઈ” ને તમેય માની લીધું કે ‘હું ચંદુભાઈ’, એ અહંકાર !