Book Title: Agam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 17
________________ ૧/૧૨/-/ભૂમિકા બીજી રીતે છ ભેદે ભાવસમોસરણ નિર્યુક્તિકાર બતાવે છે – (૧) ક્રિયાવાદી જીવાદિ પદાર્થો છે તેમ કહેનારા, (૨) અક્રિયાવાદી - ક્રિયાવાદીથી ઉલટા, (૩) અજ્ઞાની-જ્ઞાન નિર્ણવવાદી, (૪) વૈનયિક - વિનયને મુખ્ય માનનારા. આ ચારેનું વર્ણન આદિ જ્યાં કરાય તે ભાવસમોસરણ. તેને નિર્યુક્તિકાર પોતે કહેશે. - હાલ તેનું - x - સ્વરૂપ કહે છે— ૧૯ - [૧] ક્રિયાવાદી – જીવાદિ પદાર્થ છે જ એમ અવધારણ ક્રિયા સહ જે સ્વીકારે છે તે. આવું કહેનાર મિથ્યાર્દષ્ટિઓ છે. કેમકે જીવ છે જ એમ સ્વીકારતા - “કથંચિત્ નથી” એ સ્વરૂપમાં આપત્તિ આવે. વળી જગમાં જુદા જુદા ભેદ છે, તે તેમાં જોવા ન મળે. - [૨] - અક્રિયાવાદી-જીવાદિ પદાર્થ નથી જ, એમ કહે છે. તેઓ પણ ખોટા અર્થને કહેતા મિથ્યાર્દષ્ટિ જ છે. કેમકે - એકાંતે જીવના અસ્તિત્વનો નિષેધ કરે છે. - ૪ - - [૩] - અજ્ઞાની - તેઓ જ્ઞાન નથી તેમ કહી, અજ્ઞાન જ સારું છે તેમ કહે છે, તે પણ મિથ્યાદૃષ્ટિ જ છે, કેમકે “અજ્ઞાન જ સારું છે” તે પણ જ્ઞાન વિના જાણી ન શકાય. તેથી જ્ઞાન છે તેમ નક્કી થયું. - [૪] વૈનયિક - વિનયથી જ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ ઈચ્છે છે તેથી મિથ્યાદષ્ટિ છે. કેમકે જ્ઞાન અને ક્રિયા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. ક્રિયાવાદી આદિનું સ્વરૂપ અને ખંડન પૂર્વે આચારાંગમાં કર્યું છે. તેથી અહીં કહેતા નથી. તેના ભેદો– [નિ.૧૧૯ થી ૧૨૧-] ક્રિયાવાદીના ૧૮૦ ભેદ. આ રીતે - જીવાદિ પદાર્થો નવ, સ્વ અને પર, નિત્ય અને અનિત્ય, કાળ-સ્વભાવ-નિયતિ-ઈશ્વર-આત્મા [૯ X ૨ X ૨ ૪ ૫ = ૧૮૦] તેમાં જીવના ૨૦ ભેદ આ રીતે - (૧) જીવ સ્વથી છે, (૨) જીવ પરથી છે, (૩) જીવ નિત્ય છે, (૪) જીવ અનિત્ય છે. આ ચારે ભેદને કાલ આદિ પાંચથી ગણતા ૨૦ ભેદ થાય. નવે પદાર્યના ૧૮૦ થાય. ૦ અક્રિયાવાદી - ‘જીવાદિ પદાર્થો નથી’’ એમ માનનારાના ૮૪-ભેદો છે. તે આ રીતે - જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ ૭-ભેદ, સ્વ-પર બે ભેદ, કાળ-દૃચ્છા-નિયતિ - સ્વભાવ - ઈશ્વર - આત્મા એ છ ભેદ [૭ x ૨ x ૬ = ૮૪] તે ભેદ આ રીતે - (૧) જીવ સ્વતઃ કાળથી નથી, (૨) જીવ પરતઃ કાળથી નથી તેના યચ્છા આદિ પાંચથી આ રીતે બે-બે ભેદ. કુલ ૧૨-ભેદ થયા. તે જીવાદિ સાત પદાર્થથી ગણતા ૮૪-ભેદ. ૦ અજ્ઞાનિક - અજ્ઞાનથી જ કાર્ય સિદ્ધિ ઇચ્છે છે, જ્ઞાન સર્વથા નિષ્ફળ છે, કેમકે તેમાં બહુ દોષ છે. તેના ૬૭ ભેદ છે. જીવ, અજીવાદિ નવ પદાર્થ, સાત ભંગો - સત્, અસદ્, સદસત્, અવક્તવ્ય, સક્તવ્ય, અસત્ વક્તવ્ય, સદાદ્ વક્તવ્ય. [૯ x ૭ = ૬૩] જેમકે (૧) જીવ છે, તે કોણ જાણે છે?, તે જાણવાથી શું? (૨) જીવ નથી તે કોણ જાણે છે ? - X - x - ઇત્યાદિ રીતે જીવના સાત ભેદ. એ પ્રમાણે અજીવાદિના પણ સાત-સાત ભેદ કરતા કુલ-૬૩ ભેદ થાય. હવે બીજા ચાર ભેદ કહે છે– ૧-ભાવની ઉત્પત્તિ થાય તે કોણ જાણે છે ? તે જાણવાથી શું? ૨-ભાવોત્પત્તિ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ અવિધમાનતા, ૩-ભાવોત્પત્તિની વિધમાનતા-અવિધમાનતા, ૪-ભાવોત્પત્તિની અવક્તવ્યતા-કોણ જાણે ? આદિ બધે જોડવું. એ રીતે [૬૩ + ૪] ૬૭ ભેદો થાય. - ૪ - X - • વૈનયિક - કેવળ વિનયથી જ પરલોકને ઇચ્છે છે, તેના ૩૨-ભેદ. તે આ રીતે - દેવ, રાજા, સાધુ, જ્ઞાતિ, સ્થવિર, અધમ, માતા, પિતા એ આઠનો મન, વચન, કાયા, દાન એ ચાર ભેદે વિનય કરવો. એ રીતે ૮ ૪ ૪ = ૩૨ ભેદો થાય. - ૪ - x - આ પ્રમાણે ક્રિયાવાદી આદિના [૧૮૦ + ૮૪ + ૬૭ + ૩૨] એમ ૩૬૩ ભેદો થાય. હવે તેમના મતના અધ્યયનથી શો લાભ થાય, તે દર્શાવે છે - તે પૂર્વોક્ત વાદીઓના મતને અનુકૂળ પ્રરૂપણા ગણધરોએ આ અધ્યયનમાં શા માટે કરી? તે વાદીઓના પરમાર્થના નિર્ણયને માટે. તે કારણથી આ સમોસરણ નામક અધ્યયન ગણધરો કહે છે, તે બતાવે છે. વાદીઓના સમ્યગ્ મેલાપક અર્થાત્ તેમના મતનો નિશ્ચય આ અધ્યયનમાં કરાયેલ છે તેથી તેને ‘સમવસરણ' અધ્યયન કહે છે. ૨૦ હવે આ સમ્યગ્ મિથ્યાત્વ વાદીત્વનો જે રીતે વિભાગ થાય છે તે દર્શાવતા કહે છે - જેને પદાર્થની સમ્યક્-અવિપરીત દૃષ્ટિ-દર્શન છે તે સમ્યગ્દષ્ટિ છે - કોણ છે ? - ક્રિયાવાદી, ક્રિયા છે તેમ કહેનારા. ક્રિયાવાદીમાં - અસ્થિત્તિ નિયિવારી - x - X - તેનું નિશ્ચયથી સમ્યગ્દષ્ટિપણું બતાવે છે, - x - અસ્તિ પણું બતાવે છે, - લોકઅલોક છે, આત્મા છે, પુન્ય-પાપ છે, તેનું ફળ સ્વર્ગ-નક ગમન છે, કાળ છે. કેમકે તેના કારણપણાથી જગતમાં ઉત્પત્તિ, વૃદ્ધિ, સ્થિતિ, વિનાશ તથા ઠંડી, ગરમી, વર્ષા આદિ નજરે દેખાય છે. - ૪ - સ્વભાવવાદી પણ જગા ફેફારમાં સ્વભાવને કારણ ગણે છે. સ્વભાવ એટલે સ્વનો ભાવ [ગુણ], તેથી જ જીવમાં ભવ્યત્વ, અભવ્યત્વ, મૂત્વ, અમૂર્તત્વ સ્વ સ્વ રૂપ મુજબ છે. તેમજ ધર્મ, અધર્મ, આકાશ, કાળ આદિ. પણ અનુક્રમે ગતિ, સ્થિતિ, અવગાહના, પરત્વે અપરાદિ સ્વરૂપ બતાવવાથી કારણરૂપે છે. જેમ કાટાની અણી સ્વભાવથી છે. નિયતિ પણ કારણ રૂપે છે, કેમકે પદાર્થોને નિયતિ નિયત કરે છે, કહ્યું છે કે - પદાર્થ નિયતિ બળના આશ્રયથી પ્રાપ્ત થવા યોગ્ય છે. તથા પૂર્વકૃત્, તે શુભાશુભ કૃત્યનું ઇષ્ટ-અનિષ્ટ ફળ કારણ રૂપે છે. કહ્યું છે કે - જેમ જેમ પૂર્વ કર્મનું ફળ નિધાનરૂપે સ્થાપેલ હોય તેમ તેમ પૂર્વ કૃતાનુસાર મતિ પ્રવર્તે છે. તે જ પ્રમાણે સ્વકર્મ મુજબ મનુષ્યો જન્મ લે છે, તેનું કર્મ તે ન ઇચ્છે તો પણ તે ગતિમાં ખેંચી જાય છે - તે પ્રમાણે પુરુષાર્થ વિના કંઈપણ સિદ્ધ ન થાય. કહ્યું છે કે - ભાગ્યના ભરોસે ઉધમ ન છોડવો. કેમકે ઉધમ વિના તલમાંથી તેલ કાઢવા કોણ સમર્થ છે ? - X - ઉધમ વડે જ કીડો મોટા વૃક્ષોને કોતરી ખાય છે. ઉધમથી જ સુખ મળે છે. આ પ્રમાણે કાળ આદિ બધાંને કારણપણે માનતો તથા આત્મા, પુત્ય, પાપ, પરલોકાદિને ઇચ્છતો ક્રિયાવાદી સમ્યગ્દષ્ટિ કહેવાય.

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120