________________
આપ્તવાણી-૫
નથી. જ્યાં કરવાનું છે ત્યાં મોક્ષનો માર્ગ નથી. જ્યાં સમજવાનું છે
તે જ મોક્ષનો માર્ગ છે.
૧૧૩
જે સમજ જ્ઞાનમાં પરિણામ પામી તે દહાડે તે વસ્તુ તમારી પાસે નહીં હોય. તમારે કશું કરવાનું નથી. ગ્રહણ-ત્યાગના આપણે અધિકારી જ નથી, કારણ કે આ મોક્ષમાર્ગ છે. ગ્રહણ-ત્યાગના અધિકારી, શુભાશુભ માર્ગમાં હોય, ભ્રાંતિમાર્ગમાં હોય, આ તો ‘ક્લીઅર’ મોક્ષમાર્ગ છે.
વર્તનમાં આવે ત્યારે એ જ સમજ જ્ઞાનરૂપે પરિણામ પામે છે. દાદાએ જે સમજ પાડી હોય તે અનુભવ કરાવ્યા કરે. એમ કરતાં કરતાં અનુભવજ્ઞાન થતું થતું જ્ઞાનરૂપે એ પરિણામ પામે, તે દહાડે ‘એ’ નહીં
રહે.
મોક્ષમાર્ગ સહેલો છે, સરળ છે અને સુગમ છે. સમભાવી માર્ગ છે, કશી મહેનત વગર ચાલે એવું છે. માટે કામ કાઢી લો. અનંત અવતારેય ફરી આ જોગ ખાય એવો નથી.
જ્ઞાન અપાય એવી ચીજ નથી. જ્ઞાન તો સમજ આપીએ તેમાંથી ઉત્પન્ન થાય. જ્ઞાન ઉત્પન્ન થયું એ ક્યારે સમજ પડે ? ‘આ ખોટું છે' એ જ્ઞાન ક્યારે કહેવાય ? એની મેળે એ છૂટી જાય ત્યારે. છૂટી જવું ને જ્ઞાન બેઉ સાથે બને છે. ત્યાં સુધી સમજમાં તો છે કે આ ન હોવું ઘટે; ન હોવું ઘટે એટલે આપણું આ કેવળદર્શન' એટલે કે કેવળ સમજનું વિજ્ઞાન છે. પછી કેવળજ્ઞાનમાં આવે છે.
પ્રશ્નકર્તા : સમજ્યા પછી જ્ઞાનમાં આવતાં કેટલી વાર લાગે ?
દાદાશ્રી : જેટલી જેની સમજણ પાકી એટલું એનું જ્ઞાનમાં ‘ડેવલપમેન્ટ’ થતું જાય. એ ક્યારે થશે એની ચિંતા નહીં કરવાની. એ તો એની મેળે જ જ્ઞાનમાં પરિણામ પામવાનું, એની મેળે જ છૂટી જવાનું. માટે સમજ સમજ કરવાનું અહીં. જ્ઞાન જ કામ કરી રહ્યું છે. તમારે કશું કરવાનું નહીં. ઊંઘમાંય જ્ઞાન કામ કરી રહ્યું છે, જાગતાંય કામ કરી રહ્યું છે ને સ્વપ્નમાંય જ્ઞાન કામ કરી રહ્યું છે.
આપ્તવાણી-પ
‘દિલ્હી શી રીતે પહોંચાશે' એ વાતને સમજ એટલે દિલ્હી પહોંચાશે. સમજ એ બીજરૂપે છે અને જ્ઞાન એ વૃક્ષરૂપે છે. તમારે પાણીનો છંટકારો અને ભાવનાઓ જોઈએ.
૧૧૪
પ્રશ્નકર્તા : વર્તનમાં આવી ગયું, એનું નામ ચારિત્ર કહેવાય ? દાદાશ્રી : ચારિત્ર કહેવાય, પણ તે સમ્યક્ચારિત્ર કહેવાય; કેવળચારિત્ર તો કેવળજ્ઞાની જ કરી શકે અને ‘જ્ઞાની પુરુષ’ કરી શકે.
પ્રશ્નકર્તા : કેવળચારિત્ર અને સમ્યક્ચારિત્રમાં ફેર શો ?
દાદાશ્રી : સમ્યક્ચારિત્ર જગતના લોક જોઈ શકે અને કેવળચારિત્ર કોઈને દેખાય નહીં. એ ઇન્દ્રિયગમ્ય નથી હોતું. કેવળચારિત્ર એ જ્ઞાનગમ્ય છે.
પ્રશ્નકર્તા : શ્રદ્ધા અને દર્શનમાં શો ફેર ?
દાદાશ્રી : શ્રદ્ધા કરતાં દર્શન ઊંચી વસ્તુ છે. શ્રદ્ધા તો અશ્રદ્ધા પણ થઈ જાય. શ્રદ્ધા કોઈના પર બેઠી હોય તો એ શ્રદ્ધા ફરી જાય અને દર્શન ફરે નહીં. દર્શનને ફેરવનાર જોઈએ. મિથ્યાદર્શન જો કોઈનું ફરે છે ? બાપજી પર છ મહિના શ્રદ્ધા રાખે તો એ ઊડી જાય. ખરેખર, એ શ્રદ્ધા ના કહેવાય; વિશ્વાસ કહેવાય.
પ્રશ્નકર્તા : શ્રદ્ધા અને વિશ્વાસમાં શો ફેર ?
દાદાશ્રી : શ્રદ્ધા એ દર્શનથી નીચું પદ છે, પણ સ્થિર છે, ડગે નહીં એવું છે. પણ લોકો તેને નીચલી ભાષામાં લઈ જાય છે. મહારાજ સાહેબ કહે કે મારા ઉપર છ મહિના શ્રદ્ધા રાખજો. પણ સાહેબ, મને શ્રદ્ધા તમારા ઉપર આવતી નથી તે કેમની રાખું ? હું ટિકિટ ચોંટાડવા જાઉં છું ને ચોંટતી જ નથી. તમે એવું કંઈક બોલો કે મને તમારા પર શ્રદ્ધા આવે. હું શું કહું છું કે શ્રદ્ધા રાખવાની વસ્તુ નથી. શ્રદ્ધા આવવી જ જોઈએ.
મહીં જે સૂઝ પડે છે એ દર્શન છે. કોઈને સૂઝ વધારે પડતી