Book Title: Ansh Vachnano Sara Dvadashangino 1
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious

View full book text
Previous | Next

Page 7
________________ લિંગોનું સ્વરૂપ સમજી લેવું જરૂરી છે. ભગવાને ભાખેલા સર્વવિરતિધર્મની આ એક વિશેષતા છે કે ચોવીસ કલાકમાં પાપ એકે ય કરવાનું નહિ અને પાપનું ફળ એટલે કે દુ:ખ ભોગવ્યા વગર રહેવાનું નહિ. પાપનું ફળ ભોગવ્યા વગર અને પાપ છોડ્યા વગર મુકૃતિ નહિ મળે. પાપનું ફળ ભોગવી લેવાનું અને પાપથી દૂર રહેવાનું : આવું જીવન તો ભગવાનના શાસનમાં જ જોવા મળે. શાસ્ત્રમાં જણાવ્યું છે કે વર્તમાનના પાપનું સંવરણ કરે અને ભૂતકાળનાં પાપોના ફળને ભોગવ્યા કરે તે ભગવાનના સાધુ. ભગવાનના સાધુ કેવા હોય તે આ એક વાક્યમાં સમજાઇ જાય એવું છે. સ૦ સાધુભગવન્તો પાપને ભોગવે – એ કઇ રીતે ? સાધુભગવન્તો બાવીસ પરિષહોને સહેનારા હોય છે. અને શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુપણામાં પરિસહો પાપના ઉદયથી આવે છે, પરંતુ એ પાપનો ઉદય પાપની નિર્જરાને કરાવનારો હોય છે. સાધુભગવન્ત પાપથી દૂર રહેતા હોવાથી નવાં (પાપ) કર્મ બાંધતા નથી અને ભૂતકાળના પાપના ળને-દુ:ખને-સમાધિથી ભોગવી લેતા હોવાથી સર્વથા પાપરહિત બની જાય છે. પાપનું ફળ ભોગવવાનું કામ તો તમારે પણ કરવું જ પડે છે, પરન્તુ પાપને છોડવાનું તમારે શક્ય નથી બનતું જ્યારે સાધુભગવન્તોને એ શક્ય બને છે. આથી જ સાધુભગવન્તો પાપરહિત બની શકે છે. સ૦ મોક્ષાર્થી શ્રાવકો પાપ કેમ ન છોડી શકે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 194