________________
આપ્તવાણી-૫
૧૧૫
૧૧૬
આપ્તવાણી-૫
હોય ને કોઈને ના પણ પડતી જાય ! સૂઝ એ કુદરતી બક્ષિસ છે. એ અહંકારી વસ્તુ નથી. ‘નેચરલ ગિફટ' છે. દરેકને પોતપોતાના ગજા પ્રમાણે સૂઝ હોય. નાનાં છોકરાંને પણ સૂઝ પડી જાય !
ધર્મની દુકાનો પ્રશ્નકર્તા : જાત જાતના બધા ધર્મો કહે છે કે અમારુ ખરું, અમારું ખરું, તો કોનું ખરું માનવું ?
દાદાશ્રી : વીતરાગોનું. વીતરાગની વાત સમજવા જેવી છે, વીતરાગનું કહેલું માનજો. આ બધી દુકાનોમાં સાચી વાત નથી. સહુસહુની વાત છે. સહુસહુની દૃષ્ટિએ સાચી છે. કોઈની ખોટી નથી.
પ્રશ્નકર્તા : બધી વાતનો ખ્યાલ એ કે ‘હું' જાય તો કંઈક થાય.
દાદાશ્રી : જે દુકાનના માલિક ના હોય, જે દુકાન માલિક વગરની છે ત્યાં જઈને બેસવું. ‘હું જ્યાં ગયું હોય, જ્યાં ક્રોધ-માન-માયા-લોભ દેખાય નહીં ત્યાં વાત સાંભળજો, તો મોક્ષ થશે; નહીં તો મોક્ષ થવાનો નથી.
વ્યાખ્યાનમાં તો સાંભળનારોય જુદો ને બોલનારોય જુદો. એ વ્યાખ્યાન કહેવાય, આખ્યાન નહિ અને મોક્ષમાર્ગમાં આખ્યાનેય નથી, તો વ્યાખ્યાન ક્યાંથી આવે ?
પ્રશ્નકર્તા : આખ્યાન અને વ્યાખ્યાનનો મર્મ શો છે ?
દાદાશ્રી : બે-ચાર જણની જોડે વાતો કરે એ આખ્યાન કહેવાય અને આખા ટોળામાં બોલે તે વ્યાખ્યાન કહેવાય.
ચેતો અતુકૂળમાં પ્રશ્નકર્તા : રાગ વગરનો પ્રેમ અનુભવમાં આવ્યો નથી, એટલે સામાન્ય કલ્પનાની બહારની વસ્તુ આવે છે.
દાદાશ્રી : આ બીજાં બધાંની જોડેનો હિસાબ દ્વેષનો હોય છે. તેને ‘સમભાવે નિકાલ’ કરવો પડે છે. એ પ્રતિકૂળ કષાય કહેવાય અને આ
રાગનું એ અનુકૂળ કષાય કહેવાય. અનુકૂળ જ્યારે છોડવું હોય ત્યારે છોડાય, પણ અનુકૂળતામાં બહુ જાગૃતિ રાખવી પડે. પ્રતિકૂળ કડવું લાગે ને કડવું લાગે એટલે તરત જ જાગૃતિ આવી જાય છે. અનુકૂળ મીઠું લાગે.
અમને ‘સ્વરૂપ જ્ઞાન’ નહોતું થયું ત્યારે અનુકૂળમાં અમે બહુ ચેતતા રહેતા. પ્રતિકૂળમાં તો આપણને ખબર મળશે. અનુકૂળથી જ આખું બધું રખડેલું. કો'કના ઘરમાં સાપ પેસી ગયો ને તેને એણે દીઠેલો હોય એટલે એને આપણે એમ ના કહેવું પડે કે સાપ પેસી ગયો છે, જાગતો રહેજે ! એટલે જાગતા રહેવા જેવું આ જગત છે. આ જે ભૂલો કરાવે છે ને જે ઝોકું ખવડાવે છે, તે અનુકૂળતા જ કરાવે છે.
બંધ - તિર્જરી નિર્જરા થાય ત્યારે કોઈ વખત એકદમ કડવી, તો કોઈ ફેરો એકદમ મીઠી લાગે. તે બન્નેને આપણે કડવા-મીઠાથી છૂટા થઈને ‘પાડોશમાં રહીને ‘જોયા’ કરવાનું. કડવું-મીઠું એ નિરંતરનો પૌગલિક સ્વભાવ છે.
પ્રશ્નકર્તા : શરીરમાં નિર્જરા ભલે થતી. સાચવવા જેવું નથી.
દાદાશ્રી : સાચવવાનું તો કશું હોય જ નહિ ને ? અને સાચવ્યું કશું સચવાય નહિ ને ? સાચવવાનું પોતાનું સ્વરૂપ !
જેવા ભાવે બંધ થયેલો હોય તેવા ભાવે નિર્જરા થાય. એ એનો સ્વભાવ જ છે. બંધ “આપણી’ હાજરીમાં થયેલો હતો. પણ આ નિર્જરા ગેરહાજરીમાંય થઈ શકે. આપણને સંવર હોય તોય નિર્જરા થઈ શકે. અને બંધ “આપણી’ ગેરહાજરીમાં ના પડે. એટલે જે ભાવે બંધ પડ્યા તે આપણી હાજરીમાં પડેલો. હવે નિર્જરા છે તે એ ભાવે થાય તે આપણે જોયા કરવાનું કે ઓહોહો ! આવો બંધ પડ્યો હોય એવું લાગે છે.
પ્રશ્નકર્તા : જે ભાવે બંધ પડે છે એ ભાવથી બંધ છૂટી શકે ખરા?
દાદાશ્રી : એ ભાવથી નહિ. ભાવથી બંધ છૂટતો નથી. એ જ ભાવવાળાં પરિણામ ઉત્પન્ન થાય છે. ક્રૂર ભાવનો બંધ પડેલો હોય તે