________________
આપ્તવાણી-પ
૭૫
આપ્તવાણી-૫
ત્યારે બૈરી ટૈડકાવે એટલું જ ને ? બીજું અહીં શું દુ:ખ છે ?
ગલતનું રહસ્ય જ્ઞાની પુરુષ' શું કહેવા માંગે છે કે આ ખાય છે, પીએ છે એ બધું ગલન છે. જગત એને પુરણ સમજે છે, કારણ જગતને ઇન્દ્રિયજ્ઞાનથી જે દેખાય છે તેને સત્ય માને છે અને એ યથાર્થ સત્યથી વેગળું છે. પૂરણ અમુક અંશે તમારા હાથમાં છે, સવશે નથી. ‘સ્વરૂપ જ્ઞાન’ મળે તો પોતે સત્તામાં આવે, નહીં તો ના આવે. અગર તો મતિજ્ઞાન મળ્યું હોય તો ય તેટલી સત્તા પ્રાપ્ત થાય ને મતિજ્ઞાન એય સત્તાનો આધાર છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન એય બધાં સત્તાનો આધાર છે.
પૈસા કમાયા તેને જગત પૂરણ કહે છે ને ખોટ જાય કે ખર્ચાઈ જાય, ત્યારે ગલન થઈ ગયા કહે છે. હકીકતમાં કમાયા કે ખર્ચાયા તે બેઉ ગલન છે અને પાછું ‘વ્યવસ્થિત'ને આધીન છે. હવે આ જગતને શી રીતે સમજાય ? જો ‘વ્યવસ્થિત'ની સત્તા સમજી જાય તો પોતે તદન નવરો પડી જાય. પછી પોતાના સ્વરૂપમાં જ રહી શકે. આટલી વાત તમે જાણો તો પછી તમને ડખો ના રહેને ? તમે આ વાત ભૂલી ના જાઓ અને જગતનાં લોકોને શિખવાડ શિખવાડ કરીએ તોય ભૂલી જાય. કારણ કે તેઓ કષાય સહિત છે. કષાય સહિતવાળાને કશું કાબૂમાં ના રહે. તમને ‘જ્ઞાન' આપીએ પછી તમને ચોપડી ક્યાં વાંચવાની કહી છે ? આ તો મોઢે આપેલું જ્ઞાન છે. ચોપડી કે શાસ્ત્ર કશું વાંચવાનું નહીં, છતાં પ્રમાણમાં એનું એ જ જ્ઞાન તમારી પાસે રહે છે ! ચોપડીનું યાદ નહીં રહે, મોઢે આપેલું યાદ રહેશે. કારણ કે એ “જ્ઞાની પુરુષ'નું વચનબળ હોય. પુસ્તકમાં વાંચવા જાય તો એ જડ થઈ જાય પાછું !
એટલે જગત બધું ગલન સ્વરૂપે છે અને તેય પાછું ‘વ્યવસ્થિત ભાવે છે. આ મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર બધું ‘વ્યવસ્થિત'ના તાબે છે. એના તાબામાં હોય પછી તમારે એનું રક્ષણ કરવાની જરૂર નહીં ને ? તમારે તો કશું કરવાનું જ ના રહ્યું ને ? ખાલી ‘જોયા’ કરવાનું કે વ્યવસ્થિત’ શું કરે છે તે ! અમારી આ ‘વ્યવસ્થિત'ની શોધખોળ બહુ
‘એક્કેક્ટ’ છે. “પોઈન્ટ ટુ પોઈન્ટ’ સુધી ‘એક્કેક્ટ’ છે. તેથી તો અમે આ ગલન કહીએ છીએ, તે તમને તમારા ‘જ્ઞાન'માં રહેવા માટે આ બધા ‘જેમ છે તેમ' ફોડ પાડીએ છીએ. તેથી તો આ “અક્રમ વિજ્ઞાન’ ખુલ્લું કરવું પડ્યું છે !
જેને લોકો ઉદયકર્મ કહે છે તે બધું ગલન છે. એમાં પૂરણ કશું નથી. આ પાંચ ઇન્દ્રિયો બધી ઉદયને આધીન છે. આ પાંચ ઇન્દ્રિયો જ ઉદયને આધીન છે ત્યાં પછી ઇન્દ્રિયનાં કર્મ તો ઉદયને આધીન જ હોય ને ? પાંચ ઇન્દ્રિયોની ક્ષયપક્ષમ શક્તિ ઉદયને આધીન છે. પછી ઇન્દ્રિયો જે જુએ જાણે તેમાં નવું ક્યાંથી હોય ? આ વાત સમજાય એમ છે કે નહીં ? અહીં સમજી જાય, પણ મારી હાજરી ખસે કે પાછું આવરણ આવી જાય. અમારી હાજરીમાં તમારાં આવરણો બધાં ખુલી જાય, ને અમારું ‘જ્ઞાન’ લીધા પછી તો તે કાયમનું ખસી જાય ! કર્મબંધ શેનાથી થાય?
ચંદુલાલ છું’, ‘આચાર્ય મહારાજ છું’ એ જ કર્મબંધનું મુખ્ય કારણ છે. અને ‘આ મારું છે' એ ‘સેકન્ડરી’ કારણો છે. ‘કોઝિઝ’ ચાર્જરૂપે હોય. ‘હું ને મારું જ્યાં જયાં લગાડ્યું ત્યાં એટલાં જ ‘કોઝિઝ’ હોય છે. બીજાં કોઈ ‘કોઝિઝ' હોતાં નથી. ચાર્જને પૂરણ કહેવાય અને એનું જે ‘ડિસ્ચાર્જ થાય છે તે બધું જ ગલન સ્વરૂપ છે.
ખાલી વાત જ સમજવાની છે. આ વિજ્ઞાન છે. વિજ્ઞાનના ફણગા ફૂટે એટલે વિજ્ઞાનમાં બધું દેખાય. વિજ્ઞાનમાં શું ના દેખાય ? માટે વાતને સમજો. કશું કરવાની જરૂર નથી. વિજ્ઞાનમાં કરવાનું કશું રાખ્યું જ નથી. જો ‘કરે'ને તો ત્યાં સમકિત ના હોય ! કંઈ પણ કરે તો ત્યાં સમકિત પ્રાપ્ત ના થાય !!
વિચારોમાં તિર્તન્મયતા પ્રશ્નકર્તા વિચારો સતાવતા હોય ને ચિંતા ઊભી કરાવતા હોય, તેને કેવી રીતે અટકાવવા ?