Book Title: Apragat Sazzaya Sangraha Author(s): Sarabhai Manilal Nawab Publisher: Sarabhai Manilal Nawab View full book textPage 7
________________ આ ગ્રંથમાંની સઝાયેમાં મુખ્યત્વે સકલચંદ્રજી ઉપાધ્યાય તથા વાચક ઉદયરત્નની અને છેલ્લે છેલ્લે આગમેદ્ધારક શ્રીસાગરાનંદસૂરીશ્વરજીની સઝા મુખ્ય છે. આ બધી સઝા મોટા ભાગે અપ્રસિદ્ધ છે; અને આ બધી સઝા સ્વર્ગસ્થ શ્રીચારિત્રસાગરજી તથા પૂજ્ય શ્રી ચંદ્રોદયસાગરજીના શિષ્ય શ્રીજિનેંદ્રસાગરજીએ મને આપેલી છે તેથી તેમને આભાર માનું છું. મારી સાહિત્યપ્રવૃત્તિના એક ઉત્તેજક અને પ્રશંસક તરીકે આ ગ્રંથ મૂળ અમદાવાદના રહીશ અને હાલ મદ્રાસમાં મેસર્સ બાપાલાલ એન્ડ કંપનીના મુખ્ય વ્યવસ્થાપક તથા ભાગી- - દાર શ્રીયુત્ માણેકલાલ ત્રીકમલાલ વોરાને તેમની ઇચ્છા નહિ હોવા છતાં પણ એક ફરજ તરીકે મિત્રભાવે અર્પણ કરતાં મને અનહદ આનંદ થઈ રહ્યો છે. સંવત ૨૦૦૯ આષાઢ વદિ ૫, ગુરૂવાર તા. ૩૦-૫૩. નિવેદક– સારાભાઈ મણિલાલ નવાબ. છીપા માવજીની પળ, અમદાવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 108