________________
જ, પોતાનું તેમ જ પરિણામે સામાનું, સર્વ રીતે સોલ્યુશન લાવે તેમ છે. આ જગતમાં દરેક વાતને પોઝિટિવ લેવાની છે. નેગેટિવ તરફ વળ્યા કે પોતે અવળો ચાલશે ને સામાનેય અવળો ચલાવશે.
વ્યવહાર એ કોયડાઓનું સંગ્રહસ્થાન છે. એક પતે ને બીજો કોયડો મોઢું ફાડીને ઊભો જ હોય. પોતાની જાતને જાણે ત્યાં જગત વિરામ પામે. પારકાની પંચાત માટે જગત નથી. પોતાની ‘સેફસાઈડ’ કરી લેવા માટે આ જગત છે !
જ્યાં સુધી પોતાને એવી બિલીફ પડેલી છે કે ‘મારાથી સામાને દુઃખ થાય છે.’ ત્યાં સુધી સામાને એ સ્પંદનનાં પરિણામ સ્વરૂપ દુ:ખ થવાનું જ. અને આમ જે દેખાય છે, તે પોતાના જ સેન્સિટિવનેસનાં ગુણથી છે. એ એક પ્રકારનો અહંકાર જ છે. એ અહંકાર રહે ત્યાં સુધી સામાને દુઃખનાં પરિણામ થવાનાં જ. એ અહંકાર જયારે વિલય પામે, ત્યારે કોઈનેય પોતાથી દુ:ખ પરિણામ ઊભાં થાય જ નહીં. આપણે ચોખ્ખા થયા તો જગત ચોખ્ખું જ છે.
જ્ઞાની જે માર્ગે અસર મુક્ત થયા તે જ તેમણે જોયેલો, જાણેલો ને અનુભવેલો. આ માર્ગ આપણને જગતથી છૂટવા માટે કહી દે છે.
આવી પડેલી વેદનાથી મુક્ત થવા બીજા રંજિત કરનારા પર્યાયનો સહારો લઈ જગત દુઃખમુક્ત થવા ફરે છે ને નવું જોખમ વહોરે છે. જ્ઞાનીઓ આમ આત્મવીર્યને વટાવી ના જાય. એ તો સમભાવે નિકાલ’ કરે.
‘જ્ઞાનીપુરુષ’ને કોઈ ગમે તેટલી ગાળ ભાંડે તોય જ્ઞાની તેને કહે, ‘કશો વાંધો નહીં બા, તું તારે અહીં આવતો રહેજે. એક દા’ડો તારો ઉકેલ આવશે.’ આ તે કેવી ગજબની કરુણા ને સમતા !!
આ જગત એક ક્ષણવાર પણ અન્યાયને પામ્યું નથી. જગતની કોર્ટો અન્યાયને પામે ! ફાંસીએ ચઢાવે તેય ન્યાય છે ને નિર્દોષ છોડી દે તેય ન્યાય છે. માટે કયાંય શંકા કરવા જેવું જગત નથી. આ જગતમાં એવો કોઈ જન્મ્યો જ નથી કે જે તમારું નામ દે ને નામ દેનારો હશે ત્યાં લાખો ઉપાયે પણ કશું વળનાર નથી. માટે બીજે બધે પૂળો મૂકીને આત્મા ભણી જાવ.
6
કયા જ્ઞાનના આધારે કોઈના પર શંકા કરાય ? આ આંખે દેખેલું ય શું ખોટું નથી ઠરતું ? શંકાનું કયારેય સમાધાન હોય નહીં ! સાચી વાતનું સમાધાન હોય !! જ્યાં શંકા નથી રાખતો, ત્યાં શંકા હોય છે. ને જ્યાં વિશ્વાસ રાખે છે ત્યાં જ શંકા હોય છે. જ્યાં શંકા છે ત્યાં કશું જ નથી હોતું. રૂમમાં સાપ પેઠો એ દેખ્યાનું જ્ઞાન થયું, જ્યાં સુધી એ નીકળી ગયાનું જ્ઞાન ના થાય ત્યાં સુધી શંકા જાય નહીં. નહીં તો જ્ઞાનીપુરુષના વિજ્ઞાનના અવલંબનથી એ નિઃશંક થાય.
કંઈ પણ યાદ આવે છે, તેની આપણી પર ફરિયાદ છે. તેથી ત્યાં તો પ્રતિક્રમણ કર કર કરીને ચોખ્ખું કરવું પડે.
આપણે બીજાને દુઃખ દીધું ને એ અહીં દુઃખમાં ટળવળે ને આપણે મોક્ષે જઈએ, એ બને ખરું ? પોતે દુઃખી હોય તે જ બીજાને દુઃખ દે. દુખિયો મોક્ષે જાય ? માટે ઊઠો, જાગો ને નક્કી કરો કે આજથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિત્ માત્ર દુઃખ દેવું નથી.’ પછી મોક્ષ તમારી સામે આવતો દેખાશે. સામો દુઃખ દે તે આપણે જોવાનું નથી. એને બધી જ છૂટ છે. એની સ્વતંત્રતા આપણાથી કેમ છીનવાય ?
?'
એક બાજુ વિશ્વકોર્ટમાંથી નિર્દોષ છૂટકારો જોઈએ છે ને બીજી બાજુ ‘આણે મને આમ કેમ કર્યું ? કેમ કહ્યું ?” એમ દાવા માંડ્યા કરવા છે, તો કેમ છૂટાય ? અને ભૂલેચૂકે જો દાવો મંડાઈ જાય તો તે પાછો ખેંચી લેવો, પ્રતિક્રમણ કરીને જ સ્તોને !!
વહુ જોડેનો વ્યવહાર, એની મહીં પરમાત્મા જોઈને પૂરો કરવાનો છે, નહીં કે બાવા થઈ જવાનું છે. વ્યવહાર વ્યવહારમાં વર્તે છે, તેમાં શુદ્ધ સ્વરૂપ જોવાય એ જ શુદ્ધ ઉપયોગ છે.
આપણાથી થતા અસંખ્ય દોષો, શું જ્ઞાનીની દૃષ્ટિમાં ના આવે ? આવે તો ખરા જ, પણ તેમનો ઉપયોગ શુદ્ધાત્મા તરફ હોય. તેથી જ્ઞાનીને રાગ-દ્વેષનાં પરિણામ ઉત્પન્ન જ ના થાય.
આપણાં પરિણામ બદલાય છે, માટે જ સામાનાં પરિણામ બગડે છે. જ્ઞાનીનાં પરિણામ કોઈ સંયોગોમાં બદલાય નહીં.
7