________________
આપ્તવાણી-૫
૧૭૯
૧૮૦
આપ્તવાણી-૫
આજે ધર્મમાં જે પુરુષાર્થ બધા ચાલે છે, એ તો ખેતીવાડી કરે છે, બીજ નાખે તેનું પાંચસો-પાંચસો ગણું મળ્યા કરે.
પ્રશ્નકર્તા : આપણા માર્ગમાંય થોડી ખેતીવાડી ખરી ને ? આપણામાંય આરતી કરીએ છીએ ને ?
દાદાશ્રી : આપણામાં ખેતીવાડી હોતી હશે ? ખુદ ખુદા થઈ ગયા ને ! આપણે ત્યાં જે આરતી છે એ ખુદની આરતી છે, અહીં દરેક માણસ પોતે પોતાની જ આરતી કરી રહ્યા છે. આપણે ત્યાં જે પદો ગાય છે, તે ખુદની જ કીર્તન ભક્તિ છે ! આપણે ત્યાં ખુદના સિવાય ‘રિલેટીવ’ વસ્તુ જ નથી !
પ્રશ્નકર્તા : ખુદની કીર્તનભક્તિ કરનાર કોણ ? દાદાશ્રી : પોતે જ, પોતે ! પ્રશ્નકર્તા : એ ભાગ કયો ? દાદાશ્રી : એ પ્રજ્ઞાશક્તિ છે, તે કામ કરી રહી છે ! પ્રશ્નકર્તા : અજ્ઞા નહીં ?
દાદાશ્રી : ના, અજ્ઞા તો રહે જ નહીં ! અન્ના હોય ત્યાં સુધી સંસાર ઊભો થઈ જાય. સંસારી બાબતની સલાહ આપે તે અજ્ઞાશક્તિ !
જેને ખબર નથી કે આપણે અહીં પોતે પોતાની કીર્તનભક્તિ કરીએ છીએ, એને તો પછી ખોટ જ જાયને ? આ જાણ્યા પછી ખોટ ના જવા દો ! અહીં જે ભક્તિ કરે છે, એ મારા માટે, “એ. એમ. પટેલ માટે નથી, ‘દાદા ભગવાનની છે ! અને ‘દાદા’ તો બધામાં બેઠા છે, મારા એકલામાં બેઠા નથી, એ તમારામાં બેઠા છે, આ તેમની જ ભક્તિ છે ! આરતી બધું તેમનું જ છે અને તેથી જ અહીં બધાને આનંદ આવે છે, તમારી જોડે હું પણ અંદર બેઠેલા ‘દાદા'ને મારા નમસ્કાર કરું છું !
પ્રશ્નકર્તા : તે ઘડીએ બધા આનંદમાં આવી જાય છે, એનું કારણ શું ?
દાદાશ્રી : કારણ કે આ ‘દાદા જો દેહધારી રૂપે હોતને તો તો મનમાં એમ થાત કે પોતાની જાતનું જ ગા ગા કર્યા કરે છે ! ખરેખર આ એવું નથી ! કષ્ણ ભગવાને ગીતામાં આવી રીતે ગાયું છે ! પણ લોકોને સમજાય નહીંને ! “તું” જ કૃષ્ણ ભગવાન છે, જ્યાં સુધી સ્વરૂપનું ભાન ના થયું હોય, ત્યાં સુધી શી રીતે સમજ પડે ?
સાંભળનારોય પોતાનો સત્સંગ કરે છે ને બોલનારોય પોતાનો સત્સંગ કરે છે. આ વિજ્ઞાન એવી જાતનું છે કે કોઈ માણસને પારકા માટે કરવાની જરૂર નથી. એની મેળે પોતે પોતાનું જ કરી રહ્યા છે !
આ તમને દેખાય છે તે ‘દાદા ભગવાન છે ? ના, ન હોય એ ‘દાદા ભગવાન', એ તો ‘એ. એમ. પટેલ' છે, ભાદરણ ગામના છે. ‘દાદા ભગવાન’ તો અંદર પ્રગટ થયા છે, તે છે !
એમનું સ્વરૂપ શું છે ? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ-એ એમનું સ્વરૂપ છે ! જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના આધારે જે અનુભવમાં આવે છે, તે ‘દાદા ભગવાન છે.
બાકી આ તો પટેલ છે. કાલે આ પરપોટો ફૂટી જાય તો લોકો એને બાળી મૂકે અને ‘દાદા ભગવાનને કોઈ બાળી ના શકે. કારણ કે અગ્નિ સ્થૂળ સ્વરૂપ છે ને આત્મા સૂક્ષ્મ છે. સ્થૂળ સૂક્ષ્મને શી રીતે બાળે ? એવા જ જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ સ્વરૂપે રહેલા ‘દાદા ભગવાન તમારી મહીં પણ બિરાજેલા છે ! તે તમે પોતે જ છો !
- જય સચ્ચિદાનંદ