________________
પ્રશ્નકર્તાને પલમાં જ થઈ જાય કે ઓહોહો ! બસ આટલી જ દૃષ્ટિભેદ હતી મારી ? આમ બહાર જોવાને બદલે ૧૮૦° દૃષ્ટિને ફેરવી હોત તો ક્યારનો ય ઉકેલ આવી ગયો હોત ! પણ ૧૮૦ તો શું એક ડીગ્રીય પોતે પોતાથી કેમ ફરે ? એ તો સર્વદર્શી જ્ઞાનીનું જ કામ.
આત્મવિજ્ઞાન જ્યાં સંપૂર્ણપણે પ્રગટ થયું છે, જ્યાં આપણી અનંતકાળની ‘આત્મખોજ' વિરામ પામે તેમ છે, ત્યાં એ તક ચૂકી પાછા અનંતી ભટકામણ ભોગવાય, એ તો કંઈ પોષાતું હશે ?
આત્મવિજ્ઞાન જ નહીં, પણ પ્રકૃતિનું સાયન્સ પણ જ્યાં સાથે સાથે પ્રગટ થયું છે કે જે ક્યાંય બન્યું નથી, તે અહીં અનુભવમાં આવે છે. તો ત્યાં તેનો પૂરેપૂરો લાભ ઉઠાવી, પુરુષ અને પ્રકૃતિનું એક્ઝેક્ટ ભેદાંકન કરી, પ્રકૃતિની જાળમાંથી કેમ ના છૂટી જઈએ ? આ પ્રાકૃત ભીંસમાં ક્યાં સુધી ભીડાતા રહેવું ? પ્રકૃતિની પાર જવાનું વિજ્ઞાન હાથવેંત જ છે, તો પછી પોતાની પ્રકૃતિનો ચિત્તાર જ્ઞાની પાસે કેમ ના મૂકાય ? જેને છૂટવું જ છે, તેને પ્રકૃતિની વિકૃતિનું રક્ષણ શાને ?
જ્ઞાની પૂરેપૂરા ઓળખાય ક્યારે ?
જયારે જ્ઞાનીનું ‘જ્ઞાન’ જેમ છે તેમ, પૂરેપૂરું સમજાય ત્યારે ! ત્યારે તો કદાચ ઓળખનારો પોતે જ તે રૂપ થઈ ગયેલો હશે !
આવા જ્ઞાનના ધર્તા જ્ઞાનીને જગત સમજે, પામે ને અહોભાવમાં રાચે, તો સંસારનું સ્વરૂપ સમજાય ને તેમાં અસંગતતા અનુભવે.
વીતરાગોની વાણીની વિશાળતાને કાગળની સીમામાં સીમિત કરતાં નીપજેલી ક્ષતિઓ તે સંકલનાની જ છે, જે અર્થે ક્ષમા પ્રાર્થના.
- ડૉ. નીરુબહેન અમીનના જય સચ્ચિદાનંદ
ઉપોદ્ઘાત
ડૉ. નીરુબહેન અમીન
કુદરત શું કહે છે કે તને હું જે જે આપું છું, તે તારી જ બુદ્ધિના આશય મુજબનું છે. પછી એમાં તું હાય કકળાટ શાને કરે છે ? જે મળ્યું તે સુખેથી ભોગવને ! બુદ્ધિના આશયમાં ‘ગમ્મે તેવું બૈરું હશે તો ચાલશે, પણ બૈરા વિના નહીં ચાલે.’ એવું હોય તો તેને ગમ્મે તેવું જ બૈરું ભેગું થાય. પછી આજે પારકું બૈરું જુએ ને પોતાને અધૂરું લાગે પણ સંતોષ તો પોતાનાં ઘરનાંથી જ થાય. એમાં તું ગમે તેવા ધમપછાડા કરીશ તો તારું કંઈ જ વળવાનું નથી. માટે સમજી જાને ! સમભાવે નિકાલ કરી નાખ ને! કકળાટ કરવાથી તે નવી પ્રતિષ્ઠા થયા કરવાની ને તેથી સંસાર ક્યારેય વિરામ નહીં પામે. આ સંસારની રઝળપાટથી હાર્યો-થાક્યો. છેવટે એક જ
નક્કી થાય કે હવે કંઈક છૂટકારો થાય તો સારું, ત્યારે તેને જ્ઞાનીપુરુષ અવશ્ય મળે જ, જેમની કૃપાથી પોતાના સ્વરૂપનું ભાન થાય, પોતાનું આત્મસુખ ચાખવા મળે. પછી તો એની દૃષ્ટિ જ બદલાઈ જાય છે. પછી તે નિજઘર છોડી બહાર ડાફોળિયાં મારતી નથી. પરિણામે નવી પ્રતિષ્ઠા ઊભી થતી નથી.
કોઈને ટૈડકાવીએ ને પછી મનમાં એવા ભાવ થાય કે આમ કર્યા વગર પાંસરો ના થાય તો ‘ટૈડકાવવો છે’ એવા કોડવર્ડથી વાણીનું ચાર્જિંગ એવું થાય. તેને બદલે મનમાં એવો ભાવ થાય કે ટૈડકાવવું એ ખોટું કહેવાય. આમ ના હોવું જોઈએ, તો ટૈડકાવવો છે’નો કોડવર્ડ નાનો થાય ને એવું ચાર્જ થાય. અને ‘મારી વાણી ક્યારે સુધરશે ?” એવા સતત ભાવ થયા કરે તો તેનો કોડવર્ડ બદલાય. અને ‘મારી વાણીથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો.' એવી ભાવનાથી જે કોડવર્ડ ઊભા થાય છે, તેમાં તીર્થંકરોની દેશનાની વાણીનું ચાર્જિંગ થાય છે !
આ કાળમાં વાણીના થાથી જ લોકો દિનરાત પીડાય છે. ત્યાં લાકડીના ઘા નથી થતા, સામો વાગ્માણ વીંઝે ત્યારે વાણી પર છે ને પરાધીન છે' એ જ્ઞાનીનું આપેલું જ્ઞાન હાજર થતાં જ, ત્યાં પછી શું ઘા વાગતા હશે ? પોતાથી સામાને વાગે તેવી વાણી બોલે ત્યાં પ્રતિક્રમણ
5