________________
આપ્તવાણી-૫
૭૮
આપ્તવાણી-૫
દાદાશ્રી : વિચારવું એ ધર્મ કોનો છે ?
એ આત્માનો ધર્મ નથી, મનનો ધર્મ છે. તમે નક્કી કર્યું હોય કે આ બધાં ગાળો દે છે તે આપણે કશું સાંભળવું નથી, તોય પણ કાનનો સ્વભાવ સાંભળી લેવાનો છે. તે સાંભળ્યા વગર રહે નહીં. એવો મનનો સ્વભાવ છે. આપણને ના ગમતા હોય તોય તે વિચારો મહીં આવે. એ મનનો સ્વાભાવિક ધર્મ છે. વિચારો એ શેય છે ને “આપણે” જ્ઞાતા છીએ. એટલે જે વિચારો આવે તેને “આપણે” જોયા જ કરવાના, નિરીક્ષણ કર્યા જ કરવાનું. એ સારા છે કે ખોટા છે, એનો અભિપ્રાય આપણે આપવાનો નહીં. ગમે તેવા ખોટા વિચારો આવે તેનો વાંધો નથી. જેવા ભાવે પૂર્વબંધ પડ્યા છે તેવા ભાવે નિર્જરા થાય છે તેને આપણે જોયા કરવાનું છે કે આવો બંધ પડેલો તેની નિર્જરા થઈ રહી છે. આ ‘જ્ઞાન' આપણું ‘સંવર’વાળું છે એટલે નવું કર્મ બંધાય નહીં. વિચારોમાં તન્મયાકાર થઈએ તો કર્મ બંધાય.
પ્રશ્નકર્તા : આ વિચારોનું પરિણામ શું આવશે ?
દાદાશ્રી : પરિણામ ‘વ્યવસ્થિત'ને સોંપી દીધું. આપણે કશી લેવાદેવા નહીં. આપણે તો નિરાંતે ગાડીમાં બેસી રહેવાનું. મન કહે, ‘ગાડી આગળ અથડાશે તો ?” તેને આપણે જોયા જ કરવાનું, બસ. એનું પરિણામ ‘વ્યવસ્થિત'ને સોંપીને આપણે સિગરેટ પીતાં પીતાં આરામથી બેસી રહેવાનું.
પ્રશ્નકર્તા : એટલું બધું સરળ નથી ને આ ?
દાદાશ્રી : સરળ છે. જ્યારથી નક્કી કરીએ ત્યારથી રહી શકાય. કારણ ‘વ્યવસ્થિત'ના તાબામાં છે. પારકાના તાબામાં હોય તેમાં આપણે હાથ ઘાલવા જઈએ તો મુરખ બનીએ ઊલટા. તમારા તાબામાં તો આટલું જ છે, ‘જોવું અને જાણવું' કે શું હકીક્ત બની રહી છે, કશું ઊંધુંચતું કરવાનું હશે તે ‘વ્યવસ્થિત કરશે. ખરેખર ‘વ્યવસ્થિત’ એવું હોતું નથી કે કશું બગડે. માણસ સિત્તેર વરસે મરે છે, પણ તે પહેલાં તો મરી ગયો, મરી ગયો’ એમ અમથો અમથો બૂમો પાડ પાડ કરે છે
ને ભયથી ત્રાસ પામે છે. એવું ભય પામવા જેવું જગત જ નથી. મન અમને પણ દેખાડે કે “આગળ “એક્સિડંટ’ થશે તો ?” તો અમે કહીએ કે તે કહ્યું તેની અમે નોંધ કરી. પછી એ બીજી વાત કરે. મનને એવું નથી કે આગલી જ વાત પકડી રાખે. મનની જોડે તન્મયાકાર નહીં થવાનું. તન્મયાકાર થવાથી તો જગત ઊભું થયું છે. મનના બધા ‘ડિસ્ચાર્જ” ભાવો છે. એ ‘ડિસ્ચાર્જ' ભાવમાં જો “આપણે” કદી તન્મયાકાર થઈએ તો ‘ચાર્જ' ભાવ ઉત્પન્ન થાય. આપણે ‘એલીવેશન’ કે ‘ડિપ્રેશન’ માથે ના લેવું. કશું થવાનું નથી, કશું બગડતું નથી. હું ક્ષણવારેય સંસારમાં રહેતો નથી, તોય કશું બગડતું નથી.
પ્રશ્નકર્તા : એટલે ભય નહીં રાખવાનો ?
દાદાશ્રી : ભય હોય જ નહીં ‘આપણને ! “આપણે શુદ્ધાત્મા', તે “આપણ’ને કોઈ દેખી શકે એમ નથી, નુકસાન કરી શકે એમ નથી, મારી શકે એમ નથી, કોઈ નામ પણ થઈ શકે તેમ નથી ! આ તો પોતાના ભૂતભડકાટથી જગત ઊભું થયું છે. કોઈની વચ્ચે ડખલ નથી. અને “ચંદુભાઈ” જરા નરમ થયા હોય તો “આપણે” અરીસા સામે ઊભા રાખીને આમ ખભો થાબડીને કહેવું કે “અમે છીએ ને તમારી જોડે ! પહેલાં તો એકલા હતા, મૂંઝાતા હતા. કોઈને કહેવાય એવું નહોતું. હવે તો જોડે જ છીએ. ગભરાઓ છો શું કરવા ? અમે ‘ભગવાન’ છીએ ને તમે “ચંદુભાઈ” છો. માટે ગભરાશો નહીં.” જો ચંદુભાઈ બહુ ‘એલીવેટ’ થતા હોય તો તેમને કહેવું ‘અમારી સત્તાને લીધે તમારો આટલો રોફ પડે છે. એટલે આપણે ‘હોમ ડિપાર્ટમેન્ટમાં બેઠાં બેઠાં ‘ફોરેન’નું પતાવ્યા કરવું. આ નિર્લેપ “જ્ઞાન” છે, કશું અડે નહીં એવું છે !
મનના સ્વભાવની બધી હકીકત ઝીણવટથી સમજવાની જરૂર છે. બધી ચાવીઓ જાણવાની છે. દા. ત. પોલીસવાળો આવ-જાવ કરે છે તે શું અમારી પર હુલ્લડ કરવાનો છે ? “આપણે” કહીએ, ‘ના’ તેમ નથી. પોલીસવાળા તમારા માટે આગળ નવી જગ્યા બાંધી આપે છે. તે આપણું હિત કરતા હોય એમ જાણીએ કે આ પોલીસવાળા આપણું નુકસાન કરવા આવ્યા છે એમ જાણીએ ?