________________
સામાને સુધારવો હોય તો સામો ગમે તેટલું દુઃખ દે, તોય તેનાં માટે એક પણ અવળો વિચાર ના આવે તો તે સુધરે જ. આ જ એક સુધરવાનો ને પરિણામે સામો સુધરે એવો રસ્તો છે !
સામાને ‘આ તારી ભૂલ છે” એમ મોઢે કહીએ, તો એ ‘એક્સેપ્ટ’ નહીં કરે. ઊલટું ભૂલને ઢાંકશે. એને કહીએ ‘તું આમ કરજે.' ત્યારે એ જુદું જ કરે. એનાં કરતાં એને જો એમ કહ્યું હોય કે “આવું કરવાથી તને શો ફાયદો થશે ?’ એટલે એ સામેથી કરવાનું છોડી દે.
ઠાઠડીમાં સથવારો કોણ છે ? વહેતાં પાણીમાં ક્યા પરપોટાને પકડી રખાય ? કોણ કોને સાથ દે ?
પોતાને ભાન નથી કે જેને માટે સંઘર્ષણ થાય છે, તે વસ્તુ પોતાની છે કે પારકી ? આ બધું હું કરું છું કે કોઈ મને કરાવે છે ? દેહના ભોગે પણ સંઘર્ષ થવો જ ના જોઈએ ! મહીં ભાવ બગડે, અભાવ થાય કે સહેજ આંખેય ઊંચી થાય, તે જ સંઘર્ષની શરૂઆત છે. પોતાને બીજો અથડાય પણ પોતે કોઈનેય ના અથડાય, તો એવા ઘર્ષણ થવાના સંયોગોમાં ઘર્ષણ થતું અટકે ને વધારામાં ‘કોમનસેન્સ' પ્રગટ થઈ જાય, નહીં તો અજાગૃતિથી એ જ ઘર્ષણમાં અનંત આત્મશક્તિઓ આવરાય. સંસારમાંય ‘સેફટી' જોઈએ છે ને મોક્ષનો માર્ગ પૂરો કરવો છે, તે ઘર્ષણને ‘સ્કોપ' કેમ આપે?
જે જ્ઞાન કરીને જ્ઞાનીઓ જગતજીત થયા છે, તે જ્ઞાન કો'ક ફેરો સાંભળ્યું હોય તો કામ લાગે. અંતે જગતજીત જ થવાનું છે ને !
જગતમાં આપણે બધાને ગમીશું તો જ કામ લાગશે. જગતને આપણે ગમ્યા નહીં, તો તે કોની સ્લ ? આપણી સાથે સામાને મતભેદ થાય તો તે પોતાની જ ભૂલ છે. જ્ઞાની તો ત્યાં બુદ્ધિકળા ને જ્ઞાનકળાએ કરીને મતભેદ પડતાં પહેલાં જ ટાળે.
મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે” એવું ભાન થયા પછી ‘અનુકૂળપ્રતિકુળ’નાં તંદ્ર રહેતાં નથી. જ્યાં સુધી વિનાશી સ્વરૂપમાં વાસો હતો ત્યાં સુધી ‘અનુકૂળ-પ્રતિકૂળ રહે, જે નર્યો સંસાર જ છે. “મીઠું’ જ્યાં સુધી મીઠું લાગે છે, ત્યાં સુધી જ ‘કડવું’ ‘કડવું’ લાગે છે. ‘મીઠું’ ના વેદે તો ‘કડવા’માં વેદવાપણું રહેતું નથી. “મીઠામાં’માં જાણપણું રહે તો ‘કડવામાં
જાણપણું સહેજે રહે, આ તો પહેલાંની “મીઠું ભોગવવાની ટેવો પડેલી, તેથી ‘કડવું’ કાળજું કોરી ખાય.
અનુકૂળમાં ઊભા થતા કપાયો ઠંડકવાળા હોય, મીઠા હોય. તે રાગ કષાય-લોભ ને કપટવાળા કષાય છે, તેની ગાંઠ તૂટે નહીં. એ કષાયો રસ ગારવતામાં ડૂબાડે અને અનંત અવતાર ભટકાવી મારે.
દાન કરે તેને લોક વાહવાહનું જમણ જમાડ્યા વગર છોડવાનાં જ નથી. વાહવાહની ભૂખવાળો તો લોકોના ફેંકેલા વાહવાહના ટુકડા ધૂળમાંથી વીણી વીણીનેય ખાઈ જાય. જ્યારે જ્ઞાનીઓ બત્રીસ જાતનું જમણ પીરસે તો ય તેને ‘સ્વીકારે’ નહીં, પછી રોગ પેસવાનો ભો જ ક્યાં રહ્યો ?
કંઈ પણ કામ કરીએ તેમાં કામની કિંમત નથી. પણ તેની પાછળ રાગ-દ્વેષ થાય તો તેનાથી આવતો ભવ ઊભો થાય ને રાગ-દ્વેષ ના થાય તો આવતા ભવની જવાબદારી રહેતી નથી.
જયારે અન્યનો એક પણ દોષ નહીં દેખાય ને પોતાના એકેએક દોષ દેખાશે ત્યારે છુટાશે. ‘પોતાના દોષે કરીને હું બંધાયેલો છું' એવી દૃષ્ટિ થશે, ત્યારે સામાના દોષ દેખાતા બંધ થશે. માટે માત્ર દૃષ્ટિ ફેર જ કરી લેવાની છે. દરેક પોતપોતાનાં કર્માધીન ભટકે છે, તેમાં તેનો શું દોષ ? વ્યવહાર એમ નથી કહેતો કે સામાના દોષ જોવા ! વ્યવહારમાં તો ‘જ્ઞાની પુરુષ' પણ રહે જ છે ને ! છતાં તે જગતને નિર્દોષ જ નિહાળે છે ને !!!
ચોર ચોરી કરે તે તેના કર્મના ઉદયથી કરે છે. તેમાં તેને ચોર કહેવાનો, આપણને શો અધિકાર ? ચોરમાં પરમાત્મા જુએ તો ચોર ગુનેગાર નહીં દેખાય. ભગવાન મહાવીરે આખા જગતને નિર્દોષ જોયું, તે શું આ દૃષ્ટિના આધારે જ તો નહીં ?
ભયંકર અપમાનના ઉદયમાં અંતઃકરણ તપીને લાલચોળ થાય, ત્યારે એ તપને ઠેઠ સુધી તન્મયાકાર થયા સિવાય સમતાપૂર્વક ‘જોયા’ કરે તો એ તપ મોક્ષે લઈ જાય !
તપ તો તેનું નામ કે જેની કોઈને ગંધય ના આવે. આપણા તપને