________________
આપ્તવાણી-૫
૧૧૯
૧૨૦
આપ્તવાણી-૫
ઉપાશ્રયમાં પડી રહું છું, પણ એનો કશો અર્થ નથી, “મીનીંગલેસ’ છે. આ તમારો ટાઈમ બગાડો છો !
પોતે અનંત દોષનું ભાજન છે, છતાંય પોતાનો એક પણ દોષ દેખાતો નથી. પોતાના ‘સેલ્ફ'નું વલણ થયા પછી આ ‘ચંદુભાઈ પર તમારો પક્ષપાત ના રહે, ત્યારે દોષો દેખાય. અત્યારે તો હું ચંદુભાઈ એવું માનો છો તમે, અને જજેય તમે, વકીલેય તમે અને આરોપીય તમે ! બોલો હવે, એકેય દોષ દેખાય ? આનો ક્યારે પત્તો પડે ? આમ
ક્યાં સુધી ભટક ભટક કરીએ ? હવે કાળ બધો વિચિત્ર આવવાનો છે. ‘જ્ઞાની પુરુષ' મળ્યા એટલે ભાવના ભાવીને આપણે આપણું કામ કાઢી લેવાનું. ‘જ્ઞાની પુરુષ'ને વર્લ્ડમાં કોઈ એવી ચીજ નથી કે જે આપણે આપીએ તો એમને કામ લાગે, કારણ કે એમને કોઈ ચીજની ભીખ જ ના હોય. એમને લક્ષ્મીની ભીખ ના હોય, કીર્તિની ભીખ ના હોય, વિષયોની ભીખ ના હોય, માનની ભીખ ના હોય, નિરિચ્છક એવા “જ્ઞાની પુરુષ’, જેના દર્શન માત્રથી જ પાપ ધોવાઈ જાય ! એમની પાસે બેસવાથી અપાર શાંતિનો અનુભવ થાય.
ક્યાં વીતરણ મર્ણ તે ક્યાં... જેમ અજ્ઞાનતા વધે, મોહ વધે, તેમ મોહનાં સાધનો વધારે પ્રાપ્ત થાય અને પોતાની જાતને શુંય માને કે કેટલી મારી પુર્વે કે મને આ બંગલો મળ્યો, પંખા મળ્યા ! આ તો ઊલટો ફસાતો જાય છે. કાદવમાં ગરક્યા પછી નીકળવાનો જેમ જેમ પ્રયત્ન કરે તેમ તેમ વધારે ફસાતો જાય, એવી દશા થાય ! ક્યાં વીતરાગોનો મોક્ષમાર્ગ ને ક્યાં આ દશા ?
સમ્યક્ આચારેય કોઈ જગ્યાએ રહ્યો નથી, લોકાચાર થઈ ગયો છે. સમ્યક આચાર તો જોઈને જ આપણે ખુશ થઈ જઈએ.
પ્રશ્નકર્તા : લોકાચાર અને સમ્યક્ આચાર, એ બેમાં ફેર શો ?
દાદાશ્રી : લોકાચાર એટલે લોકોનું જોઈને આચરણ કર્યા કરવું અને સમ્યક્ એટલે વિચારપૂર્વકનો આચાર, સંપૂર્ણપણે નહીં પણ જેટલા
જેટલા અંશે વિચારપૂર્વક કરતો હોય તેટલા અંશે સમ્યક્ આચાર ઉત્પન્ન થાય, પણ જે સમ્યક્ આચાર હોય તે તો સવાશે જ હોય. ભગવાનનાં શાસ્ત્રોને મળતો આવે એવો હોય.
એકુંય જીવ એવો નહીં હોય કે જે સુખ ના ખોળતો હોય ! અને તેય પાછું કાયમનું સુખ ખોળે છે. એ એમ જાણે છે કે લક્ષ્મીજીમાં કાયમનું સુખ છે. પણ તેમાંય મહીં બળતરા ઊભી થાય છે. બળતરા થવી ને કાયમનું સુખ મળવું, એ કોઈ દહાડો થાય જ નહીં. બંને વિરોધાભાસી છે. આમાં લક્ષ્મીજીનો દોષ નથી, એનો પોતાનો જ દોષ છે. આ તો લક્ષ્મીજીના ખૂણા પર ધ્યાન આપે છે ને બાકીના ખૂણા તરફ જોતો જ નથી. તેથી આપણા સંસ્કાર વેચાઈ ગયા, ગીરવે મુકાઈ ગયા છે. આને જીવન જીવ્યું કેમ કહેવાય ? આપણે હિન્દુસ્તાનની આર્યપ્રજા કહેવાઈએ. આર્યપ્રજામાં આવું શોભે નહીં. આર્યપ્રજામાં ત્રણ વસ્તુ હોય; આર્યઆચાર, આર્યવિચાર ને આર્યઉચ્ચાર. તે અત્યારે ત્રણેય અનાડી થઈ ગયા છે ! અને મનમાં શુંય માને કે સમકિત થઈ ગયું છે ને મોક્ષ થઈ જવાનો ! અલ્યા, તું જે કરી રહ્યો છે તેનાથી તો લાખ અવતારેય ઠેકાણું પડે નહીં. મોક્ષમાર્ગ એવો નથી.
પુણ્યનો ભોમિયો પ્રશ્નકર્તા : જ્યાં સુધી મોક્ષના માર્ગે ના પહોંચીએ, ત્યાં સુધી પુણ્ય નામના ભોમિયાની તો જરૂર પડે ને ?
દાદાશ્રી : હા, એ પુણ્યના ભોમિયા માટે તો લોક શુભાશુભમાં પડ્યા છે ને ? એ ભોમિયાથી બધું મળશે. પણ મોક્ષના માર્ગે જતાં એનું પુણ્ય બંધાય છે. પણ આવા પુણ્યની જરૂર નથી. મોક્ષે જનારાની પુણ્યે તો કેવી હોય ? એને જગતમાં સૂર્યનારાયણ ઊગ્યો કે નહીં, તેય ખબર ના પડે ને આખી જિંદગી જાય, એવાં પુણ્ય હોય ! તો પછી આવા કચરા પુણ્યને શું કરવાનું ?
પ્રશ્નકર્તા : આ માર્ગ ના મળે ત્યાં સુધી તો એ પુણ્યેની જરૂર છે ને ?