________________
આપ્તવાણી-પ
૪૭
૪૮
આપ્તવાણી-૫
ચીડાશે તો ઊંધો ખેલ કરશે ને વેર બાંધશે. માટે એમને તો કહેવું કે સાહેબ, તમે બરોબર છો, તમારી વાત અમને ગમી !' એમ કરીને આપણે આગળ ચાલ્યા જવું. આનો પાર જ નહીં આવે. તમે એમને સારા છો. ખોટા છો’ કહેશો, તો એ તમને છોડશે નહીં. તમારી જોડે ને જોડે ફર્યા કરશે.
પ્રશ્નકર્તા : ઈશ્વરની પ્રાપ્તિ સત્પુરુષની કૃપા વગર થાય એમ નથી. એ સત્પુરુષ છે, તો પછી એ વિધાતાને કેમ ટાળી ના શકે ?
દાદાશ્રી : જો એ વિધાતાને ટાળી શકે એમ હોય તો તો એનું સત્-પુરુષપણું જાય. સિદ્ધિઓ વપરાઈ જાય. સત્પુરુષને બહુ બધી, પાર વગરની સિદ્ધિઓ હોય.
પ્રશ્નકર્તા : તો પછી એમને એની સ્થિતિ ભોગવવી પડે ખરી ?
દાદાશ્રી : ભોગવ્યે જ છૂટકો. ભગવાન મહાવીરના શિષ્ય ગોશાળાએ તેમના બે શિષ્યો પર તેજોલેશ્યા ફેંકી બાળી મૂક્યા હતા. ત્યારે એમના બીજા શિષ્યોએ કહ્યું કે, “સાહેબ ! આમની જરા તપાસ તો રાખો.” ત્યારે ભગવાન મહાવીરે કહ્યું, ‘હું મોક્ષનો દાતા છું. જીવનનો દાતા હું નથી. હું કોઈનો રક્ષક નથી.’
પ્રશ્નકર્તા : કેટલાક મરી ગયેલાઓને કેટલાક મહાપુરુષોએ લાકડા પર જીવ મૂકીને ઊભા કર્યા છે, તો એ કઈ શક્તિ છે ?
દાદાશ્રી : એવું છે ને કે જીવ મૂકીને ઊભા કર્યા હોય તો પોતે મરે જ નહીં ને કોઈ દહાડોય ! આ દુનિયામાં જીવ મૂકનારો કોઈ પાક્યો જ નથી. જે મૂકે છે તે નૈમિત્તિક છે. એવું મારા નિમિત્તે ઘણું બને છે. હું કબૂલ કરું કે હું નિમિત્ત છું. આમાં ખોટું માની ના લેશો.
પ્રશ્નકર્તા: તો એનો અર્થ એ કે હકીક્તમાં પેલો મર્યો જ નહોતો એવું ને ?
દાદાશ્રી : બરાબર છે. પેલો મર્યો જ નહોતો. ભયના માર્યા કે
કોઈ એવાં કારણોસર અહીં આટલામાં (બ્રહ્મરંધ્રમાં) કંઈક થઈ જાય, તેને પેલા લોકો ઉતારી શકે.
પ્રશ્નકર્તા : જે મહાત્માને નિર્વિકલ્પ સમાધિ હોય, તો એ આત્મા કઈ રીતે દેહમાંથી બહાર જાય ?
દાદાશ્રી : નિર્વિકલ્પ સમાધિ હોય એનો આત્મા આ દેહમાંથી છૂટો થાય, તે આખા બ્રહ્માંડમાં પ્રકાશ આપીને જાય. આખા બ્રહ્માંડમાં પ્રકાશે.
પ્રશ્નકર્તા : નિર્વિકલ્પ સમાધિમાં આખા બ્રહ્માંડને પ્રકાશીને આ આત્મા ગયો એના ચિહ્નો શું ? એની ખબર કેવી રીતે પડે ?
દાદાશ્રી : એ તો ‘જ્ઞાની પુરુષ' ઓળખે અગર તો એને મહાવીર ઓળખે.
પ્રશ્નકર્તા : ‘જ્ઞાની પુરુષ' એને કેવી રીતે ઓળખે ?
દાદાશ્રી : “જ્ઞાની” તો તરત જ, એમને જોતાની સાથે જ ઓળખી લે. એમને તો એ સ્વાભાવિક છે. દરેક પોતપોતાના સ્વભાવને તરત જ ઓળખી લે.
મૃત્યુ સમયની અવસ્થાઓ... પ્રશ્નકર્તા : મૃત્યુ વખતની અવસ્થા સમજાવો. કોઈની આંખો ખુલ્લી રહે, કોઈને ઝાડો-પેશાબ થઈ જાય.
દાદાશ્રી : છેલ્લી વખતે ‘જ્ઞાનીને આવું કશું થતું નથી. જ્ઞાનીનો આત્મા ઇન્દ્રિયો થકી જતો નથી. એ જુદી જ રીતે બહાર જાય છે. બાકી જે સંસારી લોકો છે, જેને ફરી ભટકવાનું છે તેમનો આત્મા ઇન્દ્રિયો થકી જાય છે. કોઈને આંખ થકી, કોઈને મોઢા થકી, ગમે તે કાણામાંથી નીકળી જાય. પવિત્ર કાણામાંથી નીકળે તો બહુ સારું અને જગત જેને અપવિત્ર કહે છે તેવા કાણામાંથી નીકળે તો ખોટું કહેવાય. અધોગતિમાં લઈ જનારું હોય અને કેટલાક સંતો પહેલાં માથે નાળિયેર વધરાવતા